સેબી અને સહારા વચ્ચેના કાનૂની જંગમાં કોણ સાચું અને કોણ ખોટું?

આ વર્ષે એપ્રિલમાં મેં સહારા ગ્રુપ સામે સેબી જે રીતે તિરસ્કારયુક્ત વર્તન કરે છે એ બાબતે વિગતવાર લખ્યું હતું. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની વિરુદ્ધમાં સહારાએ સેબીના અગાઉના દાવાઓ અને આદેશ સામે પડકાર ફેંક્યો એ વિશે લખાયું હતું અને હવે એ આપણા બંધારણની વિરુદ્ધમાં પણ જતું હતું.અરિંદમ ચૌધરી

પહેલાં તો આપણે એ જાણીએ કે સેબી અને સહારા વચ્ચે શું સમસ્યા છે? એ આ સમસ્યાને ફોકસમાં રાખીને મેં એક લેખ લખ્યો હતો. સહારા જૂથ કે જેણે OFCD (ઑપ્શનલી ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ) ૨૦૦૧થી જારી કયાર઼્ હતાં એ જરૂરી સરકારી પરવાનગીને કારણે અટવાયાં હતાં. એ પછી સેબી વચમાં આવી હતી અને નવેમ્બર, ૨૦૧૦માં આ વિશે તેણે મનાઈહુકમ આણ્યો હતો. સહારાની બે લિસ્ટેડ કંપનીઓ સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ અને સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કૉર્પોરેશન લિમિટેડ દ્વારા આ બે OFCD  ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. મજાની વાત એ છે કે સરકારે સ્પષ્ટ કહેલું કે આ બાબતમાં સેબીની કોઈ ભૂમિકા રહેતી નથી તેમ છતાં પણ સેબીએ દરમ્યાનગીરી કરી હતી.

અંતે ઑગસ્ટ ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે કમનસીબે એવો ચુકાદો આપ્યો હતો કે સહારાએ તેણે જે રોકાણકારો પાસેથી OFCD  માટે નાણાં લીધાં છે એ વ્યાજ સાથે ચૂકવી આપવાં જોઈએ. હકીકત તો એ  છે કે સુપ્રીમ કોર્ટના કેટલાક ઑગસ્ટના ચુકાદા બાબતનાં તારણો રીતસરનાં ખોટાં હોય તેમ લાગે છે. ભારતને રોકાણ વિશે સમજવાને બદલે રોકાણકારોને શહેરો પ્રમાણે ઓળખવામાં આવે છે. (સુપ્રીમ કોર્ટના જજે નોંધ લીધા પછી કહ્યું કે સહારાના OFCDના રોકાણકારો હરિદ્વાર તરીકે છે. તેમણે કહ્યું હતું કે તેમાં  કોઈએ અલાહાબાદ, આગ્રા, બૅન્ગલોર, ચેન્નઈ કે તિરુપતિને વ્યક્તિગત નામો તરીકે જોયાં નથી.) સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ ના કર્યું કે તેમાં કેટલા રૂપિયા ફસાયેલા છે. (આ ફિગર ૨૭,૦૦૦ કરોડ રૂપિયાથી ૪૦,૦૦૦ કરોડ રૂપિયા સુધીના છે.) જજો ઘણી રીતે આ કેસમાં બુનિયાદી તારણો પર આવ્યા નથી.

એટલું જ નહીં, પણ સુપ્રીમ કોર્ટના આદેશને કારણે સેબી આગળ વધી અને તેણે આ કેસમાં સંડોવાયેલી સહારાની બે કંપનીઓની સ્થાવર અને જંગમ મિલકતોને ટાંચમાં લેવાનું પણ શરૂ કરી દીધું. એટલું જ નહીં, પણ તેણે ગ્રુપની અન્ય કંપનીઓને પણ ટાંચમાં લેવા માંડી છે. સેબી દ્વારા કરવામાં આવી રહેલી આ મગજવિહોણી રીતભાત મૂડીવાદી માનસિકતા બતાવે છે અને ગ્રુપ એન્ટિટી તેમ જ શૅરહોલ્ડર વચ્ચેની વિશ્વસનીયતાનો ભંગ દર્શાવે છે. સેબીની આ હિલચાલ ભારતીય કંપની કાયદાનું સરેઆમ ઉલ્લંઘન પણ કરે છે.

કૅપિટાલિસ્ટ બિઝનેસનો સિદ્ધાંત એ હોય છે કે કોઈ સંવેદનશીલ રોકાણકારો ભારતીય કંપનીમાં રોકાણ કરે નહીં જો તે સેબીનાં સ્થાપિત ધોરણો પ્રમાણે ચાલે તો. તેમાં પણ સેબીની લાઇન ઓળંગી જ જવાય. એક કારણ એ પણ છે કે કંપનીના નુકસાનને શૅરહોલ્ડરો પાસેથી રિકવર કરી શકાય તેમ નથી કે ના તો કંપનીના બીજા ગ્રુપમાંથી એ નુકસાન પાછું મેળવી શકાય છે.

પણ સેબી તો તેમ જ કરવા માગે છે. તેણે ૩૦ જુલાઈ, ૨૦૧૩એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને સખત રીતે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે સુબ્રતો રૉય-સહારા સામે પગલાં લેવાં જોઈએ, કેમ કે તેમણે દેશની સર્વોચ્ચ અદાલતનો અનાદર કરેલો છે અને તેમાં પણ તે સહારા નામની કંપનીમાં  સિત્તેર ટકા શૅરહોલ્ડિંગ ધરાવે છે તેથી તેમની સામે પણ કામ ચલાવવું જોઈએ. હકીકતમાં તો સુબ્રતો રૉય આ બધી કંપનીના ડિરેક્ટર નથી અને તેના માટે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં. મને સેબીનું વર્તન કાંગારુ કોર્ટ  દ્વારા અપાતા ચુકાદાથી કમ લાગતું નથી.

સેબીએ કોર્ટમાં એવી રજૂઆત કરી છે કે સહારા સિંગલ ઇકૉનૉમિક સંસ્થા છે અને કોઈ પણ કંપની જ્યારે ખોટ કરે કે નુકસાન કરે ત્યારે તેની સાથેની કંપનીઓ તેના માટે જવાબદાર બને છે અને તેણે બધું ભરપાઈ કરવાનું રહે છે. જોકે તદ્દન અણધારી રીતે સુપ્રીમ કોર્ટે સેબીની આ વાતને નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સહારાની બીજી કંપનીઓએ આવી કોઈ બાંયધરી આપેલી નથી. જજ રાધાકૃષ્ણને આ પ્રકારનું નિવેદન કર્યું હતું, જ્યારે જસ્ટિસ ખેહરે સેબીના વકીલને પણ તેમની દલીલોમાં રોક્યા હતા. સહારા ગ્રુપની કંપનીઓ અલગ કંપનીઓ છે. કયા આધારે અમે તમારી સાથે સંમત થઈએ? અમે કેવી રીતે તેમની મિલકતો લઈએ? સેબીના વકીલ પાસે તેનો કોઈ ઉત્તર નહોતો. પછી તમારે આ બાબતે સામી દલીલ કરવી જોઈએ.

એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે સેબીએ સુપ્રીમમાં અખબારોમાં સહારાએ આપેલી જાહેરાતો સામે પણ વાંધો લીધો હતો. તેમાં સેબીની ટીકા કરવામાં આવી હતી તેની પણ વાત હતી. સેબીએ ખોટી રીતે અર્થઘટન કર્યું એ વાત તેમાં કરવામાં આવી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે આ કોઈ અનાદરની વાત થઈ રહી નથી. તારણમાં, હું કહું છું કે ઑગસ્ટ, ૨૦૧૨ના કેસમાં સહારા સામે સેબીએ ઉઠાવેલા વાંધામાં ઘણી ક્ષતિઓ છે. કોર્ટે કરેલાં નિરીક્ષણો સકારાત્મક દિશાનાં છે. સેબી સહારાના મૅનેજિંગ ડિરેક્ટર સામે ટોળાનો ન્યાય તોળી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK