છોડો સિગરેટ, શરાબ, ધૂમ્રપાન ઇસસે બરબાદ હોતા ઇન્સાન

કાંદિવલીની મજીઠિયા નગર હાઉસિંગ સોસાયટીમાં બાળકો અને પેરન્ટ્સે સાથે મળીને કમ્પાઉન્ડની દીવાલો પર આવાં અસરકારક સ્લોગન દ્વારા ભ્રૂણહત્યા, નો-સ્મોકિંગ, ગ્રીન મુંબઈ જેવી વિવિધ થીમનું કર્યું રંગરોગાન

smoke

ખાસ બાત - ઉર્વી શાહ મેસ્ત્રી

દિવસ-રાત મોબાઇલમાં જ રચ્યાંપચ્યાં રહેતાં બાળકો મોબાઇલ છોડીને કંઈક નવું કરે અને શીખે એવો મોટા ભાગના પેરન્ટ્સનો આશય હોય છે અને એ હેતુથી કાંદિવલી (વેસ્ટ)માં આવેલી મજીઠિયા નગર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રવિવારે બાળકો અને પેરન્ટ્સે મળીને સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન સોસાયટીના કમ્પાઉન્ડની દીવાલો પર ગ્લોબલ વૉર્મિંગ, નો-સ્મોકિંગ, ગ્રીનરી, ભ્રૂણહત્યા, બેટી પઢાઓ, હેલ્થ અવેરનેસ વગેરે જેવી થીમ મુજબ સ્કેચ ડ્રૉ કરીને કલર કરીને દીવાલોનું બ્યુટિફિકેશન કર્યું હતું.

આ કાર્ય કેવી રીતે પાર પડ્યું એ વિશે જણાવતાં શેખર મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૫ જાન્યુઆરીની રાત્રે ભાવિન શાહ, આનંદ ખાખરિયા, મેં તથા સોસાયટીના અમુક રહેવાસીઓએ બાળકો કંઈક નવું શીખે તથા પસાર થનારા રોજ મેસેજ વાંચે અને પોતાના જીવનમાં એને ઉતારે તેમ જ બાળકોની પણ કળાસૂઝ ખીલે એ હેતુથી કમ્પાઉન્ડની દીવાલોને સરસ થીમ પર રંગીએ એવો વિચાર કર્યો હતો અને આ માટે બીજા દિવસે ૨૬ જાન્યુઆરીએ સોસાયટીના કમ્પાઉન્ડમાં યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં દીવાલોને રંગવાની પ્રવૃત્તિ વિશે પૂરી માહિતી આપીને સૌ રહેવાસીઓને તેમ જ બાળકોને રવિવારે સવારે અગિયાર વાગ્યે કમ્પાઉન્ડમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. માત્ર બે દિવસની અંદર અમે લોકો કલરકામ કરવા માટેની તમામ સામગ્રીઓ લઈને આવ્યા હતા અને સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. રવિવારે સવારે અગિયાર વાગ્યે ધીમે-ધીમે બાળકો અને પેરન્ટ્સ આવવાની શરૂઆત થઈ હતી અને અમે વિચાર્યું પણ નહોતું એટલો સારો પ્રતિસાદ અમને બાળકો તરફથી મળ્યો હતો. બાળકોએ ખંતથી દીવાલો પર અલગ-અલગ થીમ પર રંગરોગાન કર્યું હતું. અમારી સોસાયટીના કમ્પાઉન્ડની ૨૦૦ ફીટ લાંબી અને દસ ફુટ પહોળી દીવાલો પર સૌ પેરન્ટ્સે થીમને અનુરૂપ સ્કેચ ડ્રૉ કર્યા હતા અને દરેક બાળકે એમાં કલર પૂર્યા હતા. ૧૨૫ જેટલાં બાળકો આ કાર્યમાં સહભાગી થયાં હતાં. પેરન્ટ્સ તથા બાળકોએ સાથે મળીને સોસાયટીના કમ્પાઉન્ડની દીવાલોનું પણ બ્યુટિફિકેશન કર્યું હતું. પસાર થનારા અન્ય સોસાયટીના કેટલાક લોકો પણ પેઇન્ટિંગના કામથી આકષાર્યા હતા અને તેઓ દ્વારા પણ થોડું રંગરોગાન કરવામાં આવ્યું હતું. પાંચ વાગ્યા બાદ સૌ સાથે મળીને ચા-નાસ્તો કરીને છૂટા પડ્યા હતા.’

બ્યુટિફિકેશન માટે થયેલા ખર્ચનું અરેન્જમેન્ટ કેવી રીતે કર્યું એની માહિતી આપતાં શેખર મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરેક રહેવાસીએ યથાશક્તિ પૈસા આપ્યા હતા તથા ભાવિન શાહ અને આનંદ ખાખરિયાએ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અંદાજે વીસ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. સૌ પેરન્ટ્સ પણ બહુ ખુશ થયા હતા અને કહ્યું કે અમારાં બાળકો સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતાં હોય છે અને રવિવારે એનાથી વિપરીત પરિસ્થિતિ જેાવા મળતાં આભાર પણ વ્યક્ત કર્યો હતો. જો દરેક સોસાયટી દ્વારા બાળકોને સાથે લઈને આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો બાળકોને પણ કંઈક અલગ કરવા તથા શીખવા મળશે અને મોબાઇલ તેમ જ કમ્પ્યુટરની દુનિયામાંથી બહાર પણ આવી શકશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK