ખાસ બાત : ડોમ્બિવલીની શૈક્ષણિક સંસ્થાએ પૂરાં કર્યા ૫૦ વર્ષ

5 હજાર ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સનું જમ્બો મિલન

dombivali


શ્રી ડોમ્બિવલી મિત્ર મંડળ શૈક્ષણિક સંસ્થાનાં ૫૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ૨૬ જાન્યુઆરીએ યોજાયેલા સુવર્ણ મહોત્સવ કાર્યક્રમમાં સંસ્થા દ્વારા ચાલતી કે. બી. વીરા હાઈ સ્કૂલના આશરે ૫૦૦૦ એક્સ-સ્ટુડન્ટ્સે સ્કૂલ-લાઇફની જૂની યાદોને તાજી કરી હતી અને પોતાના સમયના ટીચર્સને મળવા અને તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. એક શૈક્ષણિક સંસ્થા તરફથી અત્યાર સુધી ભણી ગયેલા સ્ટુડન્ટ્સ માટે અરેન્જ કરવામાં આવેલું આ એક જમ્બો રીયુનિયન હતું.

ડોમ્બિવલી (ઈસ્ટ)ના પિંપળેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં એક્સ-સ્ટુડન્ટ્સ સાથે ફૅમિલી, શિક્ષકો, સંસ્થાના આજીવન સભ્યો, નિવૃત્ત સ્ટાફ, સહયોગીઓ, દાતાઓ અને અન્ય મહેમાનો મળીને આશરે ૮૦૦૦ લોકોએ હાજરી આપી હતી.

૧૯૬૬માં શરૂ થયેલી શ્રી ડોમ્બિવલી મિત્ર મંડળ શૈક્ષણિક સંસ્થાના નેજા હેઠળ નર્સરી પ્લે-ગ્રુપ, ગુજરાતી બાળમંદિર, ગુજરાતી પ્રાથમિક શાળા, ગુજરાતી હાઈ સ્કૂલ, અંગ્રેજી સ્કૂલ, જુનિયર અને સિનિયર કૉલેજ, કમ્પ્યુટર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, લાઇબ્રેરી, પુઅર સ્ટુડન્ટ્સ રિલીફ ફન્ડ, મેડિકલ રિલીફ સેન્ટર, સીવણ વિભાગ, રમકડા ઘર, ઑડિયો-વિડિયો સેન્ટર, ટાઇપિંગ ક્લાસ જેવી અનેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

૫૦ વર્ષનું સેલિબ્રેશન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે માહિતી આપતાં સંસ્થાના ટ્રસ્ટી અને પ્રમુખ કિશોર છેડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જેમ આપણે લગ્નજીવનની પચીસમી કે પચાસમી ઍનિવર્સરી ઊજવતા હોઈએ છીએ એ પ્રમાણે શા માટે સંસ્થાને એક પરિવાર ગણીને ૫૦ વર્ષની ઉજવણી ન કરી શકાય એ વિચાર અમને આવ્યો અને એ સાથે અમે નક્કી કર્યું કે આપણી શૈક્ષણિક સંસ્થાની સ્કૂલમાંથી ભણી ગયેલા સ્ટુડન્ટ્સ અને નિવૃત્ત સ્ટાફ સાથે આ સેલિબ્રેશન કરીએ જેમાં સૌકોઈની ભૂતકાળની સ્કૂલ-લાઇફની યાદો તાજી થશે. ત્યાર બાદ અમે વૉટ્સઍપ અને ફેસબુક જેવા માધ્યમ દ્વારા ઇન્વિટેશન આપવાનું શરૂ કર્યું અને જોતજોતામાં અમને સૌનો સારો રિસ્પૉન્સ મળવા માંડ્યો. પ્રોગ્રામની તૈયારી કરતાં-કરતાં ૨૬ જાન્યુઆરીનો દિવસ પણ આવી ગયો અને અમારો કાર્યક્રમ સફળ રહ્યો. એક્સ-સ્ટુડન્ટ્સનો બહોળો પ્રતિસાદ એ અમારા માટે ગવર્‍ની વાત હતી.’

બપોરે ત્રણ વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં એક્સ-સ્ટુડન્ટ્સ દ્વારા યોગનું મહત્વ વિવિધ આસનો દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને સાથે સવર્‍ધર્મ સમભાવનો મેસેજ પણ આપવામાં આવ્યો હતો. અન્ય એક્સ-સ્ટુડન્ટ્સે ‘ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ સારું’ એ વિષય પર એક નાટિકા રજૂ કરી હતી જેમાં સંદેશો અપાયો હતો કે ભલે તમે હાલના પ્રવાહ પ્રમાણે અંગ્રેજી માધ્યમમાં ભણો, પણ એની સાથે માતૃભાષા વિશે જ્ઞાન પણ હોવું અત્યંત જરૂરી છે. સ્કૂલ-યુનિફૉર્મમાં પણ અમુક સ્ટુડન્ટ્સે ડાન્સ કરીને સૌની શાળાજીવનમાં કરેલી ધમાલમસ્તીની યાદ અપાવી હતી. વીર જવાનો પર પણ એક ઍક્ટ કરવામાં આવ્યો હતો. એ સિવાય જ્ઞાન અને ગમ્મત પીરસતા ઘણા ઍક્ટ સ્ટુડન્ટ્સે કરી હતી જે રાતે નવ વાગ્યા સુધી ચાલ્યા હતા. કાર્યક્રમમાં સ્કૂલના પ્યુનથી માંડીને હાલના અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સિવાય પોતપોતાની કરીઅરમાં આગળ વધેલા સ્ટુડન્ટ્સનું તેમ જ શૈક્ષણિક સંસ્થાની શાળાઓમાં દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ્સે પણ લોકો સમક્ષ પોતાના શાળાજીવનના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં શ્રી ડોમ્બિવલી મિત્ર મંડળ શૈક્ષણિક સંસ્થાને ૫૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ‘સુવર્ણ સફર’ નામના એક સુવેનિયરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાતે ડિનર બાદ છેલ્લે એક કલાક રાસગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં સૌકોઈ મન મૂકીને નાચ્યા હતા અને રાત્રે ૧૦ વાગ્યે કાર્યક્રમની પૂર્ણાહુતિ સાથેનો આ દિવસ સૌના મનમાં એક યાદગાર દિવસ તરીકે અંકિત થઈ ચૂક્યો હતો.

- લલિત ગાલા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK