મહિલાઓએ ભાગ લીધો ગેમ-શોમાં, પણ ખરેખર કરી સમાજસેવા

ડોમ્બિવલી ક.વી.ઓ. સમાજની લેડીઝ વિંગે કોઈ પણ પ્રકારનું સોશ્યલ વર્ક કરવાનો ટાસ્ક ધરાવતો ૨૦ દિવસનો પ્રોગ્રામ ઘડ્યો અને ૨૨૫ જણ હોંશે-હોંશે થઈ સહભાગી

seva

ખાસ બાત - લલિત ગાલા

શ્રી ડોમ્બિવલી કચ્છી વીસા ઓસવાલ (ક.વી.ઓ.) સમાજની મહિલા પાંખ દ્વારા સોશ્યલ વર્ક કરવાનો ટાસ્ક પૂરો કરવાના એક અનોખા ગેમ-શોનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦થી ૪૦ વર્ષ સુધીની યુવતીઓ માટે આયોજિત કરવામાં આવેલા આ ગેમ-શોનું નામ ડોમ્બિવલી પ્રીમિયર લેડીઝ હતું જેમાં દરેક ટીમને કોઈ પણ પ્રકારનું સોશ્યલ વર્ક કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. આ ગેમ-શોમાં ૧૫ ગામની ૧૫ ટીમો લેવામાં આવી હતી.

ડોમ્બિવલીમાં આયોજિત કરવામાં આવેલા આ અનોખા ગેમ-શોમાં કોઈ પણ પ્રકારનું સોશ્યલ વર્ક કરવાનો ટાસ્ક ૧૫ ગામની ટીમોના ૨૨૫ સ્પર્ધકોને આશરે ૨૦ દિવસ પહેલાં જ અપાઈ ગયો હતો એટલે આ ગેમ-શો ૨૦ દિવસ ચાલ્યો એમ કહી શકાય. આ ૨૦ દિવસ દરમ્યાન ભાગ લેનારા સ્પર્ધકોએ પોતે અથવા ટીમ સાથે મળીને આ દિવસોમાં કરેલા કાર્યના ફોટોગ્રાફ્સ લઈને ખાસ આ ગેમ-શો માટે બનાવેલા વૉટ્સઍપ ગ્રુપમાં પોસ્ટ કરવાના હતા. દરેક ટીમે શરૂઆતથી જ સોશ્યલ વર્ક કરવાના ટાસ્કને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. ૧૫ ગામની ટીમોએ ગરીબ અને આદિવાસી વિસ્તારોમાં નાસ્તાનું વિતરણ, ગરીબ બાળકોને સ્કૂલમાં ઉપયોગી સ્ટેશનરીનું વિતરણ, વૃદ્ધાશ્રમમાં જઈને એક દિવસ વૃદ્ધોની સેવા અને તેમની સાથે નાસ્તો, ડોમ્બિવલીની શાસ્ત્રીનગર મ્યુનિસિપલ હૉસ્પિટલમાં પેશન્ટોને બિસ્કિટ અને ફળોનું વિતરણ, અમુક વિસ્તારોમાં વૃક્ષારોપણ, રસ્તે રખડતાં પ્રાણીઓને ભોજન, ગાયોને ઘાસ, ડોમ્બિવલીમાં ચાલી રહેલા માનવતા ગ્રુપને લોકોની સેવા માટે જરૂરી એવી આવશ્યક દવાનું વિતરણ, ડોમ્બિવલીની પ્રેમાબેન સ્કૂલમાં વિદ્યાર્થીઓના ડ્રૉઇંગ-ક્લાસ લેવા, ગંદકી ધરાવતા અમુક વિસ્તારોમાં સ્વછતા-અભિયાન, ફ્રેન્ડશિપ ડેના દિવસે રેલવે-સ્ટાફ અને મોટરમેનને તેમ જ ટ્રાફિક-પોલીસને ફ્રેન્ડશિપ બૅન્ડ સાથે ચૉકલેટ, ગરીબ વિસ્તારોમાં મ્યુનિસિપાલિટીના નળોમાંથી પાણી ગળાઈને આવે એ માટે ગળણી લગાવવી, સોસાયટીના વૉચમેનને બાળકો દ્વારા ગ્રીટિંગ કાર્ડ અને ચૉકલેટ્સ આપીને આભાર વ્યક્ત કરવો, હોટેલમાં આપણને જમવાનું પીરસતા વેઇટરને થૅન્ક યુ કહેવું જેવાં અનેક સામાજિક કાર્યો કર્યાં હતાં.

આ ગેમ-શો વિશે વધુ માહિતી આપતાં શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સમાજનાં માનદ મંત્રી પ્રજ્ઞા નાગડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ગેમ-શો માટે બધી ટીમોએ ખૂબ જ સારો રિસ્પૉન્સ દેખાડ્યો હતો. અમારું વૉટ્સઍપ ગ્રુપ દરરોજ વધુ ને વધુ સોશ્યલ વર્કના ફોટોથી ભરાઈ રહ્યું હતું. આ ગેમ-શોમાં ભાગ લેવા માટેની ઉંમર ૨૦થી ૪૦ વર્ષ સુધીની હતી, પણ અમે દરેક ટીમને સોશ્યલ વર્કનું કોઈ પણ કાર્ય કરતી વખતે ખાસ પોતાનાં બાળકોને પણ સાથે રાખવાનો અનુરોધ કર્યો હતો જેથી બાળકોમાં પણ કોઈને મદદ કરવાની ભાવના જાગૃત થાય. ટોટલ ૨૨૫ ભાગ લેનારાઓની સાથે આશરે ૮૦૦ બીજા લોકોએ પણ તેમનાં આ સામાજિક કાર્યોમાં સાથસહકાર આપ્યો હતો. આ અનોખા ગેમ-શો માટે કોઈ પણ પ્રકારનાં પ્રાઇઝ રાખવામાં નહોતાં આવ્યાં, કેમ કે ૧૫ ટીમો અલગ-અલગ પ્રકારે સોશ્યલ વર્ક કરે છે તો દરેક સોશ્યલ વર્કની સરખામણી ન કરી શકાય. શનિવારે થયેલા અમારા પ્રોગ્રામમાં અમે સૌએ દેશવિરોધી કોઈ પણ મેસેજ સર્ક્યુટ ન કરવો, માતા-પિતા અને પતિ-પત્ની વિશે કોઈ પણ વાહિયાત જોક્સ ફૉર્વર્ડ ન કરવા તેમ જ કચરો બહાર ન ફેંકવો આ ત્રણ ચીજની પ્રતિજ્ઞા લીધી હતી.’

શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સમાજના માનદ મંત્રી સંજય દેઢિયાએ કહ્યું હતું કે ‘આ પ્રકારના સામાજિક હેતુલક્ષી કાર્યક્રમો લોકોમાં એકબીજાને મદદ કરવાની ભાવના નિર્માણ કરે છે. શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સમાજ દ્વારા સમયાંતરે આ પ્રકારના અનેક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે જેના કારણે સમાજના લોકો એકબીજાને ઓળખે છે અને લોકોમાં એકતાની ભાવના નિર્માણ થાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK