રવિવારે લાઇફનો ૨૫૦૧મો સાપ પકડ્યો આ મૅડમે

નેવું ટકા મહિલાઓ એવી હશે જેમની સામે નાનકડો કૉક્રૉચ પણ આવે તો તેમને ફાળ પડી જાય.


kalpana




ગરોળીનું પણ એવું જ છે અને ઉંદરથી ભાગનારી મહિલાઓનો પણ તોટો નથી. આવા સમયે વાત જો સાપ, નાગ અને મગરની આવી જાય તો શું થાય એની કલ્પના આસાનીથી થઈ શકે; પણ આ કલ્પના જૂનાગઢની ગિરનાર સોસાયટીમાં રહેતી ત્રીસ વર્ષની કલ્પના જોષીના કિસ્સામાં લાગુ નથી પડતી. કલ્પનાએ છેલ્લાં તેર વર્ષમાં ૨૫૦૦થી વધુ સાપ અને નાગ પકડ્યા છે તો સિટીમાં ઘૂસી ગયેલા આઠ મગરને પણ તેણે પોતાના તાબે કર્યા છે. રવિવારે કલ્પનાએ પોતાની લાઇફનો ૨૫૦૧મો સાપ પકડ્યો. તે કહે છે, ‘આપણે આ બધાં પ્રાણી-પશુથી ખોટાં ડરીએ છીએ. હકીકતમાં તો એ સૌ આપણાથી ડરતા હોય છે અને બચાવમાં એ ડંખ મારે કે બટકું ભરે છે, બાકી એ સૌને તો માણસનો સ્વાદ પણ ભાવતો નથી હોતો.’

કલ્પના આઠ વર્ષની હતી ત્યારે તેના ઘરમાં સાપ ઘૂસી ગયો હતો. એ સમયે સૌ ગભરાઈને ભાગી ગયા હતા, પણ સાપની તાકાતથી બેખબર એવી કલ્પનાએ એને પૂંછડીના ભાગેથી પકડીને ઘરની બહાર ફેંકી દીધો હતો. બસ, એ દિવસ અને આજની ઘડી... સાપ અને નાગ પકડવા એ કલ્પનાનો શોખ કહો તો શોખ અને જીવસૃષ્ટિની રક્ષા કરવાનું અભિયાન ગણો તો અભિયાન શરૂ થયું છે. કલ્પનાએ રવિવારે જૂનાગઢના કલેક્ટરના ઘરમાંથી કોબ્રા પકડ્યો હતો. મરદમુછાળા અને જિમમાં જઈને સિક્સ પૅક્સ બનાવવામાં પરસેવો પાડનારા લોકો નાગ જોઈને દૂર ભાગી ગયા હતા, પણ કલ્પના બધા વચ્ચેથી રસ્તો બનાવીને સીધી કોબ્રા પાસે ગઈ હતી અને જાણે કે રમકડું પકડતી હોય એ રીતે કોબ્રાને પકડીને બંગલાની બહાર નીકળી હતી.

ગીર ફૉરેસ્ટ નજીકમાં જ હોવાથી જૂનાગઢમાં સાપ અને નાગ નીકળવા એ સામાન્ય ઘટના ગણાય છે. આ જ કારણે આજે એવી સિચુએશન છે કે જૂનાગઢના દરેક બીજા ઘરમાં કલ્પનાનો મોબાઇલ નંબર લખેલો હોય છે. અરે, કલ્પના પ્રેગ્નન્ટ હતી એ નવ મહિના દરમ્યાન પણ તેણે પચાસથી વધુ સાપ પકડવા માટે જવું પડ્યું હતું. કલ્પના કહે છે,  ‘માણસ ગભરાયેલું હોય ત્યારે પ્રેગ્નન્સી જેવાં બહાનાં થોડાં કાઢવાનાં હોય. આ કામ છે, મેં પસંદ કરેલું કામ છે તો પછી જવાબદારીના ભાગરૂપે મારે એ કરવું જોઈએ.’

-રશ્મિન શાહ

તસવીર : હરેશ સોની

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK