થર્મોકોલ પરના બૅનથી ગભરાવાની કોઈ જરૂર નથી, ઇકો-ફ્રેન્ડ્લી ડેકોરેશનની અનેક વરાઇટીઓ પણ બજારમાં મળે છે

હવે પૂંઠાં, કાપડ, કાપડની લેસ, લાકડાં, આભલાં, મોરપીંછ, સ્ટોન જેવી અનેક વસ્તુઓથી ગણપતિની સ્થાપના માટેનો ડેકોરેશન-મંડપ બનાવી શકાશે

thermocol1

ખાસ બાાત - રોહિત પરીખ

પરિવર્તન અને નવસર્જન એ સૃષ્ટિનો નિયમ છે. એક વસ્તુનો અંત બીજી અનેક વસ્તુઓનું સર્જન કરે છે. એવી જ રીતે મહારાષ્ટ્ર સરકાર અને હાઈ કોર્ટે ગણેશોત્સવ દરમ્યાન થર્મોકોલના ડેકોરેશન પર પ્રતિબંધ લાદી દેતાં હવે પૂંઠા, કાપડ, કાપડની લેસ, લાકડાં, આભલાં, મોરપીંછ, સ્ટોન જેવી અનેક વસ્તુઓના મખર (ગણપતિની સ્થાપના માટે બનાવાતા ડેકોરેશન મંડપ) માર્કેટમાં જોવા મળશે. આમ તો આ વસ્તુઓથી બનતા મખર અઢાર વર્ષથી માર્કેટમાં છે, પણ થર્મોકોલ પર પ્રતિબંધ મુકાતાં આ પ્રકારના ડેકોરેશનની માર્કેટમાં જબરી ડિમાન્ડ ઊભી થવાના સંજોગો અત્યારથી નિર્માણ થયા છે. 

પર્યાવરણને બચાવવા માટે સરકાર અને હાઈ કોર્ટે માર્ચ મહિનાથી થર્મોકોલ પર પ્રતિબંધ લાદી દીધો છે. એથી વષોર્થી થર્મોકોલની કલાકૃતિથી સજાવટ કરતા ગણેશભક્તોમાં થર્મોકોલને બદલે હવે શું એવો સવાલ ઊભો થયો. ગણેશભક્તોને થર્મોકોલનું ડેકોરેશન ખૂબ જ સોંઘું પડતું હતું. લોકો તેમનામાં રહેલી હસ્તકલાથી થર્મોકોલમાંથી ગણેશોત્સવમાં જાતે પણ ડેકોરેશન કરી શકતા હતા. જોકે થર્મોકોલનું ડેકોરેશન બીજા વર્ષે ભાગ્યે જ ઉપયોગમાં લઈ શકાતું હતું, જ્યારે હવે માર્કેટમાં આવેલા ઇકો-ફ્રેન્ડ્લી મખર થર્મોકોલના ભાવની સરખામણીમાં થોડા મોંઘા છે, પણ એના કરતાં લાંબી આવરદા ધરાવે છે.

થર્મોકોલના મખર ચારસો-પાંચસો રૂપિયાથી શરૂ થઈને હજારો રૂપિયાના બનતા હતા. જેની સામે પૂંઠાં, લાકડાં અને કાપડમાંથી બનતા મખર એક હજાર રૂપિયાથી શરૂ થઈને લાખો રૂપિયા સુધીના બની રહ્યા છે, પણ આ મખરનો મલ્ટિપલ ઉપયોગ થઈ શકે એમ હોવાથી અત્યારથી મુંબઈ અને મહારાષ્ટ્રના મખરના ટ્રેડરોમાં એની જબરી ડિમાન્ડ ઊભી થઈ છે. વષોર્થી થર્મોકોલના મખરનો બિઝનેસ કરી રહેલા પુણે અને નાશિકના ટ્રેડરો તો અત્યારથી જ સ્ટૉક કરવા લાગ્યા છે. પૂંઠાંના મખર લઈ જવામાં સુવિધાજનક હોવાથી વિદેશની બજારોમાં પણ એની જબરી ડિમાન્ડ છે.

આમ તો લાલબાગના આર્ટિસ્ટ નાના શેંડકરે ૨૦૦૧ની સાલમાં જ થર્મોકોલમાંથી બનતા મખરને તિલાંજલિ આપી દીધી હતી. ત્યાર પછી તેમણે પૂંઠાંના મખર બનાવવાની ફક્ત મુંબઈ અને મહારાષ્ટ્રમાં જ નહીં દુબઈ, લૉસ ઍન્જલસ જેવા દેશોમાં મખર મોકલવાના શરૂ કરી દીધા હતા. આ બાબતની માહિતી આપતાં નાના શેંડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થર્મોકોલમાંથી મખર બનાવવાની સૌથી પહેલી ફૅક્ટરી મહારાષ્ટ્રમાં મેં જ શરૂ કરી હતી. એ સમયે મારી પાસે થર્મોકોલને લીધે ફેલાતા પ્રદૂષણની અને એની કણીઓને લીધે ફેલાતી ગંદકીની અનેક ફરિયાદો આવતી હતી. એક આર્ટિસ્ટ તરીકે એ વાતોથી દુખ જરૂર થતું હતું, પરંતુ મારી ફૅક્ટરી ધમધોકાર ચાલી રહી હતી.’

આ થર્મોકોલથી બનતા મખરની ફૅક્ટરીમાં ૨૦૦૦ની સાલમાં આગ લાગી અને પૂંઠાંના મખરનું નવસર્જન થયું એમ જણાવતાં નાના શેંડકરે કહ્યું હતું કે ‘આગની અંદર મખરની બધી જ ડાઇ, પૅટનોર્ ખલાસ થઈ ગઈ. એટલો જ ભાગ બળીને ભસ્મ થઈ ગયો હતો, જ્યાં થર્મોકોલનો કચરો પડેલો હતો એ ભાગમાં આગ પ્રસરી નહોતી. લાખો રૂપિયાની મખરની ડાઇ અને પૅટનોર્ આગમાં ભસ્મ થઈ જતાં આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. જ્યારે હું હસતાં-હસતાં હવે પછી શું એના વિચારોમાં મગ્ન થઈ ગયો હતો. એ જ સમયે મારી નજર સામે એક નાનકડો પૂંઠાંનો મખર આવ્યો. બસ, બીજા જ દિવસથી થર્મોકોલના મખરની કરોડો રૂપિયાની ફૅક્ટરી બંધ કરીને હું પૂંઠાંના મખરની દુનિયામાં પ્રવેશ ચૂક્યો હતો. આજે અમે કમ્પ્યુટરાઇઝ્ડ ડિઝાઇનો બનાવી પૂંઠાંના નાની સાઇઝના બાળકોને ગમે એવા મખરથી લઈને સાર્વજનિક ગણેશોત્સવમાં ઉપયોગમાં લઈ શકાય એવા મોટા-મોટા પૂંઠાંના મખર બનાવીને માર્કેટમાં મૂક્યા છે.’

નાના શેંડકરની કંપનીએ અત્યારે સિદ્ધિવિનાયક મંદિરની આબેહૂબ કૃતિઓથી લઈને જયપુરના પૅલેસની આબેહૂબ કૃતિઓ પૂંઠાંમાંથી બનાવીને માર્કેટમાં મૂકી છે. નવરંગ મખર, સુવર્ણ મખર, સૂર્ય મખર, ૩D ગણેશ મખર, કોંકણ મંદિર મખર, ડાયમન્ડ મખર, વનરાઈ ïમખર, મયૂરાસન મખર જેવા સેંકડો પ્રકારના મખર અત્યારે મખરની માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. આ મખર દેશ અને વિદેશના ગણેશભક્તોમાં પ્રિય બનતા જાય છે.

લાલબાગના પૂંઠાંના મખરની સામે ઘાટકોપર (ઈસ્ટ)માં અવસર નામના ડેકારેશન મટીરિયલના શોરૂમમાં કાપડ, કાપડની લેસ, લાકડાં, આભલાં, મોરપીંછ, સ્ટોન જેવી અનેક વસ્તુઓના મખર દસ વર્ષથી ડિમાન્ડમાં છે. આ મખરની બાબતની માહિતી આપતાં હરેન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૨૫ વર્ષથી ડેકોરેશન મટીરિયલના બિઝનેસમાં છું. ગણેશોત્સવ અને નવરાત્રોત્સવના સમયમાં એક સમયે થર્મોકોલના મખરની ડિમાન્ડ હતી, પરંતુ થર્મોકોલના મખરની ગમેએટલી સાચવણી  કરવા છતાં એનો રીયુઝ ભક્તો નહોતા કરી શકતા. દસ વર્ષ પહેલાં અમે આપણા દેશમાં પહેલી વાર કાપડ, કાપડની લેસ, લાકડાં, આભલાં, મોરપીંછ, સ્ટોન જેવી અનેક વસ્તુઓના મખર બનાવીને ગણેશભક્તો અને માતાજીના ભક્તો સમક્ષ મૂક્યા અને આ મખર પ્રચલિત થઈ ગયા. આજે અમે આ પ્રકારના મખરની સેંકડો ડિઝાઇન બનાવીએ છીએ.’

thermocol

અમે ગયા વર્ષ સુધી ૩૦૦૦ રૂપિયાથી શરૂ થઈને એની કલાકૃતિ પ્રમાણે દોઢ-બે લાખ રૂપિયાના મખર બનાવતા હતા એમ જણાવતાં હરેન મહેતાએ કહ્યું હતું કે ‘આ વર્ષે થર્મોકોલ પર પ્રતિબંધ મુકાતાં અમે ઘરાકોને પોસાય એવા એક હજાર રૂપિયાના મખર પણ તૈયાર કરીને માર્કેટમાં મૂક્યા છે, જેને લીધે અમારી બનાવટના મખરની જબરી ડિમાન્ડ છે.’

થર્મોકોલના મખર પર પ્રતિબંધ મુકાતાં હવે પૂંઠાં, કાપડ, કાપડની લેસ, લાકડાં, આભલાં, મોરપીંછ, સ્ટોન જેવી અનેક વસ્તુઓના મખર (ગણપતિના ડેકોરેશન)ની ડિમાન્ડ ડબલ થશે એવો નિર્દેશ આપતાં નાના શેંડકર અને હરેન મહેતાએ કહ્યું હતું કે ‘આ બનાવટના મખર ઇકો-ફ્રેન્ડ્લી હોવાથી તેમ જ એનો મલ્ટિયુઝ થતો હોવાથી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે માર્કેટમાં ડિમાન્ડ ડબલ થશે. અત્યારે આ ડિમાન્ડ ટ્રેડરોમાં જ છે, પણ થોડા દિવસ પછી ઘરાકો પણ રેડીમેડ મખર લેવા નીકળશે.’

ઇકો-ફ્રેન્ડ્લી મખરથી નવો રોજગાર ઊભો થશે એવો દાવો પણ મખરના મૅન્યુફૅક્ચરર્સ તરફથી કરવામાં આવ્યો હતો. આ મૅન્યુફૅક્ચરર્સે‍ કહ્યું હતું કે ‘થર્મોકોલના મખર ફૅક્ટરીમાં બનવાના શરૂ થયા ત્યારથી થર્મોકોલની કલાકૃતિઓ કરી રહેલા કલાકારોની દુનિયાનો અંત આવ્યો હતો. આ કલાકારોના વારસદારો હવે આ લાઇનમાં આવવામાં રસ નથી ધરાવતા. બીજું, બધું ફૅક્ટરીઓમાં બનતાં આ કલાકારોની ડિમાન્ડ પણ નહોતી, પરંતુ હવે ફરી એક વાર નવા રોજગારના દરવાજા ખૂલશે એવો અમને વિશ્વાસ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK