ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજે એટલો વરસતો નથી

સામાન્ય રીતે મારા માટે બીજા મિડિયાપંડિતોની જેમ શંકાશીલ થવું મુશ્કેલ છે, પરંતુ ૨૦૧૦ પછી અનેક રાજ્યોમાં થયેલી ચૂંટણીનાં પરિણામો પર નજર કર્યા પછી હું એક દુખદ તારણ પર આવ્યો છું કે ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજે એટલો વરસતો નથી અને એને વધુપડતો ચગાવવામાં આવે છે.


અરિંદમ ચૌધરી


કર્ણાટકમાં લોકાયુક્ત જસ્ટિસ સંતોષ હેગડેએ એ વખતના મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાના નેતૃત્વ હેઠળ BJP સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. એ પછી યેદિયુરપ્પાએ રાજીનામું આપી દેવું પડ્યું હતું. એક મહત્વની હિલચાલમાં કર્ણાટક હાઈ ર્કોટે યેદિયુરપ્પા સામે મૂકવામાં આવેલા કેટલાક આરોપોને નકારી કાઢ્યા હતા. આમ છતાં યેદિયુરપ્પા સાથે BJPના ટોચના નેતાઓએ ખોટો વ્યવહાર કર્યો હતો અને તેમણે અકળાઈને તથા હતાશ થઈને પક્ષ છોડીને પોતાની નવી પાર્ટી રચી હતી. યેદિયુરપ્પાએ BJPને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં ઊંધા માથે પછાડી છે. તેમણે એવો પેંતરો રચ્યો હતો કે BJP ખૂબ ખરાબ રીતે હારે. હવે ગયા વર્ષે હિમાચલ પ્રદેશમાં શું થયું એ જુઓ. પોતાની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા હોવા છતાં કૉન્ગ્રેસે મુખ્ય પ્રધાનપદ માટે વીરભદ્ર સિંહ પર જ પસંદગી ઉતારી. ખરડાયેલા વીરભદ્ર સિંહે કૉન્ગ્રેસનું કુશળતાપૂર્વક નેતૃત્વ કર્યું અને પછી મુખ્ય પ્રધાન બની ગયા.

હા, સપાટી પરનું વિશ્લેષણ છે અને બીજાં અનેક પરિબળોએ હિમાચલ અને કર્ણાટકનાં પરિણામો પાછળ મોટી ભૂમિકા ભજવી છે, પરંતુ તમે એ દુખદ તારણથી પીછો ન છોડાવી શકો કે ભ્રષ્ટાચાર એ વધુપડતો ચગાવાતો ચૂંટણીનો મુદ્દો છે અને ભારત માટે આ ખૂબ ખરાબ સમાચાર છે. રાજકારણીઓ ચૂંટણીમુદ્દા તરીકે ભ્રષ્ટાચારને વધુપડતો ચગાવે છે એવી મારી પૂર્વધારણાનો દેખીતો પુરાવો પંજાબથી મળે છે. અકાલી દળ અને BJPની સરકાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મુકાયા હતા. મોટા ભાગના રાજકીય પંડિતો અને ઓપિનિયન પોલ્સે કૉન્ગ્રેસના હાથમાં વિજયમુગટ મૂકી જ દીધો હતો અને પછી શું થયું? અકાલી દલ અને BJPની ખરડાયેલી જોડી ઐતિહાસિક વિજય સાથે જીતી ગઈ અને કૉન્ગ્રેસ અને અમરિન્દર સિંહે ઘરે બેસવાનો વારો આવ્યો.

મહારાષ્ટ્રમાં જ જુઓને. કૉન્ગ્રેસ અને NCPનું ગઠબંધન શાસન અને ભ્રષ્ટાચારની દૃષ્ટિએ દેશની સૌથી બદતર કહી શકાય એવી સરકાર ચલાવી રહ્યું છે અને શરમજનક રીતે રાજ્યમાં દર વર્ષે ખેડૂતોની આત્મહત્યાઓ વધી રહી છે એમ છતાં આ ગઠબંધન ચૂંટણીઓમાં વિજયી બની રહ્યું છે. તામિલનાડુ પર પણ એક નજર નાખો. ત્યાં ભ્રષ્ટાચારને કારણે મતદારોએ DMK સરકારને સજા કરી હતી, પરંતુ પ્રચંડ જનમત સાથે ચૂંટાઈ આવેલાં જયલલિતા પણ ભ્રષ્ટાચારના એટલા જ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યાં છે. શ્ભ્ખ્ની સરકાર ઘણી અપ્રિય બની ચૂકી છે અને ભારતનો સરેરાશ મતદાર કૉન્ગ્રેસ અને એનાં અનંત કૌભાંડોથી એટલો બધો નારાજ છે કે BJPના નેતૃત્વ હેઠળના ગઠબંધન NDA માટે આગામી લોકસભાની ચૂંટણી જીતવી ઘણી સરળ બનવી જોઈએ, પરંતુ અત્યારે તો એમ બનતું લાગતું નથી. એનું કારણ છે BJPની યાદવાસ્થળી. હવે એ બાબત સ્પષ્ટ છે કે દિલ્હીસ્થિત કેટલાક જૂના જોગીઓ જેવા નેતાઓ લોકપ્રિય પ્રાદેશિક નેતાઓને આગળ આવવા દેવા ઇચ્છતા નથી. જે રીતે પાર્ટીની ટોચની નેતાગીરી નરેન્દ્ર મોદીના ઇશ્યુને હાથ ધરી રહી છે એ આ બાબતનો સ્પષ્ટ સંકેત આપે છે. ભૂતકાળમાં નજર નાખો. વાસ્તવિકતા સાથે સંકળાયેલા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહની હકાલપટ્ટી સુનિશ્ચિત કરી દીધી હતી એવી જ રીતે મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવાનો તખ્તો તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બાબુલાલ મરાન્ડીને પણ આવી જ રીતે બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાને પણ આ જ નેતાગીરીએ તગેડી મૂક્યા હતા.

BJPની ટોચની નેતાગીરી માટે જાગવાનો અને વાસ્તવિકતા સ્વીકારવાનો હજી પણ સમય છે, પરંતુ તેઓ આ વાસ્તવિકતાઓનો સ્વીકાર કરશે ખરા?

BJP = ભારતીય જનતા પાર્ટી

NCP = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

UPA= યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ

NDA = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ

 DMK = દ્રવિડ મુન્નેત્ર કઝઘમ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK