ખાસ બાત - દિવ્યાંગોના જીવનમાં પ્રકાશ રેલાવવાનો અનોખો પ્રયાસ

મલાડના હેતુ ચૅરિટેબલ ટ્રસ્ટે ૧૩૫૦ દિવ્યાંગોને દિવાળી નિમિત્તે ગિફ્ટ આપીને ઉજવણી કરી

handicapped

ઉર્વી શાહ મેસ્ત્રી

‘ચલો જલાએં દીપ વહાં જહાં અભી અંધેરા હૈ’ આવી વિચારધારા સાથે મલાડ (વેસ્ટ)માં લિબર્ટી ગાર્ડન રોડ-નંબર એક પર આવેલી દયાનંદ હાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં શનિવારે સાંજે ચાડાચાર વાગ્યે દિવ્યાંગ વ્યક્તિઓ માટે હેતુ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુણે, સાતારા, વાંગણી, વિરારથી પણ દિવ્યાંગો આવ્યા હતા અને કુલ ૧૩૫૦ દિવ્યાંગોને અડધો કિલો મીઠાઈ તથા તેમને રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવે એવી બાર લીટરની સ્ટીલની ટાંકી ગિફ્ટ આપીને દિવાળીની સાચી ઉજવણી કરવામાં આવી હતી.

છેલ્લાં દસ વર્ષથી અમે આ રીતે દિવ્યાંગ વ્યક્તિઓને દિવાળીની મીઠાઈ તથા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવે એવી વસ્તુઓ આપીએ છીએ એવું જણાવતાં રિખબ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલના સમયથી જ માનવસેવા કરીને મને બહુ જ આનંદ મળતો હતો અને આજથી દસ વર્ષ પહેલાં જ્યારે હું એક હૅન્ડિકૅપ્ડ લોકોના કાર્યક્રમમાં ગયો હતો ત્યારે મેં જોયું કે તેમને પ્રેમથી એક નાની વસ્તુ આપી હતી તો પણ તેઓ ખૂબ ખુશ થયા હતા અને તેમનાં મોં પરનો આ અનેરો આનંદ જોઈને મેં પણ ખુશી અનુભવી હતી. એ સાથે મેં પણ સંકલ્પ કર્યો હતો કે આજથી દિવાળી પહેલાં દિવ્યાંગ લોકોને જરૂરી એવી વસ્તુઓ આપ્યા બાદ હું દિવાળીની ઉજવણી કરીશ અને અમારી સંસ્થા હેતુ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૈસા જમા કરીને દર વર્ષે રોજિંદા જીવનમાં ઉપયોગી એવી વસ્તુઓ જેવી કે બ્લૅન્કેટ, પંદર કિલોનો સ્ટીલનો એક ડબ્બો, ટિફિન-બૉક્સ વગેરે જેવી અલગ-અલગ પ્રકારની વસ્તુઓ આપીએ છીએ અને આ વર્ષે અમે લોકોએ સ્ટીલની બાર લીટરની ટાંકી ખરીદીને ૧૩૫૦ દિવ્યાંગ વ્યક્તિઓને દિવાળીની ગિફ્ટ આપી હતી. આ સાથે મલાડની મોરબી સ્વીટ્સ દ્વારા દરેક દિવ્યાંગને અડધો કિલો સ્વીટ્સ આપવામાં આવી હતી.’

વરસાદ હતો તો પણ અમારો કાર્યક્રમ સફળ રહ્યો હતો એની વાત કહેતાં રિખબ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા આ કાર્યક્રમમાં પધારેલા અતિથિઓ દ્વારા દીપપ્રાગટu કર્યા બાદ તેમને મેમેન્ટો આપીને સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પધારેલા અતિથિઓના પ્રવચન બાદ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગો માટે જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. જે દિવ્યાંગો પુણે કે સાતારાથી આવ્યા હતા અને વહેલા જવા માગતા હતા એ લોકોને જમવાનું પાર્સલ આપવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ વિનય છેડાએ રાત્રે સાડાનવ વાગ્યે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK