આ છે એવા એન્જિનિયર્સ, જે એન્જિનિયરિંગ છોડી થયા સફળ !

એન્જિનિયર્સ દિવસે આપણે વાત એવા એન્જિનિયર્સની કરીશું, જેણે એન્જિનિયરિંગ તો કર્યું પણ..


1

15 સપ્ટેમ્બર એટલે એન્જિનિયર્સ દિવસ. જી હાં, એન્જિનિયરો માટે પણ આવા દિવસ ઉજવવાની જોગવાઈ છે ખરી. આમ તો ભારતમાં એન્જિનિયર્સ ડે ગ્રેટ એન્જિનિયર ભારત રત્ન એમ. વિશ્વેશ્વરૈયાની યાદમાં ઉજવવામાં આવે છે. એમ. વિશ્વેશ્વરૈયા ભારતમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે જબરજસ્ત પ્રદાન આપી ચૂક્યા છે. જો કે એન્જિનિયર્સ દિવસે આપણે વાત એવા એન્જિનિયર્સની કરીશું, જેણે એન્જિનિયરિંગ તો કર્યું પણ.. પણ.. સફળતા મેળવી બીજા જ ક્ષેત્રે. એટલે કે એન્જિનયરિંગ છોડીને તેમણે એવા ક્રિએટિવ કામ કર્યા કે સફળતાના શિખરે પહોંચી ગયા. મળીએ એવા ત્રણ એન્જિનિયર્સને, જેના વિશે સાંભળીને તમે તમારા એન્જિનિયરિંગ કરતા મિત્રોને ટોન્ટ નહીં મારી શકો. કારણ કે એન્જિનિયરિંગ કર્યા બાદ આ ત્રણેય એન્જિનિયર્સે જે કર્યું, એ કદાચ તમારું પણ ડ્રીમ હશે..

નામઃ મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ

ડિગ્રીઃ આઈટી એન્જિનિયર

કામઃ એક્ટિંગ

michale


જી હાં, તો પેશ એ ખિદમત હૈ 'છેલ્લો દિવસ' ફેમ નરેશ એટલે કે મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ. છેલ્લો દિવસ ફિલ્મથી જબરજસ્ત ફેમસ થયેલા માઈકલ મૂળ અમદાવાદની વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાંથી આઈટી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી ચૂક્યા છે. પણ એન્જિનિયરિંગના બદલે તેમનો પ્રેમ હતો રંગમંચ. એટલે એન્જિનયિરિંગના બીજા વર્ષમાં માઈકલે નટરાનીમાં થિયેટર જોઈન કર્યું. એક તરફ કોલેજમાં એન્જિનયરિંગના પાઠ ભણ્યા અને બીજી તરફ જાણીતા એક્ટર નિસર્ગ ત્રિવેદી સાથે એક્ટિંગના પાઠ શીખ્યા. માઈકલને એન્જિનિયરિંગ પ્રત્યે લગાવ નહોતો, કારણ કે પહેલેથી જ એક્ટિંગમાં રસ હતો.

આમ તો બાળપણથી માઈકલની ઈચ્છા સિંગર બનવાની હતી, એક્ટિંગનો શોખ પણ હતો. પણ મોટાભાગના લોકોની જેમ ફેમિલીની ઈચ્છાથી માઈકલ પણ એન્જિનિયરિંગમાં પહોંચી ગયા. જો કે નટરાનીના રસ્તે માઈકલને પોતાનો પરફેક્ટ પાથ મળી ગયો. અને પહેલું નાટક મળ્યું કડક બાદશાહી. જો કે કડક બાદશાહીની પહેલી સીઝનમાં માઈકલ છેક છેલ્લે ક્રાઉડમાં હતા. પણ બીજી સિઝન આવતા સુધીમાં એક્ટર તરીકે માઈકલ એટલું નામ બનાવી ચૂક્યા હતા કે છેલ્લી લાઈનથી પહેલી લાઈન એટલે કે કડક બાદશાહીની બીજી સિઝનમાં મેન્ટર નિસર્ગ ત્રિવેદી સાથે માઈકલે સેકન્ડ લીડ રોલમાં પર્ફોર્મ કર્યું. પછી ચલતા ફિરતા બમ્બઈ, ધ ગ્રેટેસ્ટ સોવેરિન, ખુદા હાફિઝ, કસ્તૂરબા, અકૂપાર, અગ્નિકન્યામાં કામ કર્યું. એન્જિનયિરિંગના ક્લાસમાં મશીનો સાથે માથાકૂટ કરતો છોકરો થિયેટર પર ચમકતી લાઈટ્સ વચ્ચે મોટા મોટા એક્ટર્સને પણ અભિભૂત કરી દેતો હતો.

naresh


આ જ દરમિયાન માઈકલે છેલ્લો દિવસ માટે ઓડિશન આપ્યું. સિલ્વર સ્ક્રીન પર નરેશના પહેલા જ રોલમાં માઈકલ છવાઈ ગયા. પછી તો લીડ રોલમાં દાવ થઈ ગયો યાર આવી, કરસદાન પે એન્ડ યુઝ તો તમે જોઈ જ ચૂક્યા હશો, જેમાં પણ માઈકલ લીડ કેરેક્ટરમાં હતા..

એન્જિનિયરિંગની કોલેજમાં માત્ર ફેમિલીની ઈચ્છાથી જનાર આ એન્જિનિયર આજે એક્ટર તરીકે કાઠુ કાઢી ચૂક્યા છે. 'અમે તો આવા જ છીએ' નામની પોતાની યુ ટ્યુબ ચેનલ પણ છે. તો અપકમિંગ ફિલ્મ 'મચ્છુ'માં પણ માઈકલ એક્ટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત પહેલો પ્રેમ એવા થિયેટરમાં તો તાળીઓ અને વાહવાહી મેળવી જ રહ્યા છે.

નામઃ રામ મોરી


ડિગ્રીઃ ફેબ્રિકેશન એન્જિનિયરિંગ

કામઃ રાઈટિંગ

raam mori


વાત બીજા એક એવા એન્જિનિયરની જેણે એન્જિનિયરિંગ છોડીને રાઈટિંગ અપનાવ્યું અને સડસડાટ સક્સેસફુલ પણ થયા. નામ છે રામ મોરી. રામ મોરી ભાવનગરની સર ભાવસિંહજી પોલિટેક્નિક ઈન્સ્ટીટ્યુટમા ફેબ્રિકેશન એન્જિનિયરિંગ કરતા હતા. પણ થ્રી ઈડિયટ્સના ફરહાનની જેમ રામને પણ મશીનો નહીં કાગળ અને કલમ સાથે પ્રેમ હતો. એટલે છેક છેલ્લા સેમેસ્ટરના માત્ર બે મહિના બાકી હતા ત્યારે રામે એન્જિનિયરિંગ છોડ્યું. અને ખિસ્સામાં માત્ર 1500 રૂપિયા લઈ આવી ગયા અમદાવાદ.

લખવાનો શોખ હતો, સારુ લખાણ હતું. ટૂંકી વાર્તાઓ સામયિકોમાં છપાતી હતી. પણ અમદાવાદમાં કામ નહોતું. અમદાવાદ આવી રામે મીડિયામાં નોકરી મેળવવાના પ્રયત્ન કર્યા, પણ પહેલા પ્રયાસે સફળતા તેમના નામે નહોતી. અથવા તો કુદરતે તેમના માટે કશુંક મોટું વિચાર્યું હતું. આર્થિક પગભર થવા રામે કોફી શોપમાં કામ કર્યું. પછી જાણીતી ટીવી ચેનલમાં નોકરી મળી. પણ લખવાનો આનંદ નહોતો મળતો. આ દરમિયાન રામ મોરીનો ટૂંકી વાર્તાનો સંગ્રહ 'મહોતું' પ્રકાશિત થયો. અને રામની લાઈફમાં આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. મહોતુંને વાચકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. વિવેચકોના વખાણ મળ્યા. દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ એવોર્ડ, કોલકાતા ભારતીય ભાષા પરિષદનો યુવા પુરસ્કાર, મોરારિબાપુના હસ્તે નાનાભાઈ જેબલિયા એવોર્ડ મળ્યો. મહોતુંને ગુજરાતી સાહિત્ય અકાદમી 2018ના શ્રેષ્ટ પુસ્તકનું પારિતોષિક મળ્યું. અને એન્જિનિયરિંગ છોડવાનો નિર્ણય સફળ સાબિત થયો.

raam


પછી તો જાણીતા અખબારમાં રામ મોરીની કોલમ છપાઈ. રામ હાલ ગુજરાતી નાટકની સાથે સાથે હિંદી અને ગુજરાતી ફિલ્મ પર પણ કામ કરી રહ્યા છે. તો કલર્સ હિંદી પર આવતી સિરીયલ 'રૂપ' પણ લખી રહ્યા છે. એટલે કે સફળતા હવે રામની સાથે દોડી રહી છે. એન્જિનિયરિંગનું કૂળ ધરાવતા રામે રાઈટિંગમાં મૂળ મજબૂત કરી લીધા છે.


નામઃ RJ વિશાલ  ધ ખુશહાલ

ડિગ્રીઃ BE ઈન કેમિકલ

કામઃ રેડિયો જોકી

rj vishal


અમદાવાદના મોટા ભાગના રેડિયો લિસનર્સ આ નામને ઓળખતા જ હશે. સાંભળતા જ હશે. પણ તમે જે નહીં જાણતા હો તે વાત એ છે કે રેડિયો જોકી બનતા પહેલા વિશાલ એન્જિનિયરિંગ કરતા હતા. ભરૂચની SVM ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી વિશાલ BE ઈન કેમિકલની ડિગ્રી મેળવી ચૂક્યા છે. અને અંકલેશ્વર જીઆઈડીસી જેવી જગ્યાએ કામ પણ કરી ચૂક્યા છે. તો એન્જિનિયરિંગ બાદ એમબીએ કરનારા લોકોમાં પણ આ ભાઈનો સમાવેશ થાય છે. જે બાદ તે અમદાવાદમાં ઈન્ટરનેશનલ માર્કેટિંગ ફિલ્ડમાં જોબ પણ કરી ચૂક્યા છે, લેકિન કિંતુ પરંતુ બંધુ દિલથી તેમનેય એન્જિનિયરિંગ સાથે પ્રેમ ન હતો. રેડિયો સાંભળવાના શોખીન વિશાલને રેડિયો જોકી બનવાનો ચસ્કો લાગ્યો.

આ જ ગાળામાં એક જાણીતી રેડિયો ચેનલના RJ હન્ટ કોમ્પિટિશનમાં વિશાલે પાર્ટ લીધો. અને જીત્યા પણ ખરા. જીતવાની સાથે જ વિશાલને 'પુરાની જીન્સ' શો ઓફર થયો. જે બાદ ઈવનિંગ શોમાં આવ્યા અને અમદાવાદીઓના દિલોદિમાગ પર છવાઈ ગયા. એક સમયે એન્જિનિયરિંગને અપનાવનાર વિશાલે માઈકને અપનાવીને એવી સફળતા મેળવી કે લાખો અમદાવાદીઓની ઈવનિંગ તેમના અવાજ સાથે જ ખુશહાલ બનતી હતી. સફળ આર જે બનવાની સાથે સાથે વિશાલ એક ફ્રીલાન્સ સફળ એન્કર પણ છે.

સરવાળે કહીએ તો આ ત્રણેય વ્યક્તિઓએ પ્રોફેશનલ શરૂઆતમાં એન્જિનિયરિંગને અપનાવ્યું. પણ એન્જિનિયરિંગ સિવાયના જુદા જુદા ક્ષેત્રમાં સફળતાના માપદંડ બની ગયા. એટલે હવે તમે પણ તમારા એન્જિનિયર ફ્રેન્ડની કેટી આવે તો ટોન્ટ મારતા પહેલા ધ્યાન રાખજો. એનું પણ ફ્યુચર કંઈક આવું જ હોઈ શકે છે.

rj vishal

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK