જોઈ ન શકતાં બાળકોને ક્રિકેટ રમાડીને કર્યું બર્થ-ડે સેલિબ્રેશન

સાઇકોલૉજિસ્ટ નિશા શાહે યોજેલી મૅચમાં ૧૦થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓનો ક્રિકેટ-સ્પિરિટ જોઈને પ્રેક્ષકો ખુશ થયા

blind

ખાસ બાત - મમતા પડિયા

૩૧ ડિસેમ્બરને એટલે કે વીતેલા વર્ષને ગુડ બાય કહેવા અને આવનારા વર્ષના સ્વાગત માટે ઉજવણીનો દિવસ હોય ત્યારે મુંબઈમાં રહેતાં નિશા દીપેશ શાહે ૩૧ ડિસેમ્બરે આવતો પોતાનો બર્થ-ડે અને ન્યુ યર સેલિબ્રેશન બન્ને પ્રસંગને જોડીને જન્મથી જોઈ ન શકતાં બાળકોને ક્રિકેટ રમાડીને ઉજવણી કરી હતી. વિરાટ કોહલી અને કંપનીથી ચડિયાતું પ્રદર્શન કરીને આવાં બાળકોએ મૅચ જોનારા લોકોને અવાક કર્યા હતા. તેમનો સ્પિરિટ, રમવાની તીવþ ઇચ્છા અને પોતાને સચિન તેન્ડુલકરથી ઓછા ન સમજતાં આ બાળકોના ઉત્સાહે મૅચમાં સૌનાં દિલ જીતી લીધાં હતાં. આંખ સામે ભલે અંધકાર હોય પરંતુ ખુશીરૂપી પ્રકાશ મૅચમાં તેમના મોઢા પર છલકાઈ રહ્યો હતો.

રવિવારે સવારે ધ નૅશનલ સ્ર્પોટ્સ ક્લબ ઑફ ઇન્ડિયામાં તાડદેવની વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફૉર બ્લાઇન્ડના દસથી માંડીને ૧૮ વર્ષ સુધીના કુલ પંદર વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બે ટીમ વચ્ચે છ ઓવરની મૅચનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ ખેલાડી ફોર કે સિક્સ મારે તો બધા ભેગા મળીને નાચી-કૂદીને ખુશી વ્યક્ત કરતા હતા. આ મૅચમાં પોતાની અનોખી અદાથી વિદ્યાર્થીઓએ કૉમેન્ટરી આપીને વિવિધ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું એટલું જ નહીં, આ મૅચનું આયોજન કરનાર નિશા શાહ પાસે બોલિંગ પણ કરાવી હતી. છ ઓવરની મૅચમાં ૫૪ રન કરીને ચંદ્રકાન્ત મોરેની સાત વિદ્યાર્થીઓની ટીમે વિજય મેળવ્યો હતો, જ્યારે વિરોધી ટીમના આઠ વિદ્યાર્થીઓએ ૩૦ રન જ બનાવ્યા હતા. જોકે જીતની ટ્રોફી ૧૪ વિદ્યાર્થીઓએ ભેગા મળીને બર્થ-ડે-ગર્લ નિશા શાહના હસ્તે સ્વીકારી હતી.

blind1

જિંદગી બધા માટે એક જ છે, ફરક છે તો બસ એટલો કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે અને કોઈ બીજાને ખુશ કરીને પરમ આનંદ પામે છે એમ જણાવીને નિશા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિર કે દેરાસર બંધાવવાં એ સારી વાત છે, પરંતુ જે જીવતું છે અને હકીકતમાં જેમને જરૂર છે તેમની જરૂરિયાતો પૂરી કરવા જેવું બીજું કોઈ પુણ્ય નથી. હું નવમા ધોરણમાં હતી ત્યારથી પપ્પા સાથે સામાજિક ઍક્ટિવિટીથી સંકળાયેલી છું. છેલ્લાં ત્રણ વર્ષમાં તળ મુંબઈની જોઈ ન શકતાં બાળકો માટે ચાલતી સ્કૂલ નજીક નવ મૅચનું આયોજન કર્યું છે. રવિવારે પહેલી વખત ક્લબમાં મૅચ રાખવામાં આવી હતી જેથી આ વિદ્યાર્થીઓ રમતી વખતે પડે-આખડે તો ઘાસમાં તેમને કોઈ ઈજા ન થાય. અમારા ઘરમાં બર્થ-ડે, ઍનિવર્સરી કે અન્ય કોઈ પ્રસંગ હોય ત્યારે આ રીતે સમાજના આવા વિશેષ વર્ગ માટે કાર્યક્રમનું આયોજન કરીને ઉજવણી કરીએ છીએ. તેઓ પણ આપણા જેવા જ છે અને તેમની શારીરિક ઊણપને તેમની તાકાત બનાવવાનું હું તેમને પ્રોત્સાહન આપું છું.’

અમે અમારાં બાળકોને રમતની કોઈ વિશેષ તાલીમ નથી આપતા. આ વિદ્યાર્થીઓ ફિટનેસ-ટ્રેઇનિંગના પિરિયડમાં પોતાના ઇન્ટરેસ્ટની ઇન્ડોર અને આઉટડોર ગેમ રમે છે. અમારી સ્કૂલ ૧૧૫ વર્ષ જૂની છે. અમારા વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આંતરસ્કૂલ સ્પર્ધામાં, રાજ્યસ્તરે તેમ જ નૅશનલ સ્તરે સ્કૂલને રીપ્રેઝન્ટ કરે છે.

- શાલન ચવાણ, વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફૉર બ્લાઇન્ડનાં પ્રિન્સિપાલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK