ખાસ બાત - મિડ-ડેના સિનિયર પત્રકાર રોહિત પરીખ સહિત તેમના પરિવારજનોએ ઑર્ગન્સ ડોનેટ કરવાની જાહેરાત કરી

ઘાટકોપર, કાંદિવલી અને અંધેરીમાં રહેતા જૈન પરિવારોના એક ગ્રુપ દ્વારા ગઈ કાલે ઘાટકોપર (વેસ્ટ)ના એક પ્રાઇવેટ હૉલમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પછી ક્ષમાપનાનો કાર્યક્રમ યોજાયો હતો.

organ


ડૉ કેરૂલ ઝવેરી (વચ્ચે) સાથે 'મિડ-ડે'ના સિનિયર પત્રકાર રોહિત પરિખ (જમણે) અને તેમના પુત્રી અવનિ ઉદેશી (ડાબેથી પહેલી)


છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ ફક્ત હરવા, ફરવા અને જમવા મળતા હતા; જ્યારે આ કાર્યક્રમમાં ક્ષમાપનાની સાથે ઑર્ગન-ડોનેશન વિશે જાગરૂકતા સંબંધી સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ‘મિડ-ડે’ના સિનિયર પત્રકાર રોહિત પરીખ સહિત ૩૦ જણે મૃત્યુ બાદ ઑર્ગન્સ ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.

અમે છેલ્લાં ત્રણ વર્ષથી પિકનિકના અને હોટેલમાં સાથે જમવાના કાર્યક્રમો કરીએ છીએ એમ જણાવતાં આ પરિવારના દર્શન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલી વાર અમે સોશ્યલ થીમ સાથે મિચ્છા મિ દુક્કડં કરવાનો કાર્યક્રમ યોજવાનો નિર્ણય લીધો હતો. આથી અમે અમારા ફૅમિલી ગેટ-ટુગેધર સાથે ઑર્ગન-ડોનેશન પર અડધો કલાકનો સેમિનાર યોજ્યો હતો.’

આ કાર્યક્રમમાં ઘાટકોપરની અર્પણ આઇ બૅન્ક સાથે જોડાયેલા ડૉ. કેરુલ ઝવેરીએ માનવીના મૃત્યુ પછી સ્કિન, ચક્ષુઓ, બન્ને કિડનીઓ, લિવર, હાર્ટ જેવા શરીરના અવયવો અન્ય લોકો માટે કેવી રીતે ઉપયોગી બને છે એના પર માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. કેરુલ ઝવેરીએ કહ્યું હતું કે ‘માનવી જીવતેજીવ બ્લડ અને બોનમૅરો જેવા અવયવો ડોનેટ કરી શકે છે. બ્રેઇન-ડેડ પેશન્ટ ૨૩ અવયવો ડોનેટ કરી શકે છે, જ્યારે મૃત્યુ બાદ સ્કિન અને આઇ ડોનેટ થઈ શકે છે.’

ડૉ. કેરુલ ઝવેરીના માર્ગદર્શન પછી રોહિત પરીખે મૃત્યુ બાદ તેમનાં ઑર્ગન્સ ડોનેટ કરવાની જાહેરાત કરી હતી. રોહિત પરીખની સાથે કાર્યક્રમમાં એકઠા થયેલા ૩૦ સંબંધીઓએ પણ તેમનાં ઑર્ગન્સ ડોનેટ કરવાની સંમતિ આપી હતી.

મને આ વિચાર ‘મિડ-ડે’માં આર્ટિકલો લખતાં-લખતાં જ આવ્યો હતો એમ જણાવીને રોહિત પરીખે કહ્યું હતું કે ‘હું ઘણા સમયથી ઑર્ગન્સ ડોનેટ કરતી વ્યક્તિઓ પર આર્ટિકલ લખું છું. થોડા દિવસ પહેલાં જ કાંજુરમાર્ગના ૩૮ વર્ષના એક ટેલરના પરિવારે તેના બ્રેઇન-ડેડ યુવાનનાં ઑર્ગન્સ ડોનેટ કર્યા હતાં. એને લીધે પાંચ વ્યક્તિઓને જીવતદાન મળ્યું હતું. ત્યાર પછી અમારા જ પરિવારનાં ૭૯ વર્ષનાં વડીલ મંજુલા રસિકલાલ અજમેરાના અચાનક મૃત્યુ બાદ તેમના પરિવારે તેમની સ્કિન અને ચક્ષુ ડોનેટ કર્યા હતાં. આ બધું જોયા પછી મેં મારા પરિવારમાં સંતાનો અને પત્ની સામે ઑર્ગન્સ ડોનેટ કરવાની જાહેરાત કરી હતી. આ સાંભળીને મારી પુત્રીએ અવનિએ પણ ઑર્ગન્સ ડોનેટ કરવાની જાહેરાત કરી હતી. ગઈ કાલના અમારા ફંક્શનમાં અમારી સાથે અમારા અન્ય પરિવારજનો પણ જોડાયા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK