ખાસ-બાત – મળો પાંચ વર્ષના ગૂગલ બૉયને

હરિયાણાના કર્નાલ જિલ્લાના માત્ર ૧૫,૦૦૦ની વસ્તી ધરાવતા કોહાન્ડ ગામમાં વસતા પાંચ વર્ષ અને નવ મહિનાના આ ટબુરિયાનું ભેજું એટલું શાર્પ છે કે તેને કેટલાંક ક્ષેત્રોના કોઈ પણ સવાલ કરી શકાયસેજલ પટેલ

વિશ્વનું સૌથી મોટું રણ ક્યાં છે?

ઇજિપ્તની સૌથી મોટી નદી કઈ?

વિશ્વમાં સૌથી વધુ હીરા ક્યાં પેદા થાય છે?

વિશ્વમાં સૌથી વધુ કાચું તેલ ક્યાંથી નીકળે છે?

એરિયાવાઇઝ વિશ્વમાં કયો દેશ મોટો?

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ?

વિશ્વમાં સૌથી વધુ પળાતો હોય એવો ત્રીજા નંબરનો ધર્મ કયો?

પૃથ્વી અને સૂર્ય વચ્ચે કેટલું અંતર છે?

કેટલીક નૅશનલ ટીવીચૅનલોએ આવા તો કંઈકેટલાય સવાલો તૈયાર કરીને પાંચ વર્ષના આ બાળકને પૂછેલા. આપણે એ સવાલોના સાચા જવાબ શોધવા હોય તો ગૂગલનો સહારો લેવો પડે. પણ પાંચ વર્ષનો આ બાળક ક્ષણનોય વિલંબ કયાર઼્ વિના પટાપટ જવાબો આપી દે છે. વિશ્વના તમામ દેશોની ભૌગોલિક સીમાઓ, એનું ક્ષેત્રફળ, વિશ્વની પ્રમુખ અર્થવ્યવસ્થાઓની સ્થિતિ, સૂર્યમંડળમાં કેટલો ગ્રહો છે, એની સ્થિતિ શું છે? કોણ કોનાથી કેટલા અંતરે છે, ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને તાજેતરમાં ઘટતી મોટી ઘટનાઓ જેવી બાબતે કૌટિલ્યને કંઈ પણ પૂછી શકાય છે.

જે ઉંમરે બીજા છોકરાઓ એબીસીડી શીખતા હોય અને નર્સરીના બાળગીતો ગાતા હોય એ વયે કૌટિલ્ય દુનિયાની એટલીબધી ચીજો બાબતો જાણે છે કે જાણીને ખરેખર જ નવાઈ લાગે. દરેક ગ્રહોના ઉપગ્રહોના આંકડા પણ તે પલકવારમાં કહી આપે છે અને સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે એ પણ. કયા દેશનો ઞ્Dભ્ રેશિયો કેટલો છે એ જાણવામાં અને યાદ રાખવામાં પણ તેને એટલો જ રસ છે.

મુખ્યમંત્રી તરફથી વિશેષ પુરસ્કાર

આટલી નાની વયે અત્યંત વિચક્ષણ યાદશક્તિ અને સ્મરણશક્તિને કારણે હરિયાણામાં તો તેને લોકો ગૂગલ બૉય તરીકે ઓળખવા લાગ્યા છે. હજી ચાર ઑક્ટોબરે જ હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડાએ ચંડીગઢમાં યોજાયેલા બાળ પ્રતિભા સન્માન સમારોહમાં કૌટિલ્ય શર્માને દસ લાખ રૂપિયાનો પુરસ્કાર આપ્યો હતો. કૌટિલ્યના કૌશલ્યના ચર્ચા ચોતરફ ફેલાતાં તેને કૌન બનેગા કરોડપતિમાં આવવા માટેનું આમંત્રણ પણ મળ્યું છે.

કેવી રીતે આવ્યું આટલું જ્ઞાન?

આ બધું જાણીને ખરેખર સવાલ થાય કે પાંચ વર્ષની ઉંમરે તે આટલુંબધું કઈ રીતે શીખ્યો હશે? ગોખણપટ્ટી કરી હશે? કે પછી તેની પાસે કોઈ અજ્ઞાત શક્તિ છે જેને કારણે તેને બધું આવુંબધું યાદ રહી જાય છે. હરિયાણાના કર્નાલ જિલ્લાના માત્ર ૧૫,૦૦૦ની વસ્તી ધરાવતા કોહાન્ડ ગામમાં રહેતા કૌટિલ્યના પપ્પા અને વ્યવસાયે શિક્ષક એવા સતીશ શર્મા કહે છે, ‘મને લાગે છે કે તે એક સામાન્ય બાળક જેવો જ છે. બસ, તેને આખો દિવસ સવાલો પૂછીપૂછીને નવું-નવું જાણવાની જબરદસ્ત ઉત્સુકતા હોય છે. તે ઘરમાં ક્યારેય એમ જ બેઠો નથી હોતો. આખો દિવસ કંઈકને કંઈક વાંચ્યા કરતો હોય. વર્લ્ડ એટલસ લાવી આપ્યો છે એ વાંચતો હોય. તેના નાનકડા દિમાગમાંથી એટએટલા સવાલો ફૂટતા રહેતા હોય છે કે ક્યારેક થાકી જવાય. પણ અમને ગમે છે કેમ કે તે હંમેશાં કંઈક નવું જાણવા માટે પૂછતો હોય છે.’

નવાઈની વાત એ છે કે આ ઉંમરે તેને કાટૂર્નની ચૅનલ્સ નહીં, પણ ડિસ્કવરી, હિસ્ટરી, એનિમલ પ્લેનેટ, નૅશનલ જિયોગ્રાફિક ચૅનલો જોવી ગમે છે. પપ્પા સતીશ શર્મા કહે છે, ‘તેના સવાલોના જવાબ મને પણ ખબર ન હોય તો હું તેને ઇન્ટરનેટ પરથી જાણીને કહેતો હોઉં છું. જોકે હવે તો તેને એક નાનકડું નોટપૅડ લાવી આપ્યું છે. એ જાતે જ ગૂગલ પરથી તેને જે જાણવું હોય એ જાણી લે છે.’

રિસર્ચરોને રસ પડ્યો

કૌટિલ્યની માનસિક ક્ષમતાઓ અને સાઇકોલૉજી પર ડૉક્ટરોએ રિસર્ચ કરવાનું વિચાર્યું છે. તેનો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ ૧૩૦ હોવાનું ડૉક્ટરોનું માનવું છે. સામાન્ય રીતે પાંચ વર્ષની ઉંમરે બાળકનો બુદ્ધિઆંક ૭૦થી ૧૧૦ જેટલો હોય છે. તેની આ એકસ્ટ્રા ઑર્ડિનરી ગ્રાસ્પિંગ પાવર અને રીકૉલિંગ ક્ષમતા પર રિસર્ચ કરવામાં કુરુક્ષેત્ર યુનિવર્સિટીના સાઇકોલૉજિસ્ટોને રસ પડ્યો છે.

આખો દિવસ શું કરે છે?

સવારે છ-સવા છએ ઊઠીને દાદા જયકિશન શર્મા સાથે કૌટિલ્ય મૉર્નિંગ વૉક માટે જાય. ઊઠવામાં નાના બાળક જેવા નખરાં ખરાં. એ પછી તૈયાર થઈને સ્કૂલે જાય. સતીશ શર્મા કહે છે ‘બપોરે પાછો આવે એ પછી દોઢ-બે કલાકનું હોમવર્ક અડધો કલાકમાં ઝટપટ પતાવીને રમવા નીકળી પડે. સાંજે તેના એટલસ મૅપ, પુસ્તકો અને છાપાંઓમાં ગુંથાયેલો હોય. વાંચે, સમજવાની કોશિશ કરે અને ન સમજાય તો મોટાંઓને પૂછે. ક્યારેક ટીવી જુએ. જોકે અમે પહેલેથી જ તેને સિરિયલો કે ફિલ્મો જોવાની આદત પાડી નથી.’

ચાણક્ય જેવી ચોટી રાખવી છે

દાદાજી પાસેથી જાતજાતની ઐતિહાસિક વાતો સાંભળવાના શોખીન કૌટિલ્યને જ્યારે પહેલી વાર કૌટિલ્ય એટલે કે ચાણક્ય વિશે જાણ્યું ત્યારથી જ તેને ચાણક્ય ગમવા લાગ્યા છે અને એટલે જ તે પોતાની ચોટલી ચાણક્ય જેટલી લાંબી બનાવવા માગે છે અને પોતાના માથે ટકલું જ રાખે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK