મૃતદેહોની સેવામાં જ જીવનની સાર્થકતા માને છે આ મહિલા

પ્રિયજનના મૃત્યુનો આઘાત તેના પરિવારજનોને હોય અને તેઓ તેના જીવનની અંતિમ સફરમાં કોઈ કમી ન રહે એના પ્રયત્નો કરે એ સહજ છે,

sunita patil


પરંતુ જ્યારે કોઈ પણ જાતની જાણપિછાણ વિના સાવ જ અજાણી વ્યક્તિની અંતિમવિધિની ક્રિયામાં મદદરૂપ થવા માટે કોઈ વ્યક્તિ તત્પર હોય ત્યારે એ ખરેખર નવાઈની વાત લાગે. નાશિકની ૩૫ વર્ષની સુનીતા પાટીલ એક દસકા કરતાં વધુ સમયથી આ ઉમદા કાર્ય કરી રહી છે. નિર્જીવ શરીર માટેનો આટલો લગાવ શા માટે એવા પ્રશ્નના જવાબમાં જીવનમાં અનેક ચડાવઉતાર જોનારી સુનીતા કહે છે, ‘જીવતા લોકો હજીયે તમને દગો આપી શકે, પરંતુ મૃત્યુ પામનારા લોકો ક્યારેય વિશ્વાસઘાત નથી કરતા. આ જ કારણ છે કે મને મડદાંઓ પ્રત્યે પ્રેમ છે અને તેમની અંતિમ સફરને પૂરા સન્માન સાથે પાર પાડવામાં આવે એ માટે હું સદૈવ તૈયાર હોઉં છું. એમાં મને ભરપૂર સંતોષ મળે છે.’

નાશિકના પંચવટી વિસ્તારમાં આવેલા અમરધામ સ્મશાનગૃહમાં છેલ્લા એક દસકાથી વધુ સમયથી સુનીતા મૃતકોના અગ્નિસંસ્કારની જવાબદારી નિભાવી રહી છે. તેને માટે આ અત્યંત પવિત્ર કાર્ય છે. અહીં દરરોજ લગભગ પાંચ મૃતદેહો અંતિમવિધિ માટે લાવવામાં આવે છે. એમાં સુનીતા પરિવારની મદદ માટે હાજર હોય એટલું જ નહીં, સ્મશાનગૃહ પાસે જ આવેલી તેની દુકાનમાં તે અંતિમવિધિને લગતી માહિતી-પુસ્તિકા પણ ત્યાં અવરજવર કરતા લોકોને વહેંચે છે. તે કહે છે, ‘મારા પિતા અગ્નિસંસ્કારમાં વપરાતાં લાકડાં વેચવાનું કામ કરતા હતા એટલે લગભગ ૧૦ વર્ષની હતી ત્યારથી મૃત્યુ પામનાર વ્યક્તિની અંતિમવિધિમાં શું-શું થાય એ જોતી આવી છું. મને તો ખબર પણ નથી કે ક્યારે મને મૃત્યુ પામનાર વ્યક્તિઓ માટેનો લગાવ થઈ ગયો અને ક્યારે હું એ કાર્યમાં જોડાઈ ગઈ.’

અહીં ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિના સ્વજનોને સાંત્વન આપવાની સાથોસાથ અગ્નિસંસ્કાર પહેલાં મૃત્યુ પામેલી વ્યક્તિના ચહેરાને સાફ કરી એના પર ઘી-તેલ અને ચંદનનો લેપ કરવાના કાર્યમાં પણ સુનીતા મદદ કરે છે. તે કહે છે, ‘કેટલીક વાર અમુક પ્રકારના અકસ્માત કે બીમારીને કારણે મૃત વ્યક્તિનો ચહેરો ખરાબ થઈ ગયો હોય કે શરીરમાંથી આવતી દુર્ગંધને લીધે તેના પરિવારજનો પણ નાકે રૂમાલ ઢાંકી દે છે, પરંતુ મને એને લીધે જરાય જુગુપ્સા નથી જાગતી અને એવી કોઈ બાબત મને મારું કાર્ય કરવામાં અટકાવતી નથી.’

પાંચ ભાઈઓ અને પાંચ બહેનોમાં સૌથી નાની સુનીતાને બે દીકરાઓ છે જે તેની દુકાન સંભાળવામાં મદદ કરે છે. આ નિ:સ્વાર્થ કાર્ય માટે અત્યાર સુધીમાં તેને અનેક પુરસ્કાર મળી ચૂક્યા છે જેમાં સૌથી વધુ નોંધનીય છે રાજ્ય સરકાર દ્વારા એનાયત કરાયેલો હિરકણી અવૉર્ડ. જોકે તેને આ પુરસ્કારોમાં નહીં પણ લોકોની સેવામાં વધુ સંતોષ મળે છે. તે કહે છે, ‘જ્યારે પણ મને કોઈ મૃતકનાં સગાંસંબંધીઓ પૈસા આપવા આવે છે ત્યારે નમþતાપૂર્વક એ લેવાની ના પાડીને હું તેમને એટલું જ કહું છું કે જેને ખરેખર આની જરૂરિયાત છે એવા લોકો સુધી આ પૈસા પહોંચાડશો તો મને આનંદ થશે.’

આ દરેક ક્રિયામાં સુનીતા ત્યારે સૌથી વધુ દુખી થઈ જાય છે જ્યારે કોઈ યુવાન પુત્રના મૃતદેહને લઈને તેનાં મા-બાપ આવે છે. આપઘાત કરનારા કે અકસ્માતમાં મૃત્યુ પામનારા બાળકના અંતિમ સંસ્કાર માટે આવતાં મા-બાપના વિલાપને જોઈને સુનીતા સૌથી વધુ વિહ્વળ બની જાય છે.

- તસવીર સૌજન્ય : સ્વપ્નાલી મઠકર


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK