આ IPLમાં જોવા મળશે જેનિફર લોપેઝ અને ગન્ગનમ સ્ટાઇલનો હીરો?

ભારતીયોમાં ક્રિકેટનો અને મ્યુઝિકનો ગજબનો ક્રેઝ છે અને જો એ બન્નેનો સંગમ કરવામાં આવે તો બીજું જોઈએ જ શું! ૩ એપ્રિલે શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આવું જ કંઈક સ્પેશ્યલ જોવા મળશે.



ક્રિકેટજગતની આ સૌથી પૉપ્યુલર ક્રિકેટ-ટુર્નામેન્ટ શરૂ થવાને હજી સવાબે મહિના બાકી છે, પરંતુ અત્યારથી વાતો એવી સંભળાય છે કે આ સ્પર્ધાનું લાઇવ ટેલિકાસ્ટ કરતી મૅક્સ ચૅનલના સંચાલકો ઇન્ટરનૅશનલ સિંગરો જેનિફર લોપેઝ અને PSY તરીકે જાણીતા ગન્ગનમ સ્ટાઇલના ૩૫ વર્ષની ઉંમરના સાઉથ કોરિયન પ્રણેતા અને સિંગરને ભારતમાં લાવવા વિચારે છે.

ગન્ગનમ સ્ટાઇલ પર આધારિત પ્રથમ સૉન્ગ જુલાઈ ૨૦૧૨માં રિલીઝ થયું હતું અને જોતજોતામાં વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું હતું. આ સૉન્ગનો સર્જક પાર્ક જે-સૅન્ગ છે અને તે PSY તરીકે પ્રખ્યાત છે.

મૅક્સ ચૅનલ થોડા દિવસમાં લોપેઝ અને PSYનો સંપર્ક કરશે અને તેમની હા મળી જશે એટલે તરત જાહેરાત કરવામાં આવશે.

- અજય મોતીવાલા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK