ખાસ બાત - રસ્તા પર રહેતાં બાળકોનો અનોખો ફૅશન-શો

મીરા રોડના યંગસ્ટરોની સંસ્થાએ ચડાવ્યો તેમને પાનો








ફૅશન-શોનો મતલબ પણ ન જાણતાં રસ્તા પર રહેતાં બાળકો માટે મીરા રોડના યંગસ્ટરોએ પોતાના ખર્ચે ચલાવાતી સામાજિક સંસ્થા ‘વી કૅર ફાઉન્ડેશન’ દ્વારા અનોખા ફૅશન-શોનું આયોજન કર્યું હતું. બાળકોના પેરન્ટ્સને મોબાઇલ પર ઇમેજિસ દેખાડીને ફૅશન-શોનો મતલબ સમજાવ્યો હતો અને ત્યાર બાદ તેઓ એટલાં ઉત્સાહી બની ગયાં હતાં કે બાળકોએ એકથી એક ચડિયાતી વેશભૂષા ધારણ કરી હતી.

બાળકોના ફૅશન-શો વિશે માહિતી આપતાં ફાઉન્ડેશનના ફાઉન્ડર નરેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ફાઉન્ડેશનના સભ્યોએ પૈસા ભેગા કરીને રસ્તા પર અને ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું એથી કાશીમીરા ગામમાં દરરોજ બપોરે ત્રણથી સાંજે પાંચ વાગ્યા સુધી તેમની સ્કૂલ શરૂ થાય છે. ૭૦ જેટલાં બાળકો અહીં ભણવા આવે છે અને ધીરે-ધીરે તેઓ ઍક્ટિવ થવા માંડ્યાં છે. તેઓ જમવાથી માંડીને બેસવા સુધીનું બધું સારી રીતભાતથી કરતાં થઈ ગયાં છે. તેઓ વાંચી શકે છે અને અનેક વિષય પર બોલી શકે એટલાં હોશિયાર બની રહ્યાં છે.’

આ બાળકોનું જીવન જોઈએ તો ખરેખર આપણી આંખમાં આંસુ આવી જાય એમ જણાવતાં નરેશ જૈન કહે છે, ‘જે મળે એ ખાવું પડે અને જ્યાં સૂવા મળે ત્યાં સૂઈ જવું પડે એવી તેમની હાલત હોય છે એટલે અમે સ્કૂલમાં તેમને ખાવાનું પણ આપીએ છીએ. નિવૃત્ત થયેલા એક ટીચર ખાસ તેમને ભણાવવા આવે છે. એ ટીચરે અમને સામેથી આવીને પોતાની ઇચ્છા દર્શાવી હતી. બાળકોમાં ઉત્સાહ આવે અને કંઈક સ્પેશ્યલ ફીલ કરે એટલા માટે અમે તેમને માટે ફૅશન-શોનું આયોજન કર્યું હતું. જોકે ફૅશન-શો એટલે શું એની તેમને ખબર જ નહોતી. અમે મોબાઇલ પર ફોટો લઈ ગયા અને તેમના પેરન્ટ્સને બતાવ્યા હતા. ત્યાર બાદ તેમને તૈયાર કરવાનો ખર્ચ અમે ઉપાડ્યો હતો. જોકે તેમને જે સમજાયું હતું એ જ તેમને બનવા કહ્યું હતું.’

બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો એમ જણાવતાં નરેશ જૈન કહે છે, ‘ફૅશન-શોમાં કોઈ બાળક મૅન્ગો બન્યો તો કોઈ ઍપલ, કોઈ સલમાન ખાન, કોઈ દૂધવાળો, કોઈ સબ્જીવાળી, કોઈ ગુજરાતી મહિલા, કોઈ ડોશીમા, કોઈ મચ્છીવાળી, કોઈ ટીચર, કોઈ હિરોઇન તો કોઈ ક્રિકેટર બન્યું હતું. બાળકોએ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ રૅમ્પ-વૉક કરીને તેમણે પોતાની ઓળખાણ આપીને તેઓ શું બન્યાં છે એ વિશે સ્પીચ આપી હતી. આ બાળકો ભલે રસ્તા પર રહેતાં હોય પણ જો તેમને વ્યવસ્થિત ભણાવાય તો તેઓ આગળ વધીને દેશનું નામ રોશન કરી શકે છે. બાળકો ફૅશન-શોમાં ભાગ લઈને ખૂબ ઉત્સાહી બન્યાં હતાં. પ્રોગ્રામમાં ત્યાર બાદ અન્ય બાળકોએ ડાન્સ અને ઍક્ટિંગ કરીને ધમાલ મચાવી હતી.’

- પ્રીતિ ખુમાણ ઠાકુર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK