ઇન્ડિયન અમેરિકન ગાંધી

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ ઇન્ડિયાનું બેવડું નાગરિકત્વ ધરાવતા નીતિન શાહ બાપુ જેવો જ ચહેરો ધરાવે છે અને પરિણામે અનેક વખત રાષ્ટ્રપિતા તરીકે પર્ફોર્મ કરી ચૂક્યા છે

Gandhiરોહિત શાહ

કોઈ ફિલ્મ કે ટીવી-સિરિયલના પ્રોડ્યુસરને ગાંધીબાપુનો ફેસ જોઈતો હોય તો બાપુના ફેસ જેવો અસલ ફેસ ધરાવતા આ નીતિન શાહને મળવું જોઈએ.

અમેરિકા અને ઇન્ડિયાની ડ્યુઅલ સિટિઝનશિપ ધરાવતા આ નીતિનભાઈએ અમેરિકામાં ૨૧ વખત અને ઇન્ડિયામાં ૧૬ વખત ગાંધીબાપુ તરીકે પર્ફોર્મ કર્યું છે.

મિત્રો અને સગાંસ્વજનો નીતિનભાઈને વારંવાર કહેતા કે તમારો ફેસ ગાંધીબાપુને મળતો આવે છે અને ખુદ નીતિનભાઈનેય એવો વહેમ તો દિમાગમાં હતો જ. એવામાં મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતીનો દિવસ આવ્યો. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે એક વિશેષ સમારોહ યોજાયો હતો. આ તકનો લાભ લઈને નીતિનભાઈ ગાંધીબાપુની વેશભૂષા પહેરીને રિક્ષામાં ત્યાં પહોંચી ગયા. રિક્ષાવાળાએ રિક્ષાભાડું લેવાની ના પાડી અને કહ્યું, ‘બાપુ પાસેથી ભાડું લેવાતું હશે?’ પછી જ્યારે ચાલતા-ચાલતા તેઓ હૉલમાં પહોંચ્યા તો તેમને જોઈને સૌ ‘બાપુ આવ્યા!’ ‘બાપુ આવ્યા!’ બોલવા લાગ્યા. કાર્યક્રમના આયોજકો બાપુની આવી સરપ્રાઇઝ એન્ટ્રીથી ચોંકી ઊઠ્યા, પણ પછી અત્યંત આદરપૂર્વક સ્ટેજ પર લઈ ગયા અને સેન્ટરમાં સૌથી મહત્વના સ્થાને બેસાડ્યા.

એ દિવસે ત્યાંથી ગાંધીબાપુના સાબરમતી આશ્રમ સુધી ચાલીને જવાનું આયોજન હતું. પાલડી સર્કલ પાસે આ વેશધારી બાપુને જોવા માટે એટલીબધી ભીડ થઈ કે પોલીસે તેમને કૉર્ડન કરી લેવા પડ્યા હતા. પછી તેઓ કોચરબ આશ્રમ, ઇન્કમ-ટૅક્સ ચાર રસ્તા, ગુજરાત વિદ્યાપીઠ થઈને ગાંધી આશ્રમ (સાબરમતી આશ્રમ) પહોંચ્યા. દરેક જગ્યાએ તેમને સૌથી વધુ સન્માન મળ્યું. ૧૯૯૫માં નીતિનભાઈએ ફર્સ્ટ ટાઇમ ગાંધીબાપુનો રોલ કર્યો અને ખૂબ મજા પડી ગઈ.

ત્યાર પછી તો અમેરિકામાં વસતા ભારતીય લોકો પણ નીતિનભાઈને ૧૫ ઑગસ્ટ, ૨૬ જાન્યુઆરી, બીજી ઑક્ટોબર જેવા દિવસોએ ખાસ ગાંધીબાપુરૂપે આમંત્રણ આપવા લાગ્યા. અમેરિકામાં તેઓ આવા દિવસે જાહેર રસ્તા પરથી બાપુના વેશમાં પસાર થતા હોય ત્યારે રસ્તાની બન્ને બાજુએ લોકોની અને વાહનોની ભીડ જામી હતી. ત્યાં વસતા જુદા-જુદા દેશના લોકો આ ‘ઇન્ડિયન ગાન્ઢી’ને જોવા ઊભા રહી જતા. મમ્મીઓ તેમનાં બાળકોને ગાંધી કેવા હતા એ બતાવે અને ક્યારેક તો બાળકોના બહાને પોતે પણ આ ‘બાપુ’ પાસે ફોટો પડાવવા ખડી રહી જતી!

ઓરિજિનલ બાપુએ તો એક જ વખત દાંડીયાત્રા યોજી હતી અને એ પણ ભારતમાં! આ ‘બાપુ’એ તો ભારત અને અમેરિકામાં કુલ પાંચ વખત દાંડીયાત્રામાં ભાગ લીધો છે. ૨૦૦૯માં ૧૫ ઑગસ્ટના કાર્યક્રમમાં અમેરિકામાં તેમની સાથે ફિલ્મ-અભિનેત્રી મનીષા કોઇરાલા અને વિલન ગુલશન ગ્રોવર પણ હતાં. ૨૦૧૨માં અમેરિકામાં જ ૧૫ ઑગસ્ટના કાર્યક્રમમાં તેમની સાથે બપ્પી લાહિરી હતા.

નીતિનભાઈએ દેશ-વિદેશમાં અનેક વખત બાપુના વેશમાં જાહેર કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. વ્યસનમુક્તિ, સિનિયર સિટિઝન, શાંતિ-સંમેલન, ભાગવતકથા, સ્કૂલ-કૉલેજ, જનજાગૃતિ, ભ્રષ્ટાચાર હટાવો, હેલ્થ અવેરનેસ જેવા અનેક વિષયોના કાર્યક્રમોમાં તેમણે ઉપસ્થિત રહીને બે-ચાર મિનિટ પૂરતાં બાપુની વાણીમાં ઉદ્બોધનોય કર્યા છે.

૨૦૧૦ની ૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદમાં બ્રહ્માકુમારીઝની સંસ્થાએ અમદાવાદનો ૬૦૦મો સ્થાપનાદિન ઊજવવાનો કાર્યક્રમ યોજ્યો હતો. એ દિવસે બપોરે નીતિનભાઈને અમેરિકાની ફ્લાઇટમાં જવાનું હતું, પરંતુ બ્રહ્માકુમારી ઇશિતાબહેને ખૂબ આગ્રહ કરીને પોતાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કહ્યું. કાર્યક્રમ પતાવીને બાપુની વેશભૂષા ગડી કરવાને બદલે ડૂચા વાળીને ફટાફટ ઍરપોર્ટ પહોંચવું પડેલું.

૨૦૦૫માં લૉસ ઍન્જલસના મેયર વિલોર ગાર્સો સાથે ૨૦૧૪માં વર્લ્ડ કિડની ડે નિમિત્તે અમદાવાદના વસ્ત્રાપુરમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ ફેમ જેઠાભાઈ અને દયાભાભી સાથે ગાંધીબાપુ તરીકે તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્યારે ૭૪ વર્ષના (જન્મ - તારીખ ૧૨-૮-૧૯૪૦) નીતિનભાઈએ પોતાના સગા પિતાનો ફેસ જોયો જ નથી. તેઓ નવ મહિનાના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. તેમના પિતા ભગુભાઈ શાહ સ્વાતંત્ર્યસેનાની હતા. મહાત્મા ગાંધીએ ફ્રીડમફાઇટર ભગુભાઈને ‘પ્રભુમય જીવન’ નામનું એક પુસ્તક વિશિષ્ટ નોંધ સહિત ભેટ આપેલું. ભગુભાઈ ફ્રીડમફાઇટર હોવાને કારણે તેમને વારંવાર ભૂગર્ભમાં છુપાઈ જવું પડતું. જોકે ૧૯૪૧માં તેઓ અવસાન પામ્યા ત્યારે અમદાવાદમાં હુલ્લડો ચાલતાં હતાં. તેમની ડેડ-બૉડીને ખાસ પોલીસ-પ્રોટેક્શન સાથે સ્મશાનગૃહ સુધી લઈ જવાની અનુમતી મળી હતી નહીંતર પરિસ્થિતિ એવી વિકટ હતી કે કેટલાક મૃતદેહોની અંત્યેષ્ટિ પોળના ચોકઠામાં જ કરવી પડતી. નીતિનભાઈનાં માતા વિમળાબહેન પણ વારંવાર પ્રભાત ફેરી વગેરે કાર્યક્રમોમાં જઈને સ્વાતંત્ર્ય ચળવળમાં સૂર પુરાવતાં હતાં.

નીતિનભાઈએ ગાંધીજી બનવા માટે ૮૦૦ રૂપિયાની કિંમતનાં બે ધોતિયાં-ખેસ, ૯૦૦ રૂપિયાનાં ચશ્માં, બાપુ કમર પર લટકાવતા એવી ૧૧ ડૉલરની ઘડિયાળ વગેરે ઉપરાંત બાપુ પહેરતા હતા એવાં ચંપલ વસાવી લીધાં છે. કોઈ પણ કાર્યક્રમમાં ગાંધીબાપુ બનવા માટે તેઓ કશો ચાર્જ લેતા નથી; પરંતુ કાર્યક્રમના આયોજકો તેમને મેમેન્ટો, ગિફ્ટ અને સન્માન અચૂક આપે છે. અવારનવાર ગાંધીબાપુ બનવાનું સદ્ભાગ્ય મળ્યું એ કારણે નીતિનભાઈની ડેઇલી લાઇફમાં સાદગી અને સ્વાવલંબનના ગુણો સહજ રીતે પ્રવેશી ગયા છે. ક્યારેક બાપુ તરીકે તેમને જાહેરમાં પ્રવચન આપવાનું કહેવામાં આવે ત્યારે તેઓ ઝાઝું બોલતા નથી. બે-ત્રણ મિનિટમાં પોતાની વાત કહી દે છે. એમાં મુખ્યત્વે એ એક વાત કહે છે કે દુનિયામાં આજે ચાંચિયાગીરી, લાંચિયાગીરી, ચમચાગીરી, દાદાગીરી વગેરેનું ગમે તેટલું જોર હોય છતાં ગાંધીગીરી હંમેશાં સફળ થાય છે અને એ કારણે આત્મસ્ાન્માન ટકી રહે છે.

આ ડુપ્લિકેટ ‘ગાંધીબાપુ’ની બે મહત્વાકાંક્ષાઓ છે : એક તો સાબરમતી આશ્રમમાં બાપુનો રેંટિયો લઈને કાંતવું છે અને બીજી મહત્વાકાંક્ષા વિશ્વશાંતિ માટે કંઈક નક્કર આયોજન કરવું છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષે શાંતિ માટે અપાતા નોબેલ પારિતોષિકના વિજેતાઓના ફોટોગ્રાફ્સ મેળવીને વિશ્વના નકશા પર તેમણે જે-તે વ્યક્તિના દેશની જગ્યાએ ચોંટાડ્યા છે. વળી એ દરેક વ્યક્તિએ શાંતિ માટે શું કાર્ય કર્યું એની સંક્ષિપ્ત નોંધ પણ કરી છે. તેઓ પોતાના આ પ્રોજેક્ટને પ્રૉપર વ્યક્તિ કે સંસ્થા દ્વારા વ્યાપક સ્તરે લઈ જવા ઝંખે છે.

આ ‘બાપુ’ તો ગજબના આર્ટિસ્ટ પણ છે!

બાપુ અને ગાંધીજીની વેશભૂષા કરતા નીતિન શાહની બીજી એક ખૂબી તેમની વિશિષ્ટ આર્ટ છે. તેમણે એક પણ કલર કે પીંછીનો ઉપયોગ કર્યા વગર બહુરંગી કલાકૃતિઓ કંડારી છે. જેમ કે વિવિધ કલરના કુલ ૨૧,૧૨૦ ઍક્રિલિક પ્લાસ્ટિક પીસિસ ચોંટાડીને ગણપતિની આકૃતિ બનાવી છે. એમાં ગણપતિનાં ૧૮ નામ લખેલાં સ્પષ્ટ વાંચી શકાય છે. ગણપતિ, ગણેશ, ગજાનન, વક્રતુંડ, એકદંત, કપિલ, વિનાયક, ગણાધ્યક્ષ, મોરયા વગેરે નામે લખીને એમાંથી જ ગણપતિની આકૃતિ તૈયાર કરી છે.

એ જ રીતે બાસમતી ચોખાના કુલ ૧,૦૦,૪૦૦ (એક લાખ ચારસો) દાણા બ્લૅક પેપર પર ચોંટાડીને તાજમહલ બનાવ્યો છે. એ આરસપહાણમાંથી બન્યો હોય એવું જ લાગે છે. નીતિનભાઈ ગાંધીજીનું પોટ્રેઇટ બનાવ્યા વગર તો શાના રહે? ૩૨,૫૦૦ સફેદ અને ૧૯,૫૦૦ કાળા એમ કુલ ૫૨,૦૦૦ તલના દાણાનું પેસ્ટિંગ કરીને તેમણે બાપુની આકૃતિ બનાવી છે. અમેરિકાના ૪૪મા પ્રમુખ બરાક ઓબામાનું પોટ્ર્રેઇટ તેમની અદ્ભુત કલાકૃતિ છે. અગાઉના ૪૩ પ્રમુખોના કુલ ૪૧૪ ફોટોગ્રાફ્સના કટિંગ-પેસ્ટિંગ દ્વારા બરાક ઓબામાનું ચિત્ર ઊપસાવ્યું છે. ઓબામા ૪૪મા પ્રમુખ છે અને કાળા લોકોમાંથી તેઓ પ્રથમ પ્રમુખ છે. એથી ૪૪ના ફિગરની વચ્ચે ૧ મૂકીને ૪૧૪ ફોટોગ્રાફ્સમાંથી આ ચિત્ર તૈયાર કરવાનું તેમનું પ્રયોજન હતું. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હોવાથી લોખંડનો ભૂકો અને ત્રાંબાના વાયરના ટુકડા પેસ્ટ કરીને તેમનું ચિત્ર બનાવ્યું છે. આ ઉપરાંત તેમણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, સીદી સૈયદની જાળી, મોરારીબાપુ, પ્રમુખસ્વામી, શ્રીનાથજી વગેરેનાં પોટ્રેઇટ અલગ-અલગ ચીજ-વસ્તુઓનાં કટિંગ-પેસ્ટિંગ કરીને બનાવ્યાં છે. આ માટે યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર જેવી કેટલીક સંસ્થાઓએ તેમને બિરદાવીને સન્માનપત્રો આપ્યા છે.

અમેરિકાના કૅલિફોર્નિયા સ્ટેટમાં આવેલા લૉસ ઍન્જલસ શહેરમાં તેઓ રહે છે. અમદાવાદમાં નવરંગપુરામાં તેમનો ફ્લૅટ છે અને અવારનવાર અહીં આવીને રહે છે. અત્યારે તેઓ થોડાક મહિના માટે અમદાવાદમાં રહેવાના છે. તેમનો સંપર્ક કરવા માટે તેમનો મોબાઇલ-નંબર ૦૯૪૨૯૯ ૧૨૦૫૧ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK