ફેસ્ટિવલ સ્કૂલનો, દાન સેનાના શહીદ જવાનોને

બોરીવલીની બધી સ્કૂલોએ ભાગ લીધો આ અનોખા ઉત્સવમાં: વિદ્યાર્થીઓને સેલ્ફ-ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી

donate

ખાસ બાત - યશ રાવલ

સ્કૂલ કે કૉલેજના ફેસ્ટિવલ્સ કંઈ નવી વાત નથી અને દર વર્ષે બધી જ સ્કૂલો અને કૉલેજો ઍન્યુઅલ ફંક્શન યોજતી હોય છે, પરંતુ આ વર્ષે બોરીવલી (વેસ્ટ)માં આવેલી જયાબેન બી. ખોત સ્કૂલ દ્વારા યોજવામાં આવેલા ફેસ્ટિવલમાં કંઈક અનોખું હતું અને એ માત્ર સ્કૂલના ઍન્યુઅલ ફેસ્ટિવલ સુધી સીમિત નહોતું, કારણ કે એમાં માત્ર ડાન્સ-પર્ફોર્મન્સ, સિન્ગિંગ-પર્ફોર્મન્સ કે કોઈ સ્કિટ નહોતું, પરંતુ આ ફેસ્ટિવલની ખાસ વાત એ હતી કે એમાં માત્ર આ જ સ્કૂલ નહીં, પરંતુ બધી જ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમાં રાખવામાં આવેલા ખાણી-પીણી કે અન્ય સ્ટૉલ્સમાંથી થનારી કમાણી દેશની સેવામાં પોતાના જીવની આહુતિ આપનારા શહીદ સૈનિકોનાં કુટુંબોને મદદરૂપે આપવામાં આવશે. સામાન્ય રીતે ઍન્યુઅલ ફંક્શન યોજવાને બદલે આ પ્રકારનો ફેસ્ટિવલ યોજવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો એ વિશે જણાવતાં જયાબેન ભદ્રસેન ખોત સ્કૂલનાં એજ્યુકેશન ડિરેક્ટર સ્મિતા પાટકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વર્ષે સામાન્ય રીતે દર વર્ષે થતા ઍન્યુઅલ ફંક્શનને બદલે વિદ્યાર્થીઓ માટે કંઈક કરી શકાય એવું તેમ જ આપણા દેશની રક્ષામાં બલિદાન આપનારા શહીદો માટે કંઈક કરી શકાય એવું કરવાનો વિચાર સ્ફુર્યો હતો અને એટલા માટે જ અમે બોરીવલીની બધી જ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ ફેસ્ટિવલમાં ભાગ લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓને સેલ્ફ-ડિફેન્સની તાલીમ મળી શકે અને શહીદો માટે વધુ ને વધુ ફન્ડફાળો ઉઘરાવી શકાય. આજના જમાનામાં દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પોતાને કઈ રીતે ઉગારી શકે એ શીખવવું આવશ્યક છે અને એટલા માટે જ સેલ્ફ-ડિફેન્સનું ખાસ સેશન રાખવામાં આવ્યું હતું.’

ડિફેન્સ એક્સપર્ટ્સ દ્વારા ફેસ્ટિવલમાં આવેલાં તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને સેલ્ફ-ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. અહીં આવેલા આમંત્રિતોએ આપેલા દાનની બધી જ રકમ શહીદોને દાનમાં આપવામાં આવી હતી.

આ સિવાય પહેલી જ વખત અનોખા પ્રકારની કુકિંગ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતાની માતા નહીં, પરંતુ પિતા સાથે મળીને સ્ટેજ પર વાનગીઓ બનાવી હતી અને એમાંથી સૌથી શ્રેષ્ઠ વાનગી બનાવનાર વિદ્યાર્થી અને તેમના પિતાને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ફેસ્ટિવલમાં નાનકડાં ભૂલકાંઓએ ભરતનાટ્યમના પર્ફોર્મન્સ પણ આપ્યા હતા તેમ જ વિદ્યાર્થીઓને આર્ટિફિશ્યલ જ્વેલરી બનાવવાની ટ્રેઇનિંગ પણ આપવામાં આવી હતી. સાયન્સ મ્યુઝિયમ દ્વારા બાળકોને વિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આવ્યું હતું તેમ જ વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલા ફેશન-શોમાં બાળકોએ રૅમ્પ-વૉક પણ કર્યું હતું. જયાબેન ખોત (ઈસ્ટ) અને (વેસ્ટ) આ બન્ને સ્કૂલના તેમ જ દહિસર અને બોરીવલીની સ્કૂલના સાતસોથી વધુ બાળકોએ તેમ જ બે હજારથી વધુ વાલીઓએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલની ખાસ વાત એ હતી કે માત્ર પોતાની સ્કૂલના જ નહીં પરંતુ બોરીવલીની બધી જ સ્કૂલનાં બાળકોને આ તમામનો લાભ આપવામાં આવ્યો હતો. આ ફેસ્ટિવલમાં BJPના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી તેમ જ નગરસેવિકા બીના દોશી ઉપરાંત જયાબેન ખોત સ્કૂલના સેક્રેટરી હરીશભાઈ ખોત, ટ્રસ્ટી મનહરભાઈ ખોત પણ હાજર હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK