વિદેશી મૂડીરોકાણનો મોહ રાખવાને બદલે ભારતમાં ક્રેડિટ વિસ્તરણ કરવાની તાતી જરૂર

૨૦૧૧ના પ્રારંભ સુધી ભારતનો સમાવેશ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં થતો હતો. એના લગભગ અડધા દાયકા સુધી ચીનની સાથે-સાથે ભારતનો વાર્ષિક સકલ ઘરેલુ વિકાસદર આઠ ટકાથી ઉપર રહેતો હતો અને સમીક્ષકો એવી આગાહી કરી રહ્યા હતા કે ભારત એના પાડોશી દેશ સાથે મળીને એકવીસમી સદીમાં નવી વૈશ્વિક વ્યવસ્થામાં એશિયાના વિકાસનું નેતૃત્વ કરશે.
અરિંદમ ચૌધરી

પરંતુ ત્યાર બાદ આપણા માટેની તમામ ધારણાઓ ખોટી સાબિત થઈ રહી છે. વિકાસદર સતત ઘટતો રહ્યો છે અને છેલ્લા નાણાકીય વર્ષમાં તો એ પાંચ ટકાથી પણ નીચે ચાલ્યો ગયો હતો. આ પ્રકારની પીછેહઠ માટે સૌથી મહત્વનાં કારણો ઘટી રહેલું મૂડીરોકાણ અને ચાલુ ખાતાની વધી રહેલી ખાધ છે જે વૈશ્વિક મંદી પ્રબળ બનવાની સાથે-સાથે દર વર્ષે વધતી રહી છે. ૨૦૧૨-’૧૩ના નાણાકીય વર્ષમાં જ્યારે આપણી ચાલુ ખાતાની ખાધ વિક્રમજનક ૪.૮ ટકાને આંબી ગઈ ત્યારે હાલના ચેમ્બર ઑફ કૉમર્સના અહેવાલ પ્રમાણે ઘરેલુ તથા વિદેશી ઉદ્યોગ સાહસિકો દ્વારા મળતા મૂડીરોકાણના પ્રસ્તાવોમાં ગયા વર્ષની સરખામણીમાં ૭૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

૨૦૧૧-’૧૨ના નાણાકીય વર્ષમાં છ લાખ કરોડ રૂપિયાના ૨૮૨૮ મૂડીરોકાણના પ્રસ્તાવો મળ્યાં હતા એની સરખામણીમાં ૨૦૧૨-’૧૩ના નાણાકીય વર્ષમાં ફક્ત ૧.૪ લાખ કરોડના ૬૯૭ પ્રસ્તાવો જ પ્રાપ્ત થયા હતા.

૧૯૯૦ના દાયકાના પ્રારંભથી જ ભારતીય સંસદસભ્યોને વિદેશી મૂડી અને મૂડીરોકાણનું એવું વળગણ રહ્યું છે જાણે વિદેશી કંપનીઓ જ આપણા અર્થતંત્રને સુધારવાનું સમાધાન આપી શકે છે અને આપણા અર્થતંત્રને આગળ ધપાવવા માટે મસીહા સાબિત થઈ શકે છે. ત્યારથી ઘરેલુ મૂડી અને મૂડીરોકાણની ક્ષમતાઓની ધરાર અવગણના થતી આવી છે અને નીતિ ઘડવૈયાઓએ હંમેશાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા પર જ ભાર મૂક્યો છે. જો આપણે વિશ્વકક્ષાની બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ તૈયાર કરી હોત તો આપણે મરણપથારી પર પડેલી અમેરિકા અને યુરોપની વિદેશી બૅન્કો પર આધાર રાખવાની નોબત આવી ન હોત.

ફક્ત ઘરેલુ ક્રેડિટ માર્કેટો જ મોટી-મોટી વૈશ્વિક સંસ્થાઓ કરતાં કોઈ પણ અર્થતંત્ર માટે સાચા તારણહાર પુરવાર થતા લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોનો વિકાસ સુનીતિથી કરી શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ટરનૅશનલ ટ્રેડ કમિશનનો ૨૦૧૦નો રિપોર્ટ એ બાબતને સમર્થન આપે છે કે અમેરિકામાં ૯૯ ટકા વેપાર લઘુ અને મધ્યમ ઉદ્યોગોને હસ્તક છે. દુર્ભાગ્યે વિવિધ અહેવાલો પ્રમાણે ભારતમાં લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ભારતના ઞ્Dભ્માં ફક્ત ૧૭ ટકાનું યોગદાન આપે છે.

બીજા વિશ્વયુદ્ધમાં બરબાદ થયા પછી જપાને પણ આ જ કર્યું હતું અને આજે ચીન એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. આ બન્ને દેશોએ જ્યારે એમની આર્થિક પ્રગતિ શરૂ કરી ત્યારે દારુણ ગરીબીમાં સબડતા હતા અને ગીચ વસ્તી ધરાવતા છતાં તેમની પાસે ઘરેલુ કુદરતી સ્રોતો ઘણા મર્યાદિત પ્રમાણમાં હતા. ચીન પણ અત્યંત ઝડપથી એનું ક્રેડિટ માર્કેટ વિકસાવી રહ્યું છે. ૨૦૧૨માં ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ કમર્શિયલ બૅન્ક ઑફ ચાઇના (ત્ઘ્ગ્ઘ્)એ ટિયર વન કૅપિટલના સંદર્ભમાં બૅન્ક ઑફ અમેરિકાનું પ્રથમ સ્થાન છીનવી લીધું હતું અને વિશ્વની સૌથી મોટી બૅન્ક બની ગઈ હતી.

જો ભારતીય નીતિના ઘડવૈયાઓ ઘરેલુ મૂડીરોકાણ પર્યાવરણને બચાવવા માગતા હોય અને ઘરેલુ આર્થિક ક્ષેત્રોનો વિકાસ કરવા ઇચ્છતા હોય તો તેમને સ્વદેશી નાણામાળખું તૈયાર કરવાની સલાહ આપવી જોઈએ. ટૂંકા ગાળામાં માઇક્રો ક્રેડિટ વ્યવસ્થા પણ નાના ઉદ્યોગો, મૂડીરોકાણ અને રોજગાર સર્જનનો માર્ગ તૈયાર કરી શકે છે. સંયુક્ત સાહસો શરૂ કરવા માટે ટેક્નૉલૉજીની આયાતને પણ ઘરેલુ નાણાસહાય પૂરી પાડી શકાય અને વિદેશી કંપનીઓ દ્વારા થતી નફાની લૂંટ અટકાવી શકાય. ભારતે વિદેશી મૉડલો પર આધાર રાખવાની માનસિકતાનો ત્યાગ કરવો પડશે અને સ્થાનિક નાણાકીય રચનાઓ, પ્રક્રિયાઓ અને વિશ્વકક્ષાના બૅન્કિંગ સંસ્થાનો ઊભાં કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એ જ ભારતના ભાવિને અન્ય કોઈ પણ પદ્ધતિ કરતાં સારી રીતે કંડારી શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK