ખાસ બાત - ઘાટકોપરના પરિવારની સમૂહ રક્ષાબંધનની ઉજવણીમાં ચાર જનરેશન ભેગી થઈ, ૩૫૦ રાખડીઓ બંધાઈ

ઘાટકોપર (ઈસ્ટ)ના નાથપૈનગરમાં રહેતા બારભાયા પરિવારે રવિવારે સાંજના એક પાર્ટી-હૉલ બુક કરીને એમાં ચાર જનરેશનની સમૂહ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. એમાં ૧૫ મહિનાના બાળકથી લઈને ૭૫ વર્ષના વડીલો સુધીના સૌએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.

rakhi


સમૂહ રક્ષાબંધનના આયોજન વિશે માહિતી આપતાં કાર્યક્રમની મુખિયા દીપાલી શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પપ્પા વસંતલાલ રતિલાલ બારભાયાએ ચાર વર્ષ પહેલાં અમારાં ભાઈ-બહેનો સમક્ષ સમૂહ રક્ષાબંધન ઊજવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો જે તેમના મૃત્યુને કારણે અને પરિવારમાં ચાર વર્ષથી બની રહેલા નરસા પ્રસંગોને લીધે અમે અમલમાં મૂકી શક્યા નહોતા. આખરે રવિવારે અમે પપ્પાની ઇચ્છા પૂરી કરવામાં સફળ રહ્યા હતા.’

આખા કાર્યક્રમની રૂપરેખા સંબંધી વાત કરતાં આખા આયોજનમાં દીપાલીનો ટેકો બની રહેલા હિતેશ બારભાયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એકસાથે ૩૫૦ રાખડીઓ બંધાઈ હોય એવો અમારા પરિવાર માટે તો આ પહેલો પ્રસંગ હતો. એમાં ફક્ત ભાઈઓને જ નહીં, ભાભીઓને પણ નણંદોએ રાખડી બાંધી હતી. આ પ્રસંગે સૌથી મોટા ભાઈ ૭૫ વર્ષના હતા, જ્યારે સૌથી નાનો ભાઈ ૧૫ મહિનાનો હતો. સૌથી મોટી બહેન ૭૦ વર્ષની હતી તો સૌથી નાની બહેન પાંચ જ મહિનાની હતી. આમ આ એક અનોખો પ્રસંગ હતો.’

આ પ્રસંગે ફક્ત રક્ષાબંધનની ઉજવણી જ નહોતી થઈ, વિવિધ અવૉર્ડ પણ આપવામાં આવ્યા હતા. એમાં લીમડીથી સ્પેશ્યલ આ ફંક્શન માટે આવેલી બારાભાયા પરિવારની દીકરી બીના અને જમાઈ રમેશ ગાંધીને સરપ્રાઇઝ એન્ટ્રી અવૉર્ડ આપવામાં આવ્યો હતો. પરિવારની દીકરી શીતલ તેજસ શાહને ટ્રિપ્લેટï્સ બેબીઓ છે. તેને સુપરમૉમનો ખિતાબ આપવામાં આવ્યો હતો. વડીલોનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. બાળતપસ્વીઓ સિદ્ધાર્થ, આગમ અને દીપિકાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

આ બધી માહિતી આપતાં દીપાલી શાહે કહ્યું હતું કે ‘આ સિવાય રાખડીસ્પર્ધા રાખી હતી. બાળકો માટે રમતોનું આયોજન કર્યું હતું. સૌથી સુશોભિત રાખડીને ઇનામ આપ્યું હતું. નાના બાળકથી લઈને મોટા જમાઈએ રક્ષાબંધન પર સ્પીચ આપી હતી.’

- રોહિત પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy