મારું શહેર સાફ હોય એમાં આપણા બધાનો હાથ હોય

સાંતાક્રુઝમાં એકલાં રહેતાં ૬૪ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલા આમતેમ ફેંકાયેલા કચરાને ઉપાડીને ડસ્ટબિનમાં નાખે છે તથા લોકોને કચરાને જમીન પર નાખતાં અટકાવી સ્વચ્છતા અભિયાનને સપોર્ટ કરી રહ્યાં છે


farzana tandela


ખાસ બાત- ઉર્વી શાહ મેસ્ત્રી


બીજાને ઍડ્વાઇસ આપતાં પહેલાં જાતે એને અમલમાં લાવો એવી વિચારધારા સાથે નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સપોર્ટ કરતાં સાંતાક્રુઝ (વેસ્ટ)માં જુહુ અપાર્ટમેન્ટમાં પતિના અવસાન બાદ એકલાં રહેતાં ૬૪ વર્ષનાં ફિરોજા ટાંડેલ રસ્તા પર કે જ્યાં પણ કચરો પડેલો દેખાય તો એને ઉપાડીને કચરાપેટીમાં નાખે છે. જો તેમની નજર સમક્ષ કોઈ કચરો ફેંકતું દેખાય તો કચરાને કચરાપેટીમાં નાખવાનું પ્રેમથી સમજાવે છે. તેમના આ કાર્ય પરથી પ્રેરણા લઈને અન્ય લોકો પણ કચરાને જમીન પર ફેંકતાં અટકે છે. સાથોસાથ તેઓ જરૂરિયાતમંદોની મદદ કરી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યાં છે.

સ્વચ્છતા અભિયાન માટે ઠેર-ઠેર બૅનરો લાગેલાં હોય છે તો વળી સોશ્યલ મીડિયા પર પણ એના મેસેજિસ ફરતા હોય છે, પરંતુ જ્યાં સુધી આપણે જાતે જ કચરાને કચરાપેટીમાં નહીં નાખીએ કે પછી આપણી આસપાસના લોકો કે જે કચરો જ્યાંત્યાં ફેંકીને ચાલી જાય છે એવા લોકોને નહીં રોકીએ ત્યાં સુધી સંપૂર્ણપણે આપણે સ્વછતા અભિયાન સાથે નહીં જોડાઈ શકીએ એવું કહેનારાં ફિરોજા ટાંડેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું રોજ દિવસમાં બે વખત પાસે જ આવેલા લાયન્સ ગાર્ડનમાં વૉકિંગ માટે જાઉં છું ત્યારે ગાર્ડનમાં સાફસફાઈનો અભાવ હોય છે. જોકે ગાર્ડનમાં લટાર મારવા આવતા કેટલાક લોકો ફૂડ ખાઈને એનાં રૅપર્સ ડસ્ટબિન હોવા છતાં જમીન પર ફેંકીને ચાલી જાય છે ત્યારે એ કચરાને એક થેલીમાં ભરીને ડસ્ટબિનમાં નાખી દઉં છું. કેટલીક વાર મારી સાથે મારી ફ્રેન્ડ પણ આવતી હોય છે તો અમે બન્ïને મળીને આ કામ કરીએ છીએ. આ ઉપરાંત અન્ય કેટલીક જગ્યાએ પણ પસાર થતાં જો મને કચરો રસ્તે પડેલો દેખાય તો હું એ ઉપાડી લેતી હોઉં છું, કેમ કે મારું માનવું છે કે લોકોને માત્ર ઍડ્વાઇસ આપવા કરતાં આપણે જાતે જ એને કરીને બતાવીએ તો કદાચ એની અસર ઝડપથી થતી હોય છે.’

મને પગના દુખાવાની પણ તકલીફ છે ને હું એકલી જ ઘરે રહેતી હોવાથી ઘરનાં તો બધાં કામ જાતે જ કરું છું તથા થોડો સમય કાઢીને હું જરૂરિયાતમંદોને પણ મારાથી બનતી મદદ કરું છું એમ જણાવતાં તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પરીક્ષા આવતાં મારી આસપાસ રહેતાં બાળકોને હું અભ્યાસ કરાવું છું તો વળી કોઈ બાળક ભણવાની ફી ન ભરી શકે તો તેની આખા વર્ષની ફી ભરી દઉં છું, કેમ કે મારું માનવું છે કે દરેક બાળકે અભ્યાસ કરીને આગળ વધવું જોઈએ અને એમાં જો રુકાવટ આવે તો મારાથી બનતી મદદ કરું છું. આવાં નાનાં-નાનાં કામ કરી મારી જાતને હું વ્યસ્ત રાખું છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK