પાકિસ્તાન અને ચીનની ઘેરાબંધીને કારણે ભારત ને અમેરિકાને એકમેકની જરૂર વધી

જોસેફ આર બિડેન જુનિયર છેલ્લા ત્રણ દાયકામાં ભારતની મુલાકાત લેનારા પહેલા અમેરિકી ઉપપ્રમુખ છે.


અરિંદમ ચૌધરી

 ભારત જ્યારે આ બાબતને પોતાની લોકપ્રિયતાનો પુરાવો માની રહ્યું છે ત્યારે પીપલ્સ લિબરેશન આર્મી ઑફ ચાઇના (ભ્ન્ખ્) તમામ સ્તરે આપણને ખોટા પુરવાર કરી રહ્યું છે. ચાલુ વર્ષે ભ્ન્ખ્ સીમાનું ઉલ્લંઘન કરીને સંખ્યાબંધ વખત ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યું છે. તાજેતરના દિવસોમાં ચીન ભારતને ઉશ્કેરી રહ્યું હોવાના સમાચારનાં મથાળાં સામાન્ય બની રહ્યાં છે અને આ સમય દરમ્યાન ભારત અને એના શક્તિશાળી પાડોશી દેશને સમજાવવાની કેટલીક બિનઅસરકારક વાટાઘાટોની પદ્ધતિઓ અપનાવી રહ્યું છે.

ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે ભારતે ઘણી વાર તેની વિદેશનીતિમાં આક્રમક બનવાને બદલે પીછેહઠ કરવાનું કે ફટકો ખમી લેવાનું પસંદ કર્યું છે. છેલ્લાં ૬૫ વર્ષમાં પાકિસ્તાન જેવો મગતરો દેશ પણ આપણી સામે ચાર વાર યુદ્ધના પડકાર ફેંકી ચૂક્યો છે. એનાથી વધુ વાસ્તવિકતાનું ઉદાહરણ બીજું શું હોઈ શકે. આજે પાકિસ્તાન આપણા દેશમાં આતંકવાદી હુમલાઓ પણ કરાવે છે. વર્તમાન સમયમાં ચીન અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા ગાઢ બની છે અને આ બન્ને વિદેશી શક્તિઓ સંબંધો વધુ મજબૂત બનાવવા માટે ઘણી મહેનત કરી રહી છે. જો ચીન લદ્દાખમાં વારંવાર ઘૂસણખોર કરી યથાશક્તિનું અપમાન કરી રહ્યું છે તો પાકિસ્તાન સરહદ પારથી કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે.

આજે ચીન વિશ્વની રાજકીય અને આર્થિક મહાસત્તા ગણાતા અમેરિકાને ઘેરી પોતાની મહાસત્તા બનવાની મહkવાકાંક્ષા પૂરી કરવા માગે છે એ બાબત કોઈથી અજાણી નથી અને અમેરિકા સામે ચીનના પડકારો વધી પણ રહ્યા છે. આવા સંજોગોમાં અમેરિકા ચીની ઝેરને નાબૂદ કરવા માટે એક કારગત દવા તૈયાર કરવા માગે છે. પાકિસ્તાન સામે પણ અમેરિકામાં ઊંડો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. એથી જ જોસેફ બિડેનની ભારત-મુલાકાત વડા પ્રધાન ઍન્ડ કંપની માટે મહત્વની છે, કારણ કે અમેરિકા એશિયામાં પોતાની પકડ મજબૂત બનાવવા માગે છે.

ચીન માટે એના દ્વારા થઈ રહેલા હિન્દ મહાસાગર પર પ્રભુત્વ મેળવવાના પ્રયાસોને ભારત અમેરિકાની મદદથી પડકાર આપી શકે છે. ચીનની સરહદની આસપાસ આવેલા તમામ દક્ષિણ પૂર્વીય અને સુદૂર પૂર્વના દેશો ચીન તરફથી વધી રહેલી અસુરક્ષાની ભાવનાનો સામનો કરી રહ્યા છે અને પોતાના હેતુઓને સિદ્ધ કરવા માટે અમેરિકા સાથે મિત્રતા કેળવવા તૈયાર છે.

જો આપણો આર્થિક દેખાવ કથળી જશે તો તમામ ભૂરાજકીય સક્રિયતા પર બ્રેક લાગી જવાની છે અને બિડેનની હાલની ભારત-મુલાકાતનો બીજો એજન્ડા એ જ છે. તેમણે મુંબઈમાં ભારતના બિઝનેસ-માંધાતાઓ સાથેની મુલાકાતમાં આપણી આર્થિક સ્થિતિ વિશે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી. અગાઉ જ્યૉર્જ બુશ અને ત્યાર પછી બરાક ઓબામા સાથે આવેલાં અમેરિકી બિઝનેસ પ્રતિનિધિ મંડળોની ઉત્તેજના આજે સમી ગઈ છે, કારણ કે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પ્રવેશ આડેના અવરોધો, નબળી માળખાકીય સુવિધાઓ અને રાજકીય ભ્રષ્ટાચાર જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આપણા વડા પ્રધાન મનમોહન સિંહે પણ બિડેન સમક્ષ આપણા મંદ પડી રહેલા અર્થતંત્રની રજૂઆત કરી હતી અને તેમની મુલાકાત અગાઉ જ કેન્દ્ર સરકારે ટેલિકૉમમાં ૧૦૦ ટકા, સંરક્ષણમાં ૪૮ ટકા વિદેશી રોકાણ અને ખાદ્ય સુરક્ષા ખરડાના વટહુકમ જેવાં સુધારાનાં પગલાંની પરવાનગી આપી હતી. જોકે આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લેતાં શ્ભ્ખ્ સરકાર માટે લોકપ્રિય કલ્યાણ યોજનાઓ પર લગામ કસવાનું અઘરું બની રહેવાનું છે અને એથી આપણી ચાલુ ખાતાની વધી રહેલી ખાધ અને અંદાજપત્રીય ખાધ આ સ્થિતિને વધુ વણસાવી રહી છે.

૧૯૪૭થી ભારતે આ વલણ અપનાવ્યું છે, પરંતુ હવે નવી વૈશ્વિક વ્યવસ્થા ઊભરી રહી છે ત્યારે ભારતે અમેરિકા સાથે મિત્રતાના નવા ચરણમાં પ્રવેશવું જોઈએ અને પોતાની સ્વતંત્રતા અને સ્વાયત્તતા જાળવી રાખવી જોઈએ. અમેરિકા સાથેની મિત્રતા ભારતને એની સરહદો પર નખાતી બૂરી નજરથી બચાવી રાખશે અને એની રાષ્ટ્રીય સુરક્ષા સામેના પડકારોથી બચી શકાશે. એ ઉપરાંત પરસ્પરના વિશ્વાસને આધારે અમેરિકા સાથે હાથ મિલાવવાથી ભારતની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો કરવામાં પણ મદદ મળી રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK