ફૉર્બ્સના અબજોપતિઓના લિસ્ટમાં ૮ ભારતીય મહિલાઓનો સમાવેશ

‘ફૉર્બ્સ’ની વિશ્વના સૌથી ધનવાન લોકોની આ વર્ષની યાદીમાં આઠ ભારતીય મહિલાઓનો સમાવેશ છે.

ેોનગૂીગ

‘ફૉર્બ્સ’ની ૨૦૧૮ની વિશ્વના અબજોપતિઓની યાદીમાં કુલ ૨૫૬ મહિલાઓનો સમાવેશ છે. ‘ફૉર્બ્સ’ની અમીરોની યાદીમાં મહિલાઓની અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા આ વર્ષે નોંધાઈ છે.

 વિશ્વની આ તમામ ધનવાન મહિલાઓની સંપત્તિનું એકત્રિત મૂલ્ય એક ટ્રિલ્યન (૧૦૦૦ અબજ) અમેરિકન ડૉલર (અંદાજે ૬,૪૯,૦૧.૫૦ અબજ રૂપિયા) જેટલું છે. મહિલા ધનવાનોની સંપત્તિના એકત્રિત મૂલ્યનો આંકડો ગયા વર્ષની સરખામણીમાં ૨૦ ટકા વધારે છે. એમાંથી મોટા ભાગની મહિલાઓને અઢળક સંપત્તિ વારસામાં મળી છે. જોકે આપબળે અમીર બનનારી મહિલાઓની સંખ્યા ગયા વર્ષે ૫૬ હતી એ આ વર્ષે ૭૨ પર પહોંચી છે.

યાદીમાં નોંધાયેલી ભારતીય મહિલાઓમાં સાવિત્રી જિન્દલ અને પરિવાર કુલ ૮.૮ અબજ ડૉલર (અંદાજે ૫૭૧.૧૩ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે સૌથી અગ્રેસર છે. સાવિત્રી જિન્દલને વૈશ્વિક સ્તરે ૧૭૬મા ક્રમે મૂકવામાં આવ્યાં છે. સૌથી વધારે ધનવાન ભારતીય મહિલાઓમાં બાયોકૉનનાં ચીફ કિરણ મઝુમદાર-શૉ કુલ ૩.૬ અબજ અમેરિકન ડૉલર (અંદાજે ૨૩૩.૬૫ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. તેમને વૈશ્વિક સ્તરે ૬૨૯મું સ્થાન આપવામાં આવ્યું છે.

alcie

યાદીમાં અન્ય ભારતીય મહિલાઓમાં કુલ ૨.૯ અબજ અમેરિકન ડૉલર (અંદાજે ૧૮૮.૨૧ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે સ્મિતા ક્રિષ્ના ગોદરેજ ૮૨૨મા સ્થાને છે. પ્રાઇવેટ કંપની USV ઇન્ડિયાનાં ચૅરપર્સન લીના તિવારી કુલ ૨.૪ અબજ અમેરિકન ડૉલર (અંદાજે ૧૫૫.૭૬ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે ‘ફૉર્બ્સ’ની યાદીમાં ૧૦૨૦મા ક્રમે છે. ફાર્માસ્યુટિકલ્સના ક્ષેત્રે ડાયાબેટિક અને કાર્ડિયોવૅસ્ક્યુલર ડ્રગ્સના ઉત્પાદનમાં USV ઇન્ડિયાનું સ્પેશ્યલાઇઝેશન છે.

‘ફૉર્બ્સ’ની અમીર મહિલાઓની યાદીમાં વિનોદ રાય ગુપ્તાને તેમના દીકરા અનિલ રાય ગુપ્તાની સાથે ૧૧૦૩મા ક્રમે મૂકવામાં આવ્યાં છે. તેમની કુલ સંપત્તિ ૨.૨ અબજ અમેરિકન ડૉલર (અંદાજે ૧૪૨.૪૮ અબજ રૂપિયા)ની છે. ફ્લૅગશિપ કંપની હેવેલ્સ ઇન્ડિયામાં મમ્મી વિનોદ અને દીકરા અનિલનો ૪૩ ટકા હિસ્સો છે. અનુ આગા ‘ફૉર્બ્સ’ની યાદીમાં સમાવેશ કરવામાં આવેલી ભારતીય મહિલાઓમાં છઠ્ઠા અને મુખ્ય યાદીમાં ૧૬૫૦મા ક્રમે મૂકવામાં આવેલાં અનુ આગાની ૧.૪ અબજ અમેરિકન ડૉલર (અંદાજે ૯૦.૮૬ અબજ  રૂપિયા)ની સંપત્તિ છે.

૧૯૭૧માં શીલા ફોમની સ્થાપના કરનારાં શીલા ગૌતમને ‘ફૉર્બ્સ’ની યાદીમાં ૧૯૯૯મું સ્થાન મળ્યું છે. આ ગ્રુપ સ્લીપવેલ બ્રૅન્ડ મૅટ્રેસિસ માટે જાણીતું છે. તેમની સંપત્તિ ૧.૧ અબજ અમેરિકન ડૉલર (અંદાજે ૭૧.૩૬ અબજ રૂપિયા)ની છે. ભારતનાં મધુ કપૂરે ‘ફૉર્બ્સ’ની યાદીમાં પહેલી વખત પ્રવેશ મેળવ્યો છે. ૧.૧ અબજ અમેરિકન ડૉલર (અંદાજે ૭૧.૩૬ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે મધુ કપૂરને પણ ૧૯૯૯મું સ્થાન મળ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જમાં લિસ્ટેડ યસ બૅન્કમાં ૯.૩ ટકા હિસ્સાને કારણે તેમને એ સ્થાન મળ્યું છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK