દિવ્યાંગ નિરાધાર સિનિયર સિટિઝનને આધાર આપીને કરી દિવાળીની ઉજવણી

ત્રણ દિવસ તેમને બાંકડા પર સૂતેલા જોઈને બે ગુજરાતીઓએ રાજકોટના વૃદ્ધાશ્રમમાં પહોંચાડ્યા : આ બનાવે તેમને ફરી ભગવાન પર વિશ્વાસ અપાવ્યો

ramesh

ખાસ બાત - મમતા પડિયા

મદદ કરવા જતાં ગુજરાતના પોરબંદરથી મુંબઈ આવી પહોંચેલા એક દિવ્યાંગ નિરાધાર સિનિયર સિટિઝનને આધાર આપીને મુંબઈના સેવાભાવી ગુજરાતીઓએ દિવાળીના પર્વની અનોખી ઉજવણી કરી હતી. પ્રકાશના પર્વનો ખરો આનંદ મોજમજા કરવામાં નહીં, બલકે મુસીબતમાં સપડાયેલા અજાણ્યાને મદદ કરવામાં છે એ બાબતને ગુજરાતી બંધુઓએ હકીકતમાં પુરવાર કરી છે. દિવાળીના દિવસે વિરારના પ્લૅટફૉર્મ-નંબર એક પરના બાંકડે કણસી રહેલા ૭૦ વર્ષના ચીમનલાલ ઉર્ફે રમેશ દરજી માટે વિરારના પ્રકાશ પટેલે મદદનો હાથ લંબાવ્યો હતો. પ્રકાશે મુંબઈમાં રહેતા જીવદયાપ્રેમી મિત્ર જયેશ શાહ અને રાજકોટની શ્રી ગિરિરાજ હૉસ્પિટલના ચૅરમૅન રમેશ ઠક્કરની મદદથી અમુક કલાકમાં જ સિનિયર સિટિઝન માટે રહેવાની વ્યવસ્થા રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં કરી હતી. દિવાળીની સાંજે મુંબઈ સેન્ટ્રલથી ૬ વાગ્યે છૂટતી ટ્રેનમાં તેમને રાજકોટ મોકલવામાં આવ્યા હતા. રાજકોટથી રમેશભાઈ તેમને વૃદ્ધાશ્રમ લઈ ગયા હતા.

કોઈ નાના બાળકને ઊંચકીને લઈ જઈએ એમ મેં રમેશ દરજીને ઉપાડીને મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ જતી ટ્રેનમાં બેસાડ્યા હતા એમ જણાવીને વિરારના પ્રકાશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમણે મને અંતરથી આપેલા આર્શીવાદથી મારી આંખો ભરાઈ આવી હતી. હું દિવાળીના દિવસે ઘરના કામસર વસઈ જઈ રહ્યો હતો. પ્લૅટફૉર્મ-નંબર એક પર ઊભેલી ટ્રેનમાં હું ચડ્યો અને ગેટ પર ઊભો હતો ત્યારે સામે એક બેન્ચ પર સૂતેલા સિનિયર સિટિઝન ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ ઊભા નહોતા થઈ શકતા એ મેં જોયું. ટ્રેનમાંથી ઊતરીને તેમની પાસે ગયો અને મેં તેમને બેસાડ્યા અને નાસ્તા-પાણી માટે પૂછ્યું, પણ તેમણે ના પાડી દીધી. તેમણે કહ્યું કે એક માણસે મને બેવકૂફ બનાવ્યો અને હું પોરબંદરથી મુંબઈ આવી પહોંચ્યો. ત્રણ દિવસથી આ બેન્ચ પર સૂતો છું. મને પોરબંદર પહોંચાડી દો તો તમારો મોટો ઉપકાર થશે. મારે વસઈ જવાનું જરૂરી હતું. મારું કામ ઘણા દિવસથી રખડી પડ્યું હતું એટલે તેમને બે કલાકમાં પાછો આવું છું કહીને હું જતો રહ્યો. યોગાનુયોગ અનેક દિવસોથી અટકેલું મારું કામ એ દિવસે થઈ ગયું. હું બપોરે બે વાગ્યે પાછો આવ્યો. એ દરમ્યાન જયેશ શાહનો સંપર્ક કરીને રાજકોટના વૃદ્ધાશ્રમમાં સિનિયર સિટિઝનની રહેવાની વ્યવસ્થા મહામુસીબતે કરાવી. મુંબઈ સેન્ટ્રલથી તેમને રાજકોટની ટ્રેનમાં બેસાડ્યા હતા, પરંતુ તેમનું કામ આટલેથી પૂરું થયું નહોતું. રમેશભાઈ ભૂલમાં વેરાવળ પહોંચી ગયા હતા અને રાજકોટના રમેશ ઠક્કર તેમને લેવા માટે કારમાં ત્યાં પહોંચ્યા હતા. ત્યાંથી તેમને સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા.’

મને યાદ નથી કે મેં ક્યારેય ઘરનો રોટલો ખાધો હોય, પણ આ વૃદ્ધાશ્રમમાં જમીને જણાય છે કે અહીં પીરસાતો રોટલો કંઈક એવો જ હશે એમ જણાવીને રમેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ૪૫ વર્ષથી વધુ સમય મુંબઈના માઝગાવમાં રહ્યો હતો અને કપડાં સીવવાનું કારખાનું ચલાવતો હતો. કમિશનપેટે કારખાનામાં કામ કરતો અને મારા હાથ નીચે ૧૦થી ૧૨ કારીગરો કપડાં સીવતા હતા. ઘર લીધું નહોતું. કાકાનું ઘર હતું, પણ સંબંધ નહોતા એટલે દિવસે કામ કરવાનું અને બે સમય હોટેલમાં જમીને કારખાના સામેના ઓટલે રાતે સૂઈ જતો. ૨૦૦૬ની ૧૧ જુલાઈએ ટ્રેનમાં થયેલા  બૉમ્બ-બ્લાસ્ટ બાદ મારું જીવન બદતર થઈ ગયું હતું. ત્યારે એક કામ માટે હું બોરીવલી ગયો હતો અને મારી ટ્રેનમાં ધડાકો થયો. બ્લાસ્ટ વખતે ઊડેલા પતરાથી એક વ્યક્તિનું ગળું કપાયેલું જોતાં હું બેભાન થઈ ગયો. અનેક લોકો મારા શરીર પર ચડીને ગયા હતા. મારી આંખ ખૂલી ત્યારે હું ભગવતી હૉસ્પિટલમાં ઍડ્મિટ હતો. ત્યાં મને ઇન્જેક્શન આપીને પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર કરવાની સલાહ આપી. હું ત્યાંથી નીકળીને માઝગાવ ગયો. મારા કઝિનનો સંપર્ક કર્યો, પણ આજે આવું છું કાલે આવું છું કહીને તે આવ્યો જ નહીં. મારા કારીગરો મને થ્થ્ હૉસ્પિટલ લઈ ગયેલા. કહેવાય છેને કે કઠણાઈ આવે ત્યારે ચારે તરફથી આવે. મારાં સગાં જ મારાં ન થયાં. મતલબી દુનિયાથી નફરત થઈ ગઈ અને દિલ ઉદાસ થઈ ગયું. ૧૦ વર્ષની ઉંમરે પોરબંદરથી મુંબઈ આવ્યો હતો અને ફરી ત્યાં જતો રહ્યો.’

ramesh

મેં ક્યારેય કાંઈ જમા નહોતું કર્યું. એકલા જીવને શેની જરૂર એવું વિચારીને મેં ક્યારેય બૅન્ક-બૅલૅન્સ રાખ્યું નહીં એમ જણાવીને રમેશભાઈ કહે છે, ‘મારા કમરનો મણકો ભાંગી ગયો હતો, ઘૂંટણમાં તકલીફ હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકું એટલી તાકાત બચી નહોતી. પોરબંદર સ્ટેશને રેલવે ટિકિટ-રૂમમાં રાતે સૂતો અને દિવસે સ્ટેશન નજીક શંકરના મંદિરે બેસતો. મંદિરમાંથી બે સમયનું જમવાનું મળી રહેતું. હું પોરબંદર રેલવે ટિકિટઘરમાં બેઠો હતો ત્યારે એક જણ મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું કે ભાઈ મારે રાજકોટ જવું છે. તમારી હાફ ટિકિટ કઢાવું તો મને મફતમાં જવા મળશે. પહેલાં તો મેં ના પાડી, પણ તેણે ઘણી વિનંતી કરી એટલે તેની સાથે હું ટ્રેનમાં બેઠો. તે ક્યારે જતો રહ્યો એની મને ખબર ન પડી અને હું વિરાર પહોંચી ગયો. મારી હાલત જોઈને રેલવે-પોલીસને મારા પર દયા આવી અને તેણે મને એક બેન્ચ પર રહેવાની વ્યવસ્થા કરી આપી. મારા સદ્નસીબે દિવાળીના દિવસે મારા પર પ્રકાશ પથરાયો હોય એમ પ્રકાશ પટેલ નામના સજ્જન મYયા અને મને વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો. થોડા સમય બાદ મારી સારવાર કરાવવામાં આવશે એમ અહીંના લોકો જણાવે છે. મારો ભગવાન પર અડગ વિશ્વાસ છે અને મને લાગે છે કે હું ફરી કપડાં સીવતો થઈ જઈશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK