ખાસ-બાત : મનમોહન સિંહની પ્રામાણિકતા ને શરમાળ પ્રકૃતિ પર સવાલ ઊઠે છે

૧૩ વર્ષમાં ૧૩મી વાર હું મારું વૈકલ્પિક બજેટ રજૂ કરી રહ્યો છું અને હા, આઇઆઇપીએમના સ્થાપક નિયામક ડૉ. મલય ચૌધરી તો મેં શરૂઆત કરી એનાં ઘણાં વષોર્ પહેલાંથી જ વિકલ્પો રજૂ કરતા આવ્યા છે, અને અમે સંયુક્ત રીતે લખેલું પુસ્તક ‘ધ ગ્રેટ ઇન્ડિયન ડ્રીમ’ પણ આ વિશેની વિસ્તૃત માહિતી આપતું રહ્યું છે. એવા ઘણા ઓછા પ્રસંગો આવ્યા છે જ્યારે મને ભારતના ભાવિ માટે આશાવાદી બનાવી શકે એવા પ્રસ્તાવો નાણામંત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હોય. મોટા ભાગના પ્રસંગોએ બજેટો ધારણાઓથી ભરપૂર અને નિષ્ફળતાને વરે તેવાં જ હોય છે.અરિંદમ ચૌધરી


૨૦૦૪માં ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન બન્યા ત્યારે તેમની પાસે વહીવટ અને અર્થતંત્રના અસામાન્ય અનુભવો હતા. તો પછી ખોટું શું થયું? ન કેવળ ડૉ. મનમોહન સિંહ નૅશનલ ઍડવાઇઝરી કાઉન્સિલ દ્વારા તૈયાર કરવામાં આવેલી ક્રેઝી અને તોફાની યોજનાઓને નકારી કાઢવામાં વારંવાર નિષ્ફળ રહ્યા છે, પરંતુ છેલ્લાં નવ વર્ષથી તેઓ રહસ્યમય રીતે મૌન જાળવી રહ્યાં છે અને આપણામાંનો કોઈ જાણતો નથી કે તેઓ કેટલી દરકાર કરે છે. હવે તો લોકો તેમની પ્રામાણિકતા અને શરમાળ પ્રકૃતિ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

તો પછી ડૉ. મનમોહન સિંહ પાસે ભારત માટે ખરેખર કયા વિકલ્પો છે? મને આ કહેતાં ધિક્કાર જન્મે છે છતાં કહેવું પડે છે કે વર્ષ ૨૦૦૪થી યુપીએ સરકાર દ્વારા આર્થિક વૃદ્ધિને વેગ આપવા એક પણ મોટું પગલું લેવામાં આવ્યું નથી. આપણો જીડીપી - વૃદ્ધિદર નીચે પટકાયો છે. તાજેતરના આંકડા સંકેત આપી રહ્યા છે કે ૨૦૧૨-’૧૩ના નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિદર ફક્ત ૫.૪ ટકા રહેવાનો છે. હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે ભારતનું અર્થતંત્ર વાર્ષિક ૧૦ ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. ખરેખર તો આપણે જેને સહેલાઈથી હાંસલ કરી શકીએ છીએ તે પાંચ ટકાનો જીડીપી  વૃદ્ધિદર ગુમાવી રહ્યા છીએ. હાલમાં ભારતનો જીડીપી બે ટ્રિલ્યન ડૉલર છે અને એના પાંચ ટકા ૧૦૦ બિલ્યન ડૉલર થાય. એનો અર્થ એ કે ફક્ત બે વર્ષમાં ભારતીય અર્થતંત્રે ૨૦૦ બિલિયન ડૉલર જેટલી આવક અથવા તો સંભવિત જીડીપી ગુમાવી દીધો હતો. આ પ્રકારે થયેલી આવકનો સમગ્ર પેઢી માટેની કલ્યાણ યોજનાઓમાં ઉપયોગ કરી શકાયો હોત.

જોકે આ ‘લાસ્ટ ચાન્સ બજેટ’માં ડૉ. મનમોહન સિંહ અને ચિદમ્બરમને મારો મુખ્ય પ્રસ્તાવ અને સ્પષ્ટ સૂચન એ છે કે ભ્રષ્ટાચારને ડામો અને દેશની ન્યાયપ્રણાલીને સક્રિય બનાવો. આક્રોશ ઘણો છે અને જનતા હવે વધુ માફી આપવા માટે તૈયાર નથી. રાષ્ટ્રવ્યાપી આક્રોશ જન્માવનાર દિલ્હીના જઘન્ય ગૅન્ગ-રેપની ઘટનાને જ યાદ કરી જુઓ. અપરાધીઓમાં ભયની સ્થાપના કરે એવી સજાના અભાવના કારણે આ પ્રકારના કેસો અવારનવાર બનતા રહે છે. અને આ દેશને આર્થિક તથા શારીરિક બળાત્કારોમાંથી મુક્ત કરાવી શકવાની ચાવી સક્રિય ન્યાયતંત્ર પાસે રહેલી છે. સક્રિય ન્યાયતંત્ર ભારતમાં ભ્રષ્ટાચારની મુખ્ય સમસ્યા પણ ઉકેલી નાખશે.

ભ્રષ્ટાચાર અને લાલચ વિશ્વવ્યાપી છે, પરંતુ ભારત કરતાં અમેરિકામાં તે સામાન્ય જનતાને ઓછા સ્પર્શે છે, કારણ કે અમેરિકાની ન્યાયપ્રણાલી ઘણી સક્રિય છે. અમેરિકામાં ભારતની સરખામણીએ દર દસ લાખ લોકોએ ન્યાયાધીશોની સંખ્યા ૧૦ ગણી છે. જો આપણે આ પ્રકારનાં ધોરણો સ્થાપિત કરવાં હશે તો આપણા દેશને એક લાખથી વધુ વધારાના ન્યાયાધીશોની જરૂર છે. આ લક્ષ્યાંક પાંચ વર્ષના સમયગાળામાં સહેલાઈથી હાંસલ કરી શકાય એમ છે. દર વર્ષે વધારાના ૨૦ હજાર ન્યાયાધીશોની નિયુક્તિ માટે આપણે દર વર્ષે ૬૦૦૦ કરોડ રૂપિયાની રકમની જોગવાઈ કરવી પડશે. એમ ધારી લેવામાં આવે કે એક ન્યાયાધીશ અને તેમના ઑફિસના સહાયકો પાછળ વાર્ષિક ૩૦ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ નહીં થાય, તેથી હું પ્રસ્તાવ મૂકું છું કે આપણે વિશેષ ફાસ્ટ-ટ્રૅક અદાલતોની તાકીદે સ્થાપના માટે ઓછામાં ઓછા ૬૦૦૦ કરોડ રૂપિયાની અલગ જોગવાઈ કરવી જોઈએ. આ અદાલતો માટે હું અનુભવી વકીલો અને તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ન્યાયાધીશોને ફરી કાર્યરત થવા નિયુક્ત કરી શકું છું. આ અદાલતોએ વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ વિરદ્ધના ભ્રષ્ટાચારના કેસો ચલાવવા જોઈએ અને એક વર્ષમાં સુનાવણી પૂરી કરી ચુકાદો જાહેર કરી દેવો જોઈએ. દોષિત ઠરનારા રાજકારણી કે વરિષ્ઠ અધિકારીઓને જાહેર જીવનમાં પ્રતિબંધિત કરી દેવા જોઈએ અને તેમની સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ. જ્યારે આમ થશે ત્યારે તમામ ભ્રષ્ટાચારીઓને આકરો સંદેશો જશે. મહેરબાની કરીને એમ કહેતા નહીં કે ભારત પાસે દર વર્ષે ૬૦૦૦ કરોડ રૂપિયાની રકમ અલગ ફાળવવાની જોગવાઈ નથી. જો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તેમના એક વિદેશપ્રવાસ પાછળ ૧૮ કરોડ રૂપિયાના ખર્ચ કરી શકતાં હોય તો આ નિર્ણયના અમલ માટે આપણા દેશ પાસે પૂરતાં નાણાં છે.

ડૉ. મનમોહન સિંહ અને ચિદમ્બરમ માટેના મારા મગજમાં રહેલા અન્ય પ્રસ્તાવોની ભાંજગડમાં હું પડવા માગતો નથી. અમારા પ્રકાશન ‘ધ સન્ડે ઇન્ડિયન’ની વેબસાઇટ પર તમે મારા છેલ્લા વૈકલ્પિક બજેટ પર નજર નાખી શકો છો. (http://www.thesundayindinan.com/en/story/a-budget-for-rahul-gandhi/71/30890/) ને ‘કી રિસોર્સ અલોકેશન્સ’ વિભાગમાં વષોર્થી મેં આપેલાં મારાં સૂચનોના સારા વિચારો તમે જાણી શકો છો. હું તો ફક્ત એટલું જ કહેવા માગું છું કે આ તમામ બાબતો શક્ય છે. મારો કહેવાનો અર્થ એ છે કે જો આપણે  વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતીયને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી શકતા હોય તો આપણે આ સરળ અને પાયાની બાબતો તો સહેલાઇથી હાંસલ કરી શકીએ છીએ. તેથી હું ડૉ. મનમોહન સિંહને એક સરળ વિનંતી કરવા માગું છું. છેલ્લાં નવ વર્ષમાં તમે એક બિનકાર્યક્ષમ અને બિનનેતા તરીકેની જ છાપ ઊભી કરી છે. તમે એ પણ જાણો છો કે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલાં વોટ ઑન અકાઉન્ટ હાથ ધરશે એથી તમારી પાસે વડા પ્રધાન તરીકે બજેટ રજૂ કરવા માટે ૨૦૧૩માં આ છેલ્લી તક છે. હું તમારા દેશપ્રેમ અને ફરજ પ્રત્યેની લાગણીને જ નહીં, પરંતુ તમારી ઇતિહાસ અને તમારા ગર્વની લાગણીને પણ અપીલ કરું છું. તમને પોતાને સાબિત કરવા માટે તમારી પાસે આ છેલ્લી તક છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK