માત્ર પયુર્ષણમાં જ જોવા મળતી અદ્ભુત પ્રતિમાઓનાં દર્શનનો લહાવો જતો કરવા જેવો નથી જ

પયુર્ષણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે માટુંગામાં આવેલા કુમારભાઈના દેરાસરનાં દર્શન ન કર્યા હોય તો આજે જ પ્લાન કરી લો કે ક્યારે જશો, કારણ કે ફક્ત પયુર્ષણ દરમ્યાન દર્શનાર્થે મૂકવામાં આવતી અતિ કીમતી અને અલભ્ય સ્ટોનમાંથી બનેલી તેમના પર્સનલ કલેક્શનની પ્રતિમાઓ ભવ્ય છે, વૈભવશાળી છે, રાજવી છે...


અલ્પા નિર્મલ


પ્રભુ પ્રત્યેની અપ્રતિમ પ્રીતને કારણે છેલ્લાં સાતેક વર્ષથી કુમારભાઈ વિવિધ પ્રેશિયસ સ્ટોનમાંથી નાની-મોટી મૂર્તિઓ બનાવડાવે છે. અદ્વિતીય સ્વરૂપ અને સુંદર આભા ધરાવતી મૂર્તિઓ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળે છે? એના જવાબમાં કુમાર શાહ કહે છે, ‘જૈન શાસ્ત્રો, સૂત્રોમાં ભગવાનનાં જે વર્ણન આવે છે, તેમની જે ભવ્યતા દર્શાવવામાં આવે છે એ વાંચી, સાંભળી હું એ દૃશ્યને મનમાં વિઝ્યુઅલાઇઝ કરું છું અને આ પ્રકારની મૂર્તિઓ ઘડતા આર્ટિસ્ટ પાસે એનું બયાન કરું છું. તે પહેલાં સ્કેચ અને પછી મારી કલ્પના મુજબની સાચકલી પ્રતિમા કંડારી આપે છે. જોકે કલ્પનાને હકીકતમાં તબદીલ કરવામાં દેવ, ગુરુ, ધર્મનો મોટો પ્રભાવ છે. સાથે પ.પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના અંતરભીના આશીર્વાદ છે.’

આમ સેન્ટ્રલ માટુંગામાં પોતાના ઘરની નીચે આવેલા ગૅરેજમાં પોતાનું શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું રૂપકડું જિનાલય ધરાવતા કુમારભાઈ પાસે હજારેક પ્રતિમાઓનું કલેક્શન થયું છે, જેમાંથી તેઓ દર વર્ષે ચુનંદી મૂર્તિઓ પયુર્ષણ પર્વના આઠ દિવસ માટે પોતાના જિનમંદિરની બહાર ભાવિકો માટે દર્શનાર્થે મૂકે છે. એમાં આ વર્ષે તેમની થીમ છે ગાદીનશીન પ્રભુજી.

કુમારભાઈ કહે છે, ‘જ્યારે તમે ફક્ત ભગવાનની મૂર્તિને જુઓ છો તો તેની છબી મનમાં જુદી રીતે આલેખાય છે, પણ જ્યારે તમે એ ત્રણ લોકના નાથને કશી ચીજ ઉપર આરૂઢ જુઓ ત્યારે એ દેવાધિદેવનું ભવ્યાતિભવ્ય રૂપ, તેમનો રાજવી ઠસ્સો અને વૈભવી સ્વરૂપ જોઈ શકાય છે.’

અને કુમારભાઈની વાત બિલકુલ ખરી છે, કારણ કે પ્રદર્શનમાં મૂકવામાં આવેલી મરગજ, સેફાયર, ક્વાટ્ર્‍સ, નીલમ, માણેક જેવાં રત્નોના મોટા વનપીસ પથ્થરમાંથી બનેલી મૂર્તિઓ બેનમૂન છે, બેમિસાલ છે.

ખાસ નોંધ : આ અદ્ભુત પ્રતિમાઓનાં દર્શન કરતાં એ આંખ વડે અંતરમાં કાયમ માટે અંકિત થઈ જ જાય છે. છતાંય એની છબી જીવંત રાખવી હોય તો અહીં ફોટોગ્રાફી અલાઉડ છે એટલે કૅમેરા લઈ જવાનું નહીં ભૂલતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK