પરિવારનું પીઠબળ હંમેશાં વિકાસની પ્રેરણા બન્યું છે

રેડ રોઝ બ્રૅન્ડના ફાઉન્ડર વોરા બ્રધર્સની મહેનતને નિખારવાનું કામ નવી જનરેશનના સચિન વોરાએ કર્યું અને બ્રૅન્ડને વિદેશોમાં વિસ્તરતી કરવામાં મહત્વનો ફાળો આપ્યો છેશૂન્યમાંથી સર્જન કરીને કોઈ બિઝનેસ સ્થાપવો એ જો એક ચૅલેન્જ હોય તો આ સ્થાપેલા ટ્રેડિશનલ બિઝનેસને વેગ આપીને એને વિસ્તારવો એ પણ એટલું જ પડકારજનક હોય છે. કચ્છના વાંઢિયા ગામના વોરા બ્રધર્સ એટલે કે ચંદુભાઈ, ધીરજભાઈ, રમેશભાઈ, શૈલેશભાઈ અને મહેશભાઈ વોરાએ અથાગ સંઘર્ષ કરીને ‘રેડ રોઝ’ બ્રેન્ડથી લેડીઝ ઇનરવેઅર્સમાં એક વિશ્વસનીય શાખ ઊભી કરેલી. વડીલોના આ સાહસિક વેન્ચરમાં ઘણી નાની વયે જોડાઈ જઈને એને વેગ આપવાનું કામ કર્યું ચંદુભાઈ વોરાના પુત્ર સચિન વોરાએ. નવી પેઢી ધંધામાં પ્રવેશે અને વડીલોના ખભેખભા મિલાવીને કામ કરે ત્યારે જૂની પેઢીનો અનુભવ અને નવી પેઢીની ફ્રેશ વિચારધારાનો

સરવાળો થાય. એને કારણે ધંધામાં ગુણાકાર થતો હોય એટલો વિકાસ જોવા મળે. સચિનભાઈ વોરાના આગમનથી રેડ રોઝ બ્રૅન્ડના બિઝનેસમાં પણ કંઈક એવું જ થયું.

ગળથૂથીમાં મળી ઉદ્યોગસાહસિકતા

કહેવાય છે કે મોરના ઇંડાંને ચિતરવા ન પડે. એ ન્યાયે ઉદ્યોગસાહસિકતા, જોખમ ઊઠાવવાનું જિગર, કંઈક નવું કરવાની ધગશ સચિનભાઈને લોહીમાં જ મળેલી. અગૅઇન, પપ્પા ચંદુભાઈની જેમ જ તેમને અભ્યાસના થોથાં ઊથલાવવામાં રસ નહોતો. તેમને તો પ્રૅક્ટિકલ લાઇફનાં પાઠો શીખવામાં રસ હતો. નાનપણથી વડીલોને તેમણે બિઝનેસની જે અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થતાં જોયેલાં એને કારણે કુદરતી રીતે જ તેમની અંદરનો બિઝનેસમૅન ઘડાતો ગયો હતો. પપ્પા અને કાકાઓની સાથે ઑફિસ અને ફૅક્ટરીઓ પર આવીને કયું કામ કઈ રીતે થાય છે એ બધું જાણવા-શીખવાની જબરી ઉત્કંઠા તેમને ટીનેજથી જ હતી.

બધા જ ડિપાર્ટમેન્ટનું જ્ઞાન

ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યા પછી સચિનભાઈએ રોજ ઑફિસે આવવાનું શરૂ કરી દીધું. માલિકના દીકરા હોવાના નાતે બધા કર્મચારીઓ તેમને ‘જી સાહેબજી’ કરે, પણ સચિનભાઈને ધંધાની એકેએક આંટીઘુંટી શીખવી હતી એટલે તેમણે એક પછી એક ડિપાર્ટમેન્ટમાં કામ કયુંર્. સચિનભાઈ કહે છે ‘મેં શરૂઆત કરેલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટથી. આ ડિપાર્ટમેન્ટ જો ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્નેમાં પ્રગતિ કરે તો આખી કંપનીને ફાયદો થાય. એટલે મેં દિવસ-રાત જોયા વિના પ્રોડક્શનની તમામ ઝીણીઝીણી બારીકીઓ શીખવાનું કામ સૌથી પહેલું કર્યું. એ પછી વારો આવ્યો સપોર્ટિવ સિસ્ટમ ઍડમિનિસ્ટ્રેશનનો. વહીવટમાં કુશળતા કેળવવી હોય તો પાયાનું ઍડમિનિસ્ટ્રેશન કઈ રીતે ચાલે છે એ પણ જાણવું જરૂરી છે. આ બન્ને ડિપાર્ટમેન્ટમાં શું ચાલે છે એ શીખવાનું અને મારી સમજણ પ્રમાણે એમાં ચેન્જ કરવાનું પણ મેં શરૂ કર્યું ને મને સફળતા મળતી ગઈ.’

કંપનીના પડદા પાછળ રહીને કામ કરતી સપોર્ટિવ વ્યવસ્થાઓને જાણ્યા પછી જ્યારે તેમણે માર્કેટિંગમાં ઝંપલાવ્યું એ પછી તેમણે માત્ર ક્વૉન્ટિટી માર્કેટિંગ તરફ જ નહીં, બ્રૅન્ડ બિલ્ડિંગના કામને પણ વેગ આપ્યો.

લોગોથી પરિવર્તનની શરૂઆત

લેડીઝના કપડાંની ફૅશન સતત બદલાતી રહે છે. કેમ કે સ્ત્રીઓને હંમેશાં કંઈક નવું, તરોતાજા કરે એવું અને એક્સપરિમેન્ટલ થવું ગમતું હોય છે. એ વાતને ધ્યાનમાં રાખીને સચિનભાઈએ સૌથી પહેલાં તો બ્રૅન્ડના લોગોને તાજગી આપી. માર્કેટિંગ માટે બહાર ફરતી વખતે તેઓ માર્કેટમાં શું ચાલે છે? કેમ ચાલે છે? શું નવું છે? શું ક્લાયન્ટની જરૂરિયાત હોઈ શકે? એ બધું સાઇલન્ટલી ઑબ્ઝર્વ કરતા રહેતા. લોગોની સાથે પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન પણ અટ્રેક્ટિવ બનાવ્યું. સચિનભાઈ કહે છે ‘હું નવું-નવું વિચારતો રહેતો અને વડીલો સાથે શેઅર કરતો. નવાઈની વાત એ છે કે મારાં વડીલોએ કદી મને હું નાનો છું કે નવો છું એવું ફીલ થવા નથી દીધું. તેમણે મને ફુલ ફ્રીડમ આપી. નવા પ્રયોગો અને નવું રિસ્ક લેવામાં વડીલોએ કદી મને રોક્યો નથી. ઉલટાનું તેમણે પણ કસ્ટમર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી-નવી પ્રોડક્ટ્સ લૉન્ચ કરવાનું પસંદ કર્યું છે. હું તો કહીશ કે વડીલોએ નવી જનરેશનના મિજાજને સમજવામાં જે ઉદારતા અને કુનેહ દાખવ્યો છે એ કાબિલેદાદ છે.’

એક બાસ્કેટમાં ઈંડાં ન રખાય

‘રેડ રોઝ’ બ્રૅન્ડ શૉર્ટપેન્ટ્સથી શરૂ થયેલી અને નીટેડ ફેબ્રિકની લેડીઝ પેન્ટીઝને પહેલવહેલી વાર માર્કેટમાં લૉન્ચ કરીને આ ક્ષેત્રમાં પાયોનિયર પણ બની. જોકે આટલાથી વોરા બ્રધર્સને સંતોષ નહોતો. ધંધાને વિસ્તારવાનું ખૂબ જરૂરી હતું. એમ જણાવતાં સચિનભાઈ કહે છે ‘કોઈ પણ અનુભવી, ડાહ્યો અને ઠાવકો વેપારી કદી પોતાનો વેપાર એક જ પ્રોડક્ટ પૂરતો સીમિત ન રાખે. જેમ રોકાણનો નિયમ છે કે પરિવારની બધી મૂડી એક જ છાબડીમાં ન મૂકવી જોઈએ. એ નિયમ અમને પણ લાગુ પડે. પરિવારના પાંચેય ભાઈઓની મહેનતરૂપી મૂડી માત્ર એક જ પ્રોડક્ટ કે ક્ષેત્રમાં ખર્ચાય એવું કેમ? એના કરતાં ઇનરવેઅરની બીજી પ્રોડક્ટ્સમાં બિઝનેસને ફેલાવીએ તો જ લાંબા ગાળે વિકાસની શક્યતાઓ ઉજ્જવળ બને.’

આ વિશે ચંદુભાઈ કહે છે ‘અમે એક વાત નક્કી કરેલી કે પરિવારનો બિઝનેસ તો એક જ રહેશે. જેટલો સંતોષ અને સુખ આખા પરિવારને સાથે લઈને ચાલવામાં છે એ એકલપેટા થવામાં નથી. એ જ કારણોસર અમે એક જ બ્રૅન્ડ હેઠળ પ્રોડક્ટ્સનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું.’

પેન્ટી પછી તેમણે હોઝિયરી મટીરિયલની સ્લિપ્સ માર્કેટમાં મૂકી. એ વિશે ધીરજભાઈ કહે છે ‘અગૅઇન આમાં પણ અમે પાયોનિયર ગણાઈએ. અત્યારે ભલે હોઝિયરી મટીરિયલની સ્લિપ્સ જ બધે દેખાય છે, પણ અમે જ્યારે પહેલી વાર આ પ્રોડક્ટ માર્કેટમાં મૂકેલી ત્યારે કોઈ લેવાલ નહોતું. અમારી સિમ્પલ સોચ હતી કે જેમ પુરુષોની વેસ્ટ હોઝિયરી અને સ્ટ્રેચેલબ મટીરિયલની હોય છે તો લેડીઝની કેમ નહીં? ’

સ્લિપ્સ પછી તો ફેન્સી નાઇટી, કૉટન નાઇટી, મેટરનિટીવેઅર, લેગિંગ્સ, બાથરૉબ્સ એમ પ્રોડક્ટ-રેન્જ વિસ્તરતી જ ગઈ. રેડ રોઝની કિડ્સ ગાર્મેન્ટની પણ અલાયદી રેન્જ છે જે હાલમાં માર્કેટમાં ધૂમ મચાવે છે. સચિનભાઈ કહે છે ‘બદલાતા સમયને, આઉટરવેઅરના ચેન્જ થતા રહેતા ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને અમે ઇનરવેઅર્સમાં પણ નવા-નવા પ્રયોગો કરતા ગયા અને અમને સફળતા મળતી ગઈ. દરેક વખતે નવી પ્રોડક્ટ લૉન્ચ કરતી વખતે અમે સંઘર્ષ કર્યો છે, પણ અમને સંતોષ એ વાતનો છે કે આખો પરિવાર સાથે હોવાથી અમે એ સંઘર્ષના સમયમાંથી આસાનીથી પાર ઊતરીને હવે સફળતાનો આસ્વાદ માણી રહ્યા છીએ.’

હજી તો ઘણો વિકાસ કરવો છે

વોરા બ્રધર્સ અને તેમની આગામી પેઢી ‘રેડ રોઝ’ને હજીય વધુ ઊંચાઈએ લઈ જવા માગે છે. સતત વિકાસ થતો રહે એ માટે અમે મનની બધી જ બારીઓ ખુલ્લી રાખીને કામ કરીએ છીએ. સચિનભાઈ કહે છે ‘ધીરજકાકાનો દીકરો મોનાલ પ્ગ્ખ્ થયો છે. હાલમાં તે વિદેશમાં જઈને મલ્ટિનૅશનલ કંપનીમાં એક-બે વર્ષનો અનુભવ લેવાનું વિચારે છે. તેના અનુભવને કારણે પરિવારના બિઝનેસ જ ફાયદો થશે. અભ્યાસ અને વિદેશી કંપનીઓના અનુભવમાંથી અમે શીખીને બિઝનેસને એક નવો આયામ આપી શકીશું.’

સચિનભાઈનું કહેવું છે કે ‘બિઝનેસમાં શીખવાનું, વિકસવાનું અને વિસ્તરવાનું કદીય અટકવું ન જોઈએ. જોકે એક વાત મારે કબૂલવી પડશે કે હું નચિંત થઈને બિઝનેસમાં ધ્યાન પરોવી શક્યો એનું ઘણું શ્રેય મારી વાઇફ નેહલને પણ જાય છે.’

પરિવારનું પીઠબળ

વૉરા બ્રધર્સ જ્યારે વાંઢિયા ગામથી મુંબઈ આવ્યા અને શૉર્ટપેન્ટ્સનો ધંધો શરૂ કર્યો ત્યારે એક સમય એવો પણ હતો જ્યારે ભાઈઓ ભાડે લીધેલા કારખાનામાં જ રહેતા હતા. ધંધાના વિકાસને પગલે ધીમે-ધીમે અસ્કયામતો પણ વધતી ગઈ અને મુંબઈ ફળ્યું. આજે ૩૭ વર્ષ પછી ભલે પાંચેય ભાઈઓના પરિવારનું રહેવાનું જુદું છે, પણ ધંધો એક જ છે. પરિવારની વહુઓના મન એક જ છે. સંયુક્ત પરિવારની ભાવના પાંચ ભાઈઓના સંતાનોમાં પણ એટલી જ દૃઢ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK