ખાસ બાત - કાલબાદેવીનો વ્યાસપરિવાર ૧૧૭ વર્ષથી ગણેશોત્સવ ઊજવે છે

પચીસ વર્ષમાં વિદાય પામેલા ૨૪ સ્વજનોને આ વર્ષે આ પ્રસંગે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


સાઉથ મુંબઈના કાલબાદેવી પાસે આવેલી દાદીશેઠ અગિયારી લેનના બિલ્ડિંગ-નંબર ૫૭ (વ્યાસ બિલ્ડિંગ)માં રહેતા વ્યાસપરિવારમાં ૧૧૭ વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અત્યારે આ પરિવારની છઠ્ઠી પેઢી અતિઉત્સાહપૂર્વક ગણેશોત્સવ મનાવી રહી છે. અત્યારે દાદીશેઠ અગિયારી લેનમાં વ્યાસપરિવારના ૭૫ વર્ષના વડીલથી લઈને ત્રણ વર્ષના બાળકનો ચાર પેઢીના પચીસ જણનો પરિવાર સાથે રહે છે અને ગણેશોત્સવની ઠાઠમાઠથી ઉજવણી કરે છે.

આ ગણેશોત્સવ વિશે આ પરિવારના પ્રકાશ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજથી ૧૧૭ વર્ષ પહેલાં એટલે કે ૧૯૦૦ની સાલમાં અમારા પરિવારમાં મારા પરદાદા દામોદર વ્યાસનો જન્મ થયો એની સાથે ઘરમાં ગણેશજીની પધરામણી થઈ હતી. એ સમયથી અમારા પરિવારમાં અમે બધા સાથે મળીને ગણેશોત્સવની ઉજવણી કરીએ છીએ. અમે અમારા ૧૨૬ વર્ષ જૂના બિલ્ડિંગના અમારા ઘરમાં ૧૧૭ વર્ષથી અઢી ફુટની ઇકો-ફ્રેન્ડ્લી ગણેશની મૂર્તિની સ્થાપના કરીએ છીએ. મૂર્તિકારની પણ અત્યારે છઠ્ઠી-સાતમી પેઢી ચાલી રહી છે. એ સમયની મૂર્તિમાં અને આજની મૂર્તિમાં તસુભરનો ફરક નજરે પડતો નથી.’

ડેકોરેશનની થીમ વિશે માહિતી આપતાં પ્રકાશ વ્યાસે કહ્યું હતું કે ‘અમે આ ઉત્સવમાં સમયચક્રની થીમ પર ડેકોરેશન કર્યું છે. એમાં અમે છેલ્લાં પચીસ વર્ષમાં અમારા પરિવારની અવસાન પામેલી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી છે. મારા પરદાદા સુધીના અમારા પરિવારનાં નામ, મારા કાકા, ફોઈબા, બહેન-બનેવીની જેમ અમારી સાથે જેમના લોહીના સંબંધો હતા, જેઓ અમારી સાથે ગણેશોત્સવની ઉજવણી કરતા હતા અને આજે અમારી વચ્ચે નથી એ બધાનાં નામ અમે ડેકોરેશનમાં અંકિત કર્યા છે. એ સિવાય અમે પચીસ વર્ષમાં કરેલા ગણપતિના ડેકોરેશનની ફોટોફ્રેમ બનાવીને લગાડી છે. આમ અમે અમારાં જૂનાં સંસ્મરણો તાજાં કર્યા છે. અમે ૫૦ વર્ષની ઉજવણી સમયે ખૂબ જ ઉત્તમ પ્રકારનું ડેકોરેશન કર્યું હતું.’

ગણપતિના વિદાયની વાતચીત કરતાં પ્રકાશ વ્યાસે કહ્યું હતું કે ‘અમે અનંત ચતુર્દશી સુધી ગણપતિની સ્થાપના કરીએ છીએ. આ દિવસોમાં અમારા ઘરની બધી વ્યક્તિઓ જાણે અમારા ઘરે લગ્નપ્રસંગ હોય એવાં વસ્ત્રો પરિધાન કરે છે. વિદાયના દિવસે ત્રણ વર્ષથી લઈને ૭૫ વર્ષના આબાલવૃદ્ધો એકસરખાં વસ્ત્રો પરિધાન કરીને નાશિક ઢોલ વગાડીને ગણેશજીને વિદાય કરીએ છીએ.’

- રોહિત પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy