લાગણીઓની લહેરો પર ફંગોળાતા જીવન પર પ્રભુત્વ મેળવતાં શીખવશે આનંદમૂર્તિ ગુરુમા

રવિવારે બિરલા માતુશ્રી ઑડિટોરિયમમાં લાગણીઓના ખેલ પર પ્રભુત્વ મેળવો વિષય પર વક્તવ્ય

sadhvi


ખાસ બાત - ગીતા માણેક

લગાવ, આસક્તિ, ક્રોધ, ઉત્તેજના, હતાશા, નિરાશા, દોસ્તી, દુશ્મની, રાગ-દ્વેષ જેવી કંઈકેટલીયે ભાવનાઓનાં મોજાંઓ આપણી ભીતર સતત ઊછળતાં રહે છે અને આપણે એ આવેગોની સાથે-સાથે અહીંથી ત્યાં ફંગોળાતા રહીએ છીએ. આ તમામ મોજાંઓ પર આપણો કોઈ અંકુશ નથી રહેતો અને આપણી જીવનનૈયા સતત ડોલતી રહે છે. આ સંજોગોમાં આપણે નિ:સહાય થઈને જોતા રહીએ છીએ અને એનાથી પીડિત થતા રહીએ છીએ. જોકે આ લાગણીઓના અવિરત ચાલી રહેલા ખેલના દિગ્દર્શક ખુદ જાતે બની શકીએ એમ છીએ એવી ખાતરી જાણીતાં મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમા આપે છે. આપણા મનનો જ એક હિસ્સો કહી શકાય એવી આ લાગણીઓ પર પ્રભુત્વ મેળવવાની કળા મુંબઈગરાઓને શીખવવા આ મહિલા સંત મુંબઈ આવી રહ્યાં છે.

મુંબઈમાં બૉમ્બે હૉસ્પિટલની સામે આવેલા બિરલા માતુશ્રી ઑડિટોરિયમમાં ૨૯ ઑક્ટોબરની સવારે સાડાદસ વાગ્યે ‘લાગણીઓના ખેલ પર પ્રભુત્વ મેળવો’ વિષય પર તેમના વક્તવ્યનું આયોજન ઋષિ ચૈતન્ય કથા સમિતિ-મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક છે, પણ એના માટે પહેલાંથી પ્રવેશપત્ર મેળવવાનો રહેશે.

આનંદમૂર્તિ ગુરુમા મુંબઈગરાઓ માટે અજાણ્યું નામ નથી. અગાઉ તેમના સત્સંગનું અને શિબિરોનું આયોજન મુંબઈમાં થયું જ છે. આ વર્ષના આરંભમાં ભાઈદાસ હૉલ ખાતે ‘મનને મૅનેજ કઈ રીતે કરવું?’ વિષય પર મુંબઈગરાઓએ તેમની વાણીનું શ્રવણ કર્યું જ છે. આપણા શરીરમાં મન ક્યાં છે, મન શું છે અને એને કઈ રીતે મૅનેજ કરી શકાય એની સરળ અને બાર વર્ષના બાળકથી માંડીને ૯૨ વર્ષના બુઝુર્ગને પણ સમજમાં આવે એ રીતે સમજણ અને ટેક્નિક તેમણે શીખવી હતી. રોજબરોજના જીવનમાં આ ટેક્નિકનો ઉપયોગ કરીને જિંદગીને તનાવમુક્ત કરીને આનંદપૂવર્‍ક કઈ રીતે જીવી શકાય એની ચાવીઓ તેમણે મુંબઈગરાઓને વહેંચી હતી. ફરી એક વાર તેઓ મુંબઈમાં આવી રહ્યાં છે અને આ વખતે તેઓ મનની સાથે-સાથે અથવા એમ કહો કે મનનો જ એક હિસ્સો જેને આપણે લાગણીના નામે ઓળખીએ છીએ એના પર કઈ રીતે પ્રભુત્વ મેળવવું એની યુક્તિઓ આપણી સાથે વહેંચવાના છે.

આનંદમૂર્તિ ગુરુમા એક એવાં વિલક્ષણ મહિલા સંત છે જેમણે સર્વસામાન્ય લોકો જીવનને આનંદપૂર્ણ રીતે જીવી શકે એ માટે જ્ઞાનયજ્ઞ આદર્યો છે. ભારતમાં જ નહીં; વિદેશમાં પણ લોકો બંધનો, પીડા અને તનાવમાંથી મુક્ત થઈ શકે એ માટે તેઓ ભ્રમણ કરતાં રહે છે. અધ્યાત્મની રાહ પર ચાલવા માગતા જિજ્ઞાસુઓનું તેઓ માર્ગદર્શન કરે છે. પુરાણો, વેદ, શાસ્ત્રો, અલગ-અલગ સંતોની વાણીઓ, જૈન, બૌદ્ધ, ઝેન તેમ જ પરમાત્માને પામવાના જેટલા માર્ગો છે લગભગ એ તમામ માર્ગોની જાણકારી અને એના હાદર્‍ને જાણતાં આ અનોખા મહિલા સંત પોતાના જ્ઞાનનો ખજાનો દેશ-વિદેશમાં લૂંટાવતાં ફરે છે. તેમનું આધ્યાત્મિક જ્ઞાન જેટલું અગાધ છે એટલી જ જાણકારી તેઓ આધુનિક વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર તેમ જ ટેક્નૉલૉજીના ક્ષેત્રના વિવિધ પ્રવાહો વિશે પણ ધરાવે છે.

આનંદમૂર્તિ ગુરુમા સુરીલા કંઠનાં માલિક છે. તેમના કંઠમાંથી કબીર, મીરાં અથવા ગુરુ નાનક જેવા સંતોની રચનાઓ વહે છે ત્યારે એ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને જાણે સંમોહિત કરી દે છે. તેમના સૂર અને સંગીતની આંગળી પકડીને એક સામાન્ય માનવી પણ આહ્લાદક આધ્યાત્મિક અનુભૂતિનો સ્વાદ ચાખી શકે છે. તેમની તીક્ષ્ણ બુદ્ધિમત્તા, ઓજસપૂર્ણ સાત્વિક પ્રસન્નતા અને આધુનિકતાવાદી દૃષ્ટિકોણને કારણે તેઓ યુવા-વર્ગમાં પણ બહુ જ લોકપ્રિય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK