ખાસ બાત - દિવાળીની ઉજવણી અનાથ બાળકો સાથે

રામજી આસર વિદ્યાલય હાઈ સ્કૂલના ગુજરાતી મીડિયમના ૧૯૮૬ના દસમા ધોરણના સ્ટુડન્ટ્સની અનોખી પહેલ

diwali

રોહિત પરીખ

ઘાટકોપર (ઈસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પર આવેલી સો વર્ષ જૂની રામજી આસર વિદ્યાલય હાઈ સ્કૂલના ગુજરાતી મીડિયમના ૧૯૮૬નાં દસમા ધોરણનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ દિવાળીની ઉજવણી રવિવારે ૧૫ ઑક્ટોબરે માના પ્રેમ અને હૂંફથી વંચિત રહેલાં થાણેના મા-નિકેતન અ હોમ ફૉર ચિલ્ડ્રનનાં બાળકો સાથે કરી હતી. આ વિદ્યાર્થીઓ ૨૯ વર્ષ પછી પહેલી વાર ૨૦૧૫ની સાલમાં ભેગાં થયાં હતાં.

સામાન્ય રીતે ભૂતપૂર્વ વિદ્યાથીઓનાં સ્નેહસંમેલનોમાં મિલો, ખાઓ, પીઓ અને ઘર જાઓનો કન્સેપ્ટ રહેતો હોય છે. આ વખતે અમે અલગ કન્સેપ્ટ સાથે ભેગાં થયાં હતાં એમ જણાવતાં આ ભૂતપૂર્વ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પણ પહેલી વાર ભેગાં થયાં ત્યારે આવી જ રીતે સ્નેહસંમેલન કર્યું હતું. ત્યાર પછી અમે બધાં પરિવાર સાથે અનેક વાર ભેગાં થયાં હતાં, પરંતુ આ વખતે અમારા મિત્રો સમીર પારેખ અને પ્રેમલ શાહને દિવાળીના તહેવાર નિમિત્તે મળીએ છીએ તો કાંઈક અલગ કન્સેપ્ટ સાથે મળીએ એવો વિચાર આવ્યો હતો, જેને લીધે અમે સેવાના ઉદ્દેશ સાથે અનાથ બાળકોની ટૅલન્ટના, તેમનાં આંસુઓના ભાગીદાર બનવા થાણેના મા-નિકેતનનાં બાળકો સાથે આખો દિવસ રહ્યાં હતાં.’

થાણેના મા-નિકેતનની સ્થાપના ૧૯૭૨માં મુંબઈના એક ગુજરાતી શ્રેષ્ઠી મફતલાલ મહેતાના દિવાળીબહેન મોહનલાલ મહેતા ચૅરિટેબલ ટ્રસ્ટે ડોનેટ કરેલી જમીન પર થઈ હતી. આ સોસાયટીમાં જે બાળકો તેમનાં મા-બાપના પ્રેમથી વંચિત રહી ગયાં હોય તેમને સુરક્ષા અને પ્રેમ આપવામાં આવે છે. એની સાથે આ બાળકોને ભણતર સાથે ગણતર પણ મળે છે. આ સોસાયટીમાં રહેતાં બાળકોને તેઓ સ્વાવલંબી બનીને વિશ્વના કોઈ પણ ખૂણામાં જઈને વસી શકે એવા પ્રકારની ટ્રેઇનિંગ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સોસાયટીમાં પાંચ હજારથી વધુ બાળકોને હૂંફ, પ્રેમ, વાત્સલ્યની સાથે ભણતર અને વ્યાવસાયિક ટ્રેઇનિંગ આપવામાં આવે છે.

આ માહિતી આપતાં રામજી આસર વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે ‘અમે મા-નિકેતનમાં જઈને પહેલાં આશ્રમને ડેકોરેટ કર્યો હતો. ત્યાં રંગોળી કરી હતી. પછી ત્યાંનાં બાળકો સાથે ચા-પાણી, નાસ્તો કર્યા હતાં. એની સાથે આ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલો મ્યુઝિકલ કાર્યક્રમ સાથે બેસીને માણ્યો હતો. રાતે તેમની સાથે ડિનર લઈને તેમને દિવાળીની આકર્ષક ગિફ્ટ આપીને છૂટાં પડ્યાં હતાં.’

છેલ્લે અમારી વિદાય સમયે આ બાલિકાઓએ ગાયેલા શુક્રિયા ગીતથી અમારી આંખો આંસુથી ભરાઈ ગઈ હતી એમ જણાવતાં આ સ્ટુડન્ટ્સે કહ્યું હતું કે ‘અમારા માટે અમારા અત્યાર સુધીનાં સ્નેહસંમેલનોમાં સૌથી વધુ યાદગાર આ બાલિકાઓ સાથે અને તેમની મધર સાથે ઊજવેલી દિવાળી રહેશે. આ બાલિકાઓમાં રહેલી ટૅલન્ટ્સ, તેમને મળી રહેલો આશ્રમના મૅનૅજમેન્ટનો પ્રેમ જીવનની દરેક ક્ષણે નજર સામે તરી આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK