રાજકીય ઇચ્છાશક્તિના અભાવથી શહીદોનાં બલિદાન એળે જઈ રહ્યાં છે

લગભગ છેલ્લા છ દાયકાથી આપણા પાડોશી દેશો આપણા પર તમામ મોરચે આક્રમણ કરી રહ્યા છે અને આપણે દેશ તરીકે સતત એક નમાલી વ્યક્તિ જેવો વ્યવહાર કરી રહ્યા છીએ.


અરિંદમ ચૌધરી

ભારત માટે એ બાબત ઘણા ગૌરવની છે કે તેણે પોતાના અસ્તિત્વના ઇતિહાસમાં ક્યારેય કોઈ વિદેશી ધરતી પર આક્રમણ કર્યું નથી કે કોઈ પ્રદેશ પચાવી પાડવાના ઉદ્દેશથી કોઈ દેશ પર હુમલો કર્યો નથી એમ છતાં આ પ્રકારના ઉમદા સિદ્ધાંતની સાથોસાથ એક દેશ તરીકે આપણે આ પ્રકારનાં આક્રમણોનો સામનો કરવા એટલા જ આકરા સિદ્ધાંતો પણ વિકસાવવા જોઈએ. ભારતે એક તરફ આપણે આપણી ભૌગોલિક સરહદોનું સન્માન કરવા તમામ સંભવિત પ્રયાસો કરતા રહ્યા છીએ તો બીજી તરફ આપણે આપણા પાડોશી દેશોમાં આ જ ભાવના વિકસાવવામાં નિષ્ફળ પણ રહ્યા છીએ. આવું આપણી પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિના અભાવના કારણે થયું છે અને એના કારણે જ દાયકાઓથી આપણા પાડોશી દેશો આપણા પ્રદેશો પર અતિક્રમણ કરી બેઠા છે અને હજી પણ એમની દાનત ભારતના પ્રદેશો પર ખોડાયેલી છે.

ભૂતકાળના પોપડા ઉખેડવાનો અને વરસોથી આપણા પાડોશી દેશો દ્વારા આપણી સાથે થઈ રહેલાં અન્યાયભર્યા કૃત્યો બાબત લખવાનો અહીં કોઈ અર્થ નથી. ચીન કેવી રીતે આદતથી મજબૂર, વ્યૂહાત્મક અને ગેરકાયદે રીતે વિદેશી ધરતીઓમાં ઘૂસણખોરી કરી પોતાના નકશામાં અતિક્રમણનો વ્યાપ વધારી રહ્યું છે. આ જ પ્રકારની કાર્યપદ્ધતિ વારંવાર અપનાવીને ચીને આપણા પ્રદેશોમાં ઘૂસણખોરી કરી છે અને સેનાના કૅમ્પ તથા લશ્કરી થાણાં પણ સ્થાપ્યાં છે. આ પ્રકારની ઘટનાઓને આપણા ઊંઘતા ઝડપાયેલા સંરક્ષણ મંત્રાલયે વરસો પછી માન્યતા આપી હતી. ત્યાર પછી પણ ચીની સેનાએ તાજેતરમાં આઘાતજનક પગલું લીધું હતું.

દસેક દિવસ પહેલાં ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નાં દળોએ ગેરકાયદે રીતે આપણી જમીન પચાવી પાડી એમાં ગેરકાયદે રીતે લશ્કરી થાણું સ્થાપ્યા પછી ભારતીય સરહદમાં પૅટ્રોલિંગ કરી રહેલા ભારતીય જવાનોને અટકાવવાની ગુસ્તાખી કરી હતી. PLAનાં દળો ભારે શસ્ત્રસરંજામ સાથે ભારતીય પ્રદેશમાં ઘૂસી આવ્યાં હતાં અને એટલો પ્રદેશ પોતાનો હોવાની ઘોષણા કરતાં બૅનરો પણ લગાવી દીધાં હતાં અને આ રીતે બે ભારતીય ચોકીઓની આસપાસના વિસ્તારોમાં ભારતીય સેનાના જવાનોને પૅટ્રોલિંગ કરતા પણ અટકાવ્યા હતા. આ જ સમયગાળામાં સમાંતર મોરચો ખોલતાં પાકિસ્તાની દળોએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં વાસ્તવિક અંકુશરેખા પરની ભારતીય ચોકી પર હુમલો કરી પાંચ ભારતીય સૈનિકોની હત્યા કરી નાખી હતી. સૌથી રસપ્રદ બાબત તો એ છે કે પાકિસ્તાની સેનાને સંડોવતી આ પ્રકારની ઘટનાઓને પાકિસ્તાની સરકાર દ્વારા સતત નકારી કાઢવામાં આવે છે અને આ પ્રકારની ઘટનાઓ ભારતની મહત્વની રાષ્ટ્રીય ઘટનાઓ સાથે પણ સંકળાયેલી રહે છે.

ત્રીજા મોરચે અમાનવીયતા ટોચ પર હતી. આ વખતે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના અધિકારીઓનો વારો હતો. ભારત-બંગલા દેશ સરહદ પર BSF દાણચોરોનો ભોગ બની રહી છે. પાંચમી ઑગસ્ટ ૨૦૧૩ના દિને ભારત-બંગલા દેશ સરહદ પર જાનવરોના દાણચોરોએ સબ-ઇન્સ્પેક્ટર રાજેન્દર સિંહ પર ઘાતકી હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી. આ વતુર્ળને પૂરું કરતાં શ્રીલંકાએ છેલ્લાં કેટલાંક વરસોમાં અનેક તામિલ માછીમારોની હત્યા કરી છે અને આ વરસે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે.

સ્વાતંત્ર્ય-દિને બહાદુર સૈનિકો અને શહીદોનું બહાદુરીના પુરસ્કારો દ્વારા સન્માન કરવામાં આવે છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજકીય ઇચ્છાશક્તિના અભાવને કારણે આપણા સૈનિકોએ આપેલાં બલિદાનો એળે જઈ રહ્યાં છે. આ પ્રકારનાં સન્માનો અને પુરસ્કારોનું કોઈ જ મહત્વ નહીં રહે અને સરહદો પર સૈનિકોની શહાદતમાં વધારો થતો જ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK