જયવંતીબહેન મહેતાની અધિક માસમાં અનોખી ભક્તિ

પડ્યાં, દાઝ્યાં, બીમાર પડ્યાં છતાં પણ ઠાકોરજીનો પ્રસાદ તો જાતે જ બનાવતાં

jayavantiben



ભૂતપૂર્વ સંસદસભ્ય જયવંતીબહેન મહેતાએ પુરુષોત્તમ માસ દરમ્યાન ચોખાનો ત્યાગ કયોર્ હતો. નાનપણથી જ ધાર્મિક શ્રદ્ધા ધરાવતાં જયંવતીબહેન રાજકારણી બન્યા પછી પણ ઠાકોરજીની પૂજા-અર્ચના અચૂક કરે છે. ૭૭ વર્ષની ઉંમરે પણ તેઓ ઠાકોરજી માટે સવારે વહેલાં ઊઠીને પ્રસાદ બનાવવાનું ચૂકતાં નથી. આ અધિક માસમાં તો તેઓ કમ્પાઉન્ડમાં એક વાર પડી ગયાં જેમાં તેમને હાથ-પગમાં ઘણો માર વાગ્યો હતો. તાવ આવ્યો, ડિસેન્ટ્રી થઈ. એમાં વળી એક દિવસ સવારે પ્રસાદ બનાવવા જતાં હાથમાં દાઝી ગયાં. એ ઉપરાંત તેમની દાંતની ટ્રીટમેન્ટ ચાલી રહી છે છતાં જયવંતીબહેન સવારે સાત-સાડાસાત વાગ્યે ઊઠીને રસોડામાં ઠાકોરજીનો પ્રસાદ બનાવવામાં વ્યસ્ત થઈ જતાં હતાં અને તેમની પૂજા સમયસર કરી લેતાં હતાં.

જયવંતીબહેને ૧૨-૧૩ વર્ષની ઉંમરે જ ઠાકોરજીની પૂજા કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારે તેઓ એકટાણાં અને ઉપવાસ પણ કરતાં હતાં, પણ હવે તેમને ડાયાબિટીઝ હોવાથી ફક્ત ચોખાનો ત્યાગ કયોર્ હતો અને ઠાકોરજી માટે તેઓ દરરોજ પ્રસાદમાં અવનવી વાનગી બનાવતાં હતાં. પ્રસાદમાં તેઓ સેવ, દૂધી અને ચોખાની ખીર, કોપરાપાક, સીંગદાણાના લાડુ, કેસરનો શીરો જાતે જ બનાવીને ઠાકરોજીને ધરતાં હતાં. તેમના ઘરે આ અધિક માસમાં સત્યનારાયણદેવની પૂજા રાખવામાં આવી હતી. ઘરે ૪૦થી ૪૫ મહેમાનો આવવાના હતા તેમને માટે તેઓ જાતે શીરો બનાવવા ગયાં અને વરાળની ઝાળથી તેઓ હાથમાં દાઝી ગયાં હતાં. એમાં હાથમાં ફોડલા પણ પડી ગયા હતા.

જયવંતીબહેન તેમની ધાર્મિક શ્રદ્ધાની વાત કરતાં કહે છે, ‘મને ભગવાન પ્રત્યે પૂરી શ્રદ્ધા છે છતાં હું પુષ્ટિમાર્ગીયની જેમ ૧૦૦ ટકા નિયમોનું પાલન નથી કરતી. મને મળેલા મારાં માતા-પિતાના સંસ્કાર મેં રાજકારણમાં આવ્યા પછી પણ ટકાવી રાખ્યા છે. હું મિનિસ્ટર બની ત્યારે પણ સવારે ઠાકોરજીની પૂજા-અર્ચના કરવાનું ચૂકતી નહોતી. અંત સમયમાં ધર્મ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જ આપણી સાથે આવશે. હું આમાંથી ડગમગી જાઉં તો મારો પૌત્ર ધર્મના સંસ્કાર કેવી રીતે પામશે? તેને પણ હું ધર્મના સંસ્કાર આપું છું. અધિક માસમાં તેને પણ હું શીખવાડું છું કે આ સમયે મંદિરમાં કાળાં કપડાં પહેરીને દર્શન કે પૂજા માટે ન જવાય, એને અશુભ કહેવાય. જેમ આપણે લગ્નપ્રસંગ જેવા પ્રસંગે ઠાઠમાઠથી તૈયાર થઈને જઈએ છીએ એવી જ રીતે મંદિરમાં પણ દર્શન કે પૂજા કરવા માટે જવું જોઈએ. હું એમ માનું છું અને કરું પણ છું. આ બધા માટે લોકો મને રૂઢિચુસ્ત સમજે તો ભલે સમજે, મને એની પરવા નથી. મને ઈશ્વર પર શ્રદ્ધા છે અને મૃત્યુ પર્યંત રહેશે.’

પોતાના ઘરે ઠાકોરજીની સેવા કરવા સિવાય તેઓ આ મહિનામાં ભુલેશ્વરના મોટા મંદિર, માધવબાગ, લાડમંદિરની જેમ અનેક મંદિરોમાં દર્શન કરવા જતાં હતાં. ત્યાં બહાર બેઠેલા આર્થિક રીતે નબળા લોકો અને ચંપલ-બૂટનું ધ્યાન રાખતા લોકો માટે તેઓ ઘરેથી એક કિલો ચોખા અને દાળની થેલી બનાવીને લઈ જતાં અને દાન આપતાં હતાં. તેઓ ભજનસંધ્યા, છપ્પનભોગ, અન્નકૂટ જેવા કાર્યક્રમોમાં પણ હાજરી આપવા જતાં હતાં.

- રોહિત પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK