ખાસ બાત - બૅન્ગલોરની સ્ટેડિયમ રનમાં મિનિમમ કરતાં વધારે કલાક દોડી લોઅર પરેલની આ લેડી

૧૨ કલાકમાંથી કમસે કમ ૧૦ કલાક ઑન-ટ્રૅક રહેવાનું હતું, પણ અપેક્ષા શાહ ૧૧ કલાક ૩૦ મિનિટ દોડી : ૪૦૦ મીટરના ૨૦૩ લૅપ પૂરા કરીને ૮૧.૨ કિલોમીટર ભાગી

amekha shah


બૅન્ગલોરના કાન્તિરાવ સ્ટેડિયમમાં યોજાયેલી સ્ટેડિયમ રનમાં લોઅર પરેલની અપેક્ષા શાહ સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકના ગાળામાં ૪૦૦ મીટરના ૨૦૩ લૅપ્સ પૂરા કરીને કુલ ૮૧.૨ કિલોમીટર દોડી હતી. સ્ટેડિયમ રનના નિયમ પ્રમાણે ૧૨ કલાકના દોડવીરોએ કમસે કમ ૧૦ કલાક તો ઑન-ટ્રૅક રહેવાનું જ હતું ત્યારે અપેક્ષા કુલ ચાર વખત ૬થી ૮ મિનિટનો બ્રેક લઈને ૧૧ કલાક ૩૦ મિનિટ દોડતી રહી હતી.

બૅન્ગલોરમાં ત્રીજી વખત યોજાયેલી આ રનમાં ૧૨ કલાકની કૅટેગરીમાં કુલ ૨૯ રનર દોડ્યા હતા જેમાં ત્રણ સ્ત્રી-દોડવીર હતી તો ૨૪ કલાકની રનમાં ૨૦ રનર હતા જેમાં બે ફીમેલ રનર હતી. ૩૬ કલાકની મોસ્ટ ટફ રનમાં પાંચ ફીમેલ રનર સાથે કુલ ૩૨ દોડવીરોએ ભાગ લીધો હતો. ૧૨ કલાક અને ૩૬ કલાકની સ્ટેડિયમ રન ગઈ કાલે સવારે ૬ વાગ્યે શરૂ થઈ હતી. એમાં ૧૨ કલાકની રન કાલે સાંજે ૬ વાગ્યે પૂરી થઈ હતી, જ્યારે ૩૬ કલાકની સ્ટેડિયમ રન આજે સાંજે ૬ વાગ્યે સમાપ્ત થશે. ૨૪ કલાકની સ્ટેડિયમ રન ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે શરૂ થઈ હતી જે આજે સાંજે પાંચ વાગ્યે પૂરી થશે.

સવારના ખુશનુમા વાતાવરણમાં શરૂ થયેલી સ્ટેડિયમ રન દરમ્યાન બપોરના બહુ ગરમી હતી. ૩૩ વર્ષની દોડવીર અપેક્ષા શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘ગરમી દરમ્યાન દોડવું થોડું અઘરું પડ્યું, પણ બહુ પ્રૉબ્લેમ ન આવ્યો. અમે બધા સ્પર્ધકો દોડતાં-દોડતાં પાણી અને એનર્જી-ડ્રિન્ક પીતા રહેતા હતા.’

ધોળાવીરાની ટ્રેઇલ રનમાં રણમાં દોડી ચૂકેલી, શિમલાની અપહિલ રન દરમ્યાન ગ્રીન ડુંગરાઓમાં દોડી ચૂકેલી તેમ જ અનેક મૅરથૉન, ડ્યુઅલથૉન (રનિંગ અને સાઇક્લિંગ) મળીને અત્યાર સુધી ૧૩ અને ૧૪મી સ્ટેડિયમ રન દોડી ચૂકેલી અપેક્ષા તેના સ્ટેડિયમ રનના અનુભવ વિશે વાત કરતાં કહે છે, ‘બીજી દોડ કરતાં આ દોડ ઘણી ડિફરન્ટ હતી. હું તો કહીશ કે આ ફિઝિકલ કરતાં મેન્ટલ ટેસ્ટ હતી, કારણ કે અમે સતત એક જ પ્લેસ પર દોડી રહ્યા હતા. જોકે અમે બધા દોડવીરો એકબીજાને પ્રોત્સાહન આપી રહ્યા હતા. હું ખૂબ-ખૂબ હૅપી છું, કારણ મેં મારો પર્સનલ રેકૉર્ડ કર્યો અને જે ટાર્ગેટ રાખ્યો હતો એ વિના વિઘ્ને કમ્પ્લીટ કરી શકી.’

- અલ્પા નિર્મલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK