ખાસ બાત - ઘાટકોપરની વિક્રાંત સોસાયટીના ગણેશોત્સવ દરમ્યાન ૪૦થી વધુ ગણેશભક્તોએ ઑર્ગન-ડોનેશન માટે પહેલ કરી

ઘાટકોપર (ઈસ્ટ)ના વિક્રાંત સર્કલ પર આવેલી વિક્રાંત સોસાયટીના વિક્રાંત ફ્રેન્ડ્સ સર્કલ દ્વારા આયોજિત ગણેશોત્સવ દરમ્યાન ઑર્ગન-ડોનેશન અવેરનેસ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં આ સોસાયટીના સભ્યો સહિત ૪૦થી વધુ ગણેશભક્તોએ તેમનાં ઑર્ગન્સ ડોનેટ કરવાનાં ફૉર્મ ભર્યા હતાં.

orgen donate


આ બાબતની માહિતી આપતાં વિક્રાંત ફ્રેન્ડ્સ સર્કલના સક્રિય કાર્યકર રુષભ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજના યુગમાં ઑર્ગન્સ-ટ્રાન્સપ્લાન્ટ સરળ બનતું જાય છે; પરંતુ હજી લોકોમાં ચક્ષુદાન જેટલું ઑર્ગન-ડોનેશન પ્રચલિત બન્યું નથી. મૃત વ્યક્તિનાં લિવર, કિડની, ચક્ષુઓ, હાર્ટ અને સ્કિનના ડોનેશનથી અનેક વ્યક્તિઓને જીવતદાન મળે છે. આ વિષય પર અમે ઉત્સવ દરમ્યાન વિડિયો-શો બતાવતા હતા. આમ અમે આ ગણેશોત્સવમાં આ વિષય પર જાગરૂકતા લાવવા માટેનો પ્રયાસ કર્યો હતો જેને જબરો પ્રતિસાદ મળ્યોહતો.’

આ વિષય પર લોકોને માર્ગદર્શન આપવા માટે અમને રાજાવાડી હૉસ્પિટલના ડૉ. મનીષ જોષીએ ખૂબ જ સહાય કરી હતી એમ જણાવતાં રુષભ શાહે કહ્યું હતું કે એને પરિણામે રવિવારે ગૌરીવિસર્જનના દિવસે સોસાયટીના સભ્યો અને ગણેશદર્શન કરવા માટે આવેલા ગણેશભક્તોમાંથી ૪૦થી વધુ લોકોએ તેમનાં ઑર્ગન્સ ડોનેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

જે લોકોએ અમારી પાસે ઑર્ગન્સ ડોનેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેમની પાસે અમે ફૉર્મ ભરાવ્યાં હતાં એવી માહિતી આપતાં વિક્રાંત ફ્રેન્ડ્સ સર્કલના અન્ય કાર્યકર કિશોર અદાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ત્રીસ વર્ષથી ગણેશોત્સવ ઊજવીએ છીએ. આ સિવાય અમે હોળી, દિવાળી અને નવરાત્રિના ઉત્સવો પણ ઉત્સાહપૂર્વક ઊજવીએ છીએ. આ વર્ષે અમે સોશ્યલ મેસેજની થીમ પર ઉત્સવની ઉજવણી કરી હતી. અમે જે સભ્યોએ ઑર્ગન-ડોનેશન માટેનાં ફૉર્મ ભર્યા હતાં તેમનાં નામ રજિસ્ટર કરી તેમને સૌને કાર્ડ ઇશ્યુ કર્યા હતાં. આમ અમે એક શિસ્તબદ્ધ પ્રક્રિયા પૂરી કરી હતી. અમે દર વર્ષે અલગ-અલગ થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરીએ છીએ. સોસાયટીના સભ્યો એમાં અનેરા ઉત્સાહ સાથે જોડાય છે. આ વર્ષે અમે સોલર દ્વારા ઇલેક્ટિÿકની બચત પર સેમિનાર પણ યોજ્યો હતો.’

- રોહિત પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK