ઉત્તરાખંડ જેવી ઘટના ટાળવા માટે સરકારે એનો એજન્ડા અને અપ્રોચ બદલવો પડશે

ઉત્તરાખંડમાં હાલમાં જે કંઈ ચાલી રહ્યું છે એ અત્યંત કાળજું કંપાવનારું અને હૃદયદ્રાવક છે.અરિંદમ ચૌધરી

પૂરને કારણે ભયંકર તબાહી મચી ગઈ છે અને ઘણા લોકો એમાં માર્યા ગયા છે. હજી પણ હજારો માણસો ત્યાં ગુમ છે અને તેમના કોઈ ખબર મળી રહ્યા નથી. કેટલાય લોકો શરણાર્થીઓ બન્યા છે અને કેટલાયને ઘરવિહોણા બનીને જીવન ગુજારવું પડે એવી સ્થિતિ છે. મને અત્યારે આશ્ચર્ય એ વાતનું થઈ રહ્યું છે કે આપણી ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની કાર્યદક્ષતા આંતરરાષ્ટ્રીય કક્ષાની છે કે કેમ? અથવા તો એ અનિવાર્ય ધારાધોરણો માટેની પણ છે કે નહીં? લેખિતમાં તમે જોવા જાઓ તો ઉત્તરાખંડમાં આ હોનારતને પગલે બચાવની કામગીરી માટે સરકારે દસ હજાર સૈનિકોને તહેનાત કર્યા છે. તેમને ખોરાક, દવા અને કપડાં સાથે અહીં મૂકવામાં આવ્યા છે. તેમને એ ઉપરાંત ૧૮ હેલિકૉપ્ટર્સ અને ટ્રાન્સર્પોટ ઍરક્રાફ્ટ પણ આપવામાં આવ્યાં છે. જે કોઈ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યું છે તેના પરિવારજનોને એક લાખ રૂપિયાની રોકડ સહાય અને જેમનાં મકાનો ખલાસ થઈ ગયાં છે અને જેમને નાનું-મોટું નુકસાન થયું છે તેમને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. એ રીતે કુલ ૧૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકાર જે રીતે આ કામમાં આગળ વધી રહી છે એ જોતાં એનાથી પ્રભાવક અસર નીપજી રહી છે.

પરંતુ હું અન્ય વિકાસશીલ દેશો સાથે ભારતની સ્થિતિની અહીં સરખામણી કરતાં મારી જાતને રોકી શકતો નથી. મને એ વાતની પણ શંકા હવે જઈ રહી છે કે બીજા કોઈ દેશમાં આવું થયું હોય તો પહેલા જ ધડાકે આ રીતે આટલી મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોત ખરી? આ વર્ષે મે મહિનામાં અમેરિકામાં બે મોટાં-મોટાં વાવાઝોડા આવ્યાં હતાં. એમાં ગણીને પંદર જણ મૃત્યુને ભેટ્યા હતા અને એ પણ જ્યાં એની સૌથી વધુ બૂરી અસર હતી ત્યાં જ મૃત્યુ નોંધાયાં હતાં.

બિહારમાં ૨૦૦૮માં આવેલા વિનાશક પૂરમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૩૦ લાખ લોકો ઘરબારવિહોણા બની ગયા હતા અને ત્રણ લાખ ઘરો બરબાદ થઈ ગયાં હતાં. સૅન્ડી વાવાઝોડું અમેરિકામાં ૨૪ રાજ્યોમાં ફરી વળ્યું હતું અને એના કારણે મૃત્યુનો આંક ફક્ત ૪૭ હતો.

વૈશ્વિક સ્તરે ઘણાં રાષ્ટ્રો આ પ્રકારની હોનારતો સામે લડવા માટે અને એનાથી ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થાય એ જોવા માટે પૂરતી તૈયારીઓ કરતાં હોય છે. ઑસ્ટ્રેલિયાએ ઑસ્ટ્રેલિયન હેલ્થ મૅનેજમેન્ટ પ્લાન ફૉર પેન્ડેમિક ઇન્ફ્લુએન્ઝા નામની ફક્ત ઇન્ફ્લુએન્ઝા રોગ માટે જ એક યોજના બનાવેલી છે. એમાં એ ઍન્ટિ-વાઇરલ વેક્સિનેશન પર ભાર આપે છે. એમાં ણ્૫ણ્૧ એવિયન ઇન્ફ્લુએન્ઝા વેક્સિનેશન દરેક સ્ટોરમાં ઉપલબ્ધ બને એ માટે પ્રયાસ કરે છે. એ જ રીતે બ્રાઝિલે પણ તાજેતરમાં શહેરીકરણ માટે એક દરખાસ્ત રાખી છે. એણે ઇમારતો ચણવા માટે અને જમીનનો ઉપયોગ એ રીતે કરીને ખાસ કરીને ધરતીકંપ જેવી દુર્ઘટનાઓમાં ઓછાંમાં ઓછાં મૃત્યુ થાય એની તકેદારી રાખવી શરૂ કરી છે.

ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવે ત્યારે એની સામે લડવા માટે એની કોઈ દેખીતી તૈયારી હોતી નથી. એમાં પણ આપણા દેશમાં કુદરતી આફતો મોટા ભાગે વારંવાર આવતી રહે છે. એના કારણે સખત નુકસાન થતું રહે છે. ઘણા લોકોનાં મૃત્યુ થાય છે. સંખ્યાબંધ લોકોને ઘરબારવિહોણી જિંદગી જીવવી પડે છે. કેન્દ્ર સરકાર પણ રાહતફાળામાંથી ફન્ડ આપીને સંતોષ માની લે છે. સરકાર જે રીતે દરેક હોનારત વખતે નાણાં વહેવડાવે છે એના કારણે એની તિજોરી પર અસર થાય છે. રાજ્ય સરકારો એનાથી તકલીફમાં આવતી નથી, પણ એ ઘણી વખત નાદાર બની જાય છે. તેથી ઉત્તરાખંડ જેવી ઘટનાઓ અને અનુભવો ટાળવાં હોય તો સરકારે હોનારતો બાબતનો એનો એજન્ડા અને અપ્રોચ બદલવા પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK