ખાસ બાત - એક જ પ્રકારનો રોગ ધરાવતા આ કપલે એકસાથે સર્જરી કરાવીને એકબીજાને હેલ્ધી વૅલેન્ટાઇન્સ ગિફ્ટ આપી

શૈલેશભાઈ અને કાશ્મીરાબહેન બન્નેને વેરિકોઝ વેઇન્સની તકલીફ હતી. તેમણે વિચાર્યું કે સાથે જ ઑપરેશન કરાવી લઈએ અને ખાસ વૅલેન્ટાઇન્સ ડે પહેલાં જ કરાવીએ જેનાથી રોગમુક્ત હેલ્ધી વૅલેન્ટાઇન્સ ડે એકબીજાની સાથે ઊજવી શકાય. પોતાની પચાસી વટાવી ચૂકેલું આ કપલ દર વર્ષે વગર ચૂક્યે કરે છે વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી

valentine's Day


વૅલેન્ટાઇન્સ ડે તો ફક્ત જુવાનિયાઓ જ મનાવે એવી માન્યતા રાખતા હો તો ભાઈંદરમાં રહેતા ૫૬ વર્ષના શૈલેશ મહેતા અને ૫૩ વર્ષનાં તેમનાં પત્ની કાશ્મીરા મહેતાને મળવું જરૂરી છે. આ કપલને વેરિકોઝ વેઇન્સની તકલીફ હતી અને છેલ્લાં ૭-૮ વર્ષથી વૅલેન્ટાઇન્સ ડે પોતાની રીતે મસ્તીથી ઊજવતા આ કપલને લાગ્યું કે આ વખતે વૅલેન્ટાઇનની બેસ્ટ ગિફ્ટ તો એ જ હોઈ શકે કે આ તકલીફમાંથી એકસાથે મુક્તિ મેળવીએ. વળી વૅલેન્ટાઇન્સ ડે તો એકસાથે મસ્તીથી ઊજવી શકાય એ માટે આ બન્ને જણે ૪ ફેબ્રુઆરીએ વેરિકોઝ વેઇન્સનું લેઝર ઑપરેશન એકસાથે કરાવ્યું અને ૫-૭ દિવસમાં બન્ને એકદમ રિકવર થઈને આજે સાથે ફિલ્મ જોઈને અને બહાર ડિનર લઈને વૅલેન્ટાઇન્સ ડે ઊજવવાનાં છે.

આ બન્ને જણને જે બીમારી હતી એ વેરિકોઝ વેઇન્સ વિશે તેમનું ઑપરેશન કરનારા વૉકહાર્ટ હૉસ્પિટલ-મીરા રોડના વેરિકોઝ વેઇન્સના કન્સલ્ટન્ટ ડૉ. હિમાંશુ શાહ કહે છે, ‘પગની શિરાઓ એટલે કે લીલી દેખાતી નસોમાં જ્યારે લોહી ગંઠાવા માંડે ત્યારે પગમાં દુખાવો થાય, લોહીના પરિભ્રમણ પર અસર પડે અને જો એ આગળ વધે તો અલ્સર થાય કે બ્લીડિંગ થાય કે સોજા આવે. આ એક સામાન્ય રોગ છે જે લગભગ ૩૦ ટકા જેટલા લોકોમાં જોવા મળે છે, પરંતુ આ એક તકલીફદાયક રોગ છે.’

આજથી પાંચેક વર્ષ પહેલાંથી કાશ્મીરાબહેનને પગની તકલીફ શરૂ થઈ. એ માટે શૈલેશભાઈ તેમને સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર પાસે લઈ ગયા. એ દિવસને યાદ કરતાં કાશ્મીરાબહેન કહે છે, ‘મને તકલીફ હતી એના કરતાં બમણી તકલીફ તેમને હતી, પરંતુ તેઓ એ તકલીફ અવગણતા અને મારા માટે ચિંતા કરતા. જ્યારે ડૉક્ટર પાસે ગયાં ત્યારે મેં સામેથી ડૉક્ટરને કહ્યું કે મારા પતિને પણ તકલીફ છે જ, તમે તેમને પણ ચકાસો. ડૉક્ટરે જોયું ત્યારે ખબર પડી કે મારા કરતાં તેમને વધુ તકલીફ હતી.’

કાશ્મીરાબહેનને છેલ્લાં પાંચ વર્ષથી તો શૈલેશભાઈને છેલ્લાં ૮ વર્ષથી આ તકલીફ ચાલુ હતી. ધીમે-ધીમે એ વધતી ચાલી. ડૉક્ટરે તેમને લાંબા ગાળાની રાહત માટે લેઝર ઑપરેશન સજેસ્ટ કર્યું. આ કપલે વિચાર્યું કે કરાવવું છે તો વૅલેન્ટાઇન્સ ડે પહેલાં જ પતાવી દઈએ. પછીની બન્નેની રાહત અને વૅલેન્ટાઇન્સ ડે સાથે ઊજવીશું. હૉસ્પિટલના દિવસોની વાત કરતાં શૈલેશભાઈ કહે છે, ‘અમને બન્નેને એકબીજાનો સાથ મળે એટલે બસ. અમને પછી બીજી કોઈ વસ્તુની જરૂર નથી. મારી પત્નીને મેં કહ્યું હતું કે હૉસ્પિટલમાં નથી જતાં, આપણે તો પિકનિક મનાવવા જઈ રહ્યાં છીએ એમ જ સમજજે. ઑપરેશન અને એના પછીના કઠિન દિવસો પણ આ સાથને કારણે હસી-ખુશી પસાર કર્યા અમે.’

મૂળ ખેડબ્રહ્માના આ કપલને લગ્ન કરીને ૩૨ વર્ષ થઈ ગયાં. શૈલેશભાઈને લગ્ન પહેલાંથી જ કાશ્મીરાબહેન ખૂબ ગમતાં અને તેમણે નક્કી કરી લીધું હતું કે પરણીશ તો આ છોકરીને જ. કાશ્મીરાબહેનના ઘરે તેમણે લગ્નનું કહેણ મોકલ્યું અને બન્નેએ પ્રભુતામાં પગલાં માંડ્યાં. ત્યારથી લઈને અત્યાર સુધી આવેલા અસંખ્ય ઉતાર-ચઢાવમાં તેઓ એકબીજાના પ્રેમ અને હૂંફથી જ ટકી રહ્યાં છે. બન્નેને એક દીકરી છે જે પરિણીત છે અને દીકરો ભણે છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે વૅલેન્ટાઇન્સ ડે તો ફક્ત યુવાનો જ ઊજવે ત્યારે સામે થતાં કાશ્મીરાબહેન કહે છે, ‘અમે કંઈ ઘરડાં લાગીએ છીએ તમને? આ દિવસ ખૂબ સરસ છે અને દરેક કપલે મનાવવો જ જોઈએ. જીવનસાથીનો સાથ ઊજવવાનો આ સુવર્ણ અવસર છે. એને શા માટે ન ઊજવવો? અમને બન્નેને એ ઊજવવો ગમે છે એટલે અમે ઊજવીએ છીએ.’

પોતાની લાઇફટાઇમ વૅલેન્ટાઇન જોડે સહમત થતાં શૈલેશભાઈ કહે છે, ‘પ્રેમની ઉજવણીમાં ઉંમર બાધ્ય કેવી રીતે બની શકે? જો અમે બન્ને સાથે હોઈએ તો અમને તો જંગલ પણ સ્વર્ગ જ લાગે, છતાં કોઈ એક દિવસને જો કંઈક વિશેષરૂપે ઊજવીએ અને એકબીજાના સાથની આ ઉજવણીને બિરદાવીએ એમાં ખોટું શું છે? એ હકીકત છે કે અમને બન્નેને વૅલેન્ટાઇન્સ ડે ઊજવવાની ખૂબ મજા પડે છે અને અમે એને ઊજવતાં રહીશું.’

- જિગીષા જૈન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK