ખાસ બાત : વિરારના ૯૨ વર્ષના ફાફડા-જલેબીવાળા ગુજરાતી દાદાએ કોઈને નિરાશ ન કર્યા

ગઈ કાલે દરેક ગ્રાહકને હાથે બનાવેલા ફાફડા-જલેબી ખવડાવ્યાં

dashera


મુંબઈભરમાં ગઈ કાલે બધે દશેરાની ઉજવણીરૂપે લોકો જલેબી-ફાફડાની દુકાનમાં ઊમટી પડ્યા હતા. એથી દુકાનના માલિકો ઍડ્વાન્સમાં જ બધી તૈયારીઓ કરીને રાખે છે અને દુકાનનો સ્ટાફ પણ આખો દિવસ જલેબી-ફાફડા બનાવવામાં વ્યસ્ત રહે છે. જ્યારે કે વિરાર (વેસ્ટ)માં શ્રી વિમલનાથ દેરાસરની સામે દુકાન ધરાવતા ૯૨ વર્ષના દાદાજી મનસુખ વસાણી એકલા હાથે જલેબી-ફાફડા બનાવીને દશેરામાં બધા ગ્રાહકોને આપી રહ્યા હતા. આખો દિવસ ગ્રાહકો ધીરે-ધીરે આવી રહ્યા હતા અને દાદાજી બસ એ બનાવવામાં જ વ્યસ્ત હતા.

વિરાર (વેસ્ટ)માં શીતલબાગમાં મનસુખભાઈ સાથે રહેતા તેમના ચોથા નંબરના દીકરા હરેશ વસાણીએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પપ્પાની ઉંમર ૯૨ વર્ષની છે એમ છતાં તેમનામાં ભારે ઉત્સાહ અને સ્ફૂર્તિ જોવા મળે છે. તેઓ લગભગ પાંચ વર્ષના હતા ત્યારથી જ ફરસાણની દુકાનમાં કામ કરે છે. એથી તેઓ ફરસાણ બનાવવામાં અવ્વલ છે અને તેમના હાથે બનાવેલી દરેક વસ્તુ સ્વાદિષ્ટ હોય છે. તેમની ખુશી અને સ્વાસ્થ્ય માટે જ અમે તેમને ભાડા પર દુકાન લઈ આપી છે. આ દુકાને તેઓ પોતે જલેબી-ફાફડા બનાવે છે. હું ફક્ત તેમને અમુક વખત લોટ બાંધી આપું છું, કારણ કે તેઓ જે રીતે બનાવે એવું કોઈ બનાવી શકતું નથી. ગઈ કાલે દશેરામાં લોકો જલેબી-ફાફડા લેવા ઊમટ્યા હતા એમાં અમારી દુકાને પણ કાલે ૨૦૦ જેટલા ગ્રાહકો આવ્યા હતા અને મારા પિતા ખૂબ ઉત્સાહથી તેમના માટે જલેબી-ફાફડા બનાવી રહ્યા હતા.’

તેમનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે અમે દુકાન કરી આપી છે એમ કહેતાં હરેશભાઈએ કહ્યું હતું કે ‘હું વર્ષો પહેલાં મુંબઈ આવી ગયો હતો અને મારા વડીલ થોડાં વર્ષ પહેલાં જ અહીં આવ્યા છે. આમ તો અમે વન રૂમ-કિચનના નાનકડા ઘરમાં રહીએ છીએ અને ખૂબ સામાન્ય ઘરના છીએ. રિટાયર્ડ લાઇફમાં પપ્પા બીમાર ન પડે અને ઍક્ટિવ રહે તેમ જ તેમની ઇચ્છા પણ પૂરી થાય એ માટે થઈને અમે ભાડાની સગવડ ન હોવા છતાં તેમના માટે ભાડા પર દુકાન કરી આપી છે. ઘરેથી અમારી દુકાન ૧૦થી ૧૫ મિનિટના અંતરે છે. પપ્પા ઘરેથી સવારે લગભગ સાડાછ અને પોણાસાત વાગ્યાની વચ્ચે નીકળે છે અને ચાલીને દુકાને જાય છે. સવારે સાત વાગ્યે દુકાન શરૂ કરે અને બપોરે દુકાને જ આરામ કરી લે અને રાત્રે આઠ વાગ્યા સુધી દુકાને બેઠા હોય છે. તેમને આરામ કરવા ઘરે જવા કહીએ તો તેઓ કોઈનું સાંભળતા નથી. દરરોજ તો વધુ ગ્રાહક નથી આવતા, પણ પપ્પા પોતાના હાથે બધું બનાવીને લોકોને ખવડાવે અને સ્વસ્થ રહે એમાં તેમની ખુશી છે એથી અમે પણ તેમને વધુ કંઈ કહેતા નથી. તે ભલે મારા પિતા રહ્યા એમ છતાં આ ઉંમરે આટલું પણ કરે એટલે તેમને માનવા. હાલમાં તો આપણી લાઇફ-સ્ટાઇલ પ્રમાણે આપણે યંગ એજમાં જ કેટલીયે વખત માંદા પડતા હોઈએ છીએ, પરંતુ તેમનો ઉત્સાહ જ તેમને સ્વસ્થ રાખે છે.’

- પ્રીતિ ખુમાણ ઠાકુર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK