ભારતે રોજગારી વધારવાને બદલે ઘટાડતા ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટો કરવાની કોઈ જરૂર નથી

તાજેતરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકાર ઉતાવળે યુરોપિયન સંઘ સાથે કરાર કરવા જઈ રહી છે એવા ઓછા જાણીતા ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA)નાં પરિણામો પર ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.અરિંદમ ચૌધરી

તેમની ચિંતા એ છે કે આ પ્રસ્તાવિત યુરોપિયન સંઘ સાથેનો FTA ભારતમાં પશુપાલન અને ઘરેલુ ડેરીઉદ્યોગ પર ગંભીર અસર પાડશે અને એના કારણે યુરોપિયન સંઘ દ્વારા અપાતી મસમોટી સબસિડીઓને કારણે અત્યંત સસ્તાં ડેરીઉત્પાદનો ભારતીય ગ્રાહકોમાં પેંઠ જમાવી દેશે. મોદીની ચિંતાઓ અસ્થાને નથી. હકીકતમાં તો આ પરિસ્થિતિ સાચી પણ ઠરી શકે છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યુરોપિયન સંઘનું ૨૦૧૪-’૨૦નું બજેટ જાહેર કરાયું હતું. ૯૬૦ અબજ યુરોના બજેટમાં મહાકાય ૩૮ ટકા એટલે કે ૩૬૩ અબજ યુરો સીધેસીધા કૃષિ સબસિડીપેટે ફાળવવામાં આવ્યા છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આટલી મોટી સબસિડીઓ યુરોપિયન સંઘનાં કૃષિ ઉત્પાદનોને ભારતીય ઉત્પાદનોની સરખામણીમાં ઘણાં સસ્તાં બનાવી દેશે. ભારતમાં વિવિધ માળખાકીય મુદ્દાઓને કારણે કૃષિ ઉત્પાદનો માટે ઘણો મોટો ખર્ચ કરવો પડે છે જે તેમને મોંઘાં બનાવે છે. આ જ બાબત અન્ય ઉદ્યોગો માટે પણ એટલી જ લાગુ પડે છે. કોઈ પણ કલ્પના કરી શકે છે કે કોઈ પણ FTA સીધેસીધી આયાતને પ્રોત્સાહન આપતો હોવાથી એ કોઈ પણ પ્રકારની રોજગારીનું સર્જન કરતો નથી, પરંતુ રોજગારી ઘટાડવાનું કામ કરે છે. એ ઉપરાંત સમયની સાથે-સાથે સસ્તી આયાતો વધવાની સાથે ઘરેલુ ઉદ્યોગો પર તાળાં લાગી જાય છે. ૧૯૯૦ના દાયકામાં સેનેગલમાં FTAને કારણે રોજગારીની તકોમાં ૩૦થી ૩૫ ટકાનો ઘટાડો થયો હતો અને વિશેષ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં એવો ઉલ્લેખ વિવિધ અહેવાલોમાં મળી આવે છે. આ જ પ્રકારનું વલણ સિયેરા લિયોન, યુગાન્ડા, સુદાન, ઘાના અને અન્ય આફ્રિકન દેશોમાં પણ જોવા મળ્યું હતું.

૨૦૦૦માં યુરોપિયન સંઘ અને મેક્સિકો વચ્ચે કહેવાતો ગ્લોબલ ટ્રેડ કરાર થયો. જીટીએ પછીનાં ત્રણ જ વર્ષમાં મેક્સિકોનો ગ્રોસ ડૉમેસ્ટીક પ્રૉડક્ટ (GDP)નો દર એક ટકાની આસપાસ હવાતિયાં મારી રહ્યો હતો અને એની વેપારખાધ ૮૦ ટકાને આંબી ગઈ હતી. શહેરી અને ગ્રામીણ રોજગાર વચ્ચેની ખાઈ વધુ પહોળી બની હતી જેના પ્રમાણે દેશમાં સામાજિક અને સ્થાનિક તાણમાં વધારો થયો હતો. અત્યારે મેક્સિકો લગભગ ૪૪ દેશો સાથે જ્વ્ખ્થી સંકળાયેલું છે. નોંધપાત્ર રીતે આને કારણે આર્થિક મંદીની આ દેશ પર સૌથી વરવી અસરો પડી હતી અને ૨૦૦૮-’૦૯માં તેનો GDP ૬ ટકા જેટલો ગગડી ગયો હતો. આર્થિક સર્વેક્ષણ પ્રમાણે ૨૦૦૬-’૧૦ના સમયગાળામાં ગરીબીનું સ્તર ૩૫ ટકાથી વધીને ૪૬ ટકા પર પહોંચી ગયું હતું.

ભારતીય FTA પણ આ જ પ્રકારનાં પરિણામો તરફ દોરી શકે છે. કૉર્પોરેટ યુરોપિયન ઑબ્ઝર્વેટરી અને FDI વૉચ દ્વારા હાથ ધરાયેલો સંયુક્ત અભ્યાસ ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના પ્રસ્તાવિત FTAને વખોડી કાઢે છે. અભ્યાસ કરનારા લેખકો ઉલ્લેખ કરે છે કે યુરોપિયન સંઘ અને ભારત સરકારે તેમના નાગરિકોની જરૂરિયાતોની અવગણના કરીને મંત્રણાનો એજન્ડા કૉર્પોરેટ લૉબી જૂથના હવાલે કરી દીધો છે. આ મામલો ફક્ત પશુપાલન અને ડેરીઉદ્યોગ પૂરતો મર્યાદિત નથી. ‘ઇન્ડિયા-ઈયુ ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ-શૂડ ઇન્ડિયા ઓપન અપ બૅન્કિંગ સેક્ટર’ નામના અભ્યાસમાં તારણ આપવામાં આવ્યું છે કે જ્વ્ખ્ની જોગવાઈ નાણાકીય સિસ્ટમને વધુ અસ્થિર બનાવશે અને એને કારણે ભાવિ કટોકટીઓ ઘેરી બનશે. ઓક્સફામ, મેડિસિન્સ સાન્સ ફ્રન્ટિયર્સ, સ્ટૉપ એઇડ્સ કૅમ્પેન, હેલ્થ ઇન્ટરનૅશનલ યુરોપ અને ઍક્ટ અપ પૅરિસે એપ્રિલ ૨૦૧૩માં ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે થનારા આ કરારની વિરુદ્ધ યુરોપિયન સંસદની બહાર વિરોધ-પ્રદર્શન કર્યા હતાં, કારણ કે ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે થનારા આ કરારથી વંચિત સમુદાયો માટે સહાય અને મહત્વની દવાઓ મેળવવી અઘરી બની રહેશે.

૨૦૦૯માં ભારતે એશિયન દેશો સાથે મુક્ત વેપારનો કરાર કર્યો હતો. ત્યાર પછીના આંકડાઓ પર નજર નાખો તો એશિયન દેશો સાથેની ભારતની વેપારખાધ ૨૦૦૮-’૧૦ની ૧૪.૯ અબજ ડૉલરથી વધીને ૨૦૧૨-’૧૩માં ૧૮ અબજ ડૉલર પર પહોંચી ગઈ હતી. એ વાતમાં કોઈ આશ્ચર્ય નથી કે ૨૦૧૨-’૧૩માં ભારતની ચાલુ ખાતાની ખાધ GDPના ઐતિહાસિક ૪.૩ ટકા પર પહોંચી ગઈ હતી. એને કારણે જે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક અવમૂલ્યન થયું છે અને અત્યારે એ સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે.

ગરીબી ઘટાડવાની વાત આવે છે ત્યારે વિશ્વને FTA જેવી ખોખલી નીતિઓની જરૂર નથી. એના કરતાં તો આપણને ન્યાયિક સંપત્તિની વહેંચણી કરતી નીતિઓની જરૂર છે. આજે વિશ્વના થોડા સેંકડો લોકો પાસે એટલીબધી સંપત્તિ છે કે એના વડે ચાર વખત સમગ્ર વિશ્વની ગરીબી નાબૂદ કરી શકાય. આઘાતજનક વાત તો એ છે કે ટોચના એક ટકા અમીરોની સંપત્તિમાં છેલ્લા બે દાયકામાં ૬૦ ટકાનો વધારો થયો છે અને તેમને છેલ્લી આર્થિક મંદીની પણ કોઈ અસર થઈ નહોતી. એવું બનવાની તમામ સંભાવનાઓ છે કે કોઈ પણ FTA દ્વારા થતો ભારતીય આર્થિક વિકાસ બેરોજગારી લાવશે અને લાંબા સમય સુધી જારી રહી શકશે નહીં. આપણને અન્ય દેશોની સમૃદ્ધિ વધારતા મુક્ત વેપાર કરારોની જરૂર નથી. આપણને તો આપણી જનતાની ગરીબી દૂર કરતી નીતિઓની જરૂર છે અને સરકારે બને એટલી ઝડપથી આ વાત સમજી લેવી જોઈએ.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK