છેલ્લા 2 દાયકાથી ટ્રેનમાં મફત પાણી પાતો સરકારી કર્મચારી

જનસેવા કરવી હોય તો એ માટે એક્સ્ટ્રા ટાઇમ કાઢવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં જ આસપાસના લોકોની જરૂરિયાત સમજીને સેવાની શરૂઆત કરી દઈ શકો છો. શહાડમાં રહેતા પ્રકાશ સેવાણી નામના ભાઈએ પોતાની અટકમાં રહેલા સેવા શબ્દને જાણે સાર્થક કયોર્ હોય એમ અનોખો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા બે દાયકાથી રોજ તેઓ ટ્રેનમાં મુસાફરોને ફ્રીમાં પાણી પાવાનું કામ કરે છે.




એવું નથી કે આ ભાઈ નવરા છે અને તેમને કોઈ કામધંધો નથી. થાણેની મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડમાં તેઓ ફુલ ટાઇમ કામ કરતા હોવાથી આખો દિવસ બિઝી હોય છે. એટલે જ પ્રકાશ સેવાણી પોતાના ઘરેથી થાણે આવવાની ટ્રેનની મુસાફરી દરમ્યાન આવતા-જતા બન્ને વખતે બે થેલા ભરીને ટોટલ દસથી પંદર પાણીની બૉટલો ઊંચકીને લાવે છે. સવારે ઑફિસ જવા નીકળતા પહેલાં ઘરેથી બૉટલો ભરી લેવાની અને ઘરે આવતી વખતે ઑફિસમાંથી પાણી ભરી લેવાનું.

આ અનોખી પાણીસેવાની શરૂઆત કરી ત્યારે પ્રકાશભાઈ પહેલાં તરસ્યા લોકોને આખેઆખી બૉટલ આપી દેતા હતા. જોકે પછી તેમને લાગ્યું કે એમ કરવાથી ઓછા લોકોને ફાયદો થાય છે અને રોજેરોજ એટલી બૉટલોનો પણ બગાડ થાય છે. એના સૉલ્યુશનરૂપે તેમણે સાથે સ્ટીલના એક-બે ગ્લાસ રાખવાનું શરૂ કરી દીધું છે. એને કારણે તરસ્યા વધુ લોકોની તરસ છીપે છે.

સરકારી ખાતામાં કોઈ કટકી લીધા વિના કામ કરે એવું સાંભળીને આપણને નવાઈ લાગે એવો માહોલ છે ત્યારે કોઈ સરકારી કર્મચારીને સમાજમાં સેવાની સુવાસ ફેલાવવાના કાર્યમાં રત જોઈને આનંદ અને આશ્ચર્ય બન્ને થાય.

તસવીર : શ્રીકાંત ખુપેરકર



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK