ખાસ બાત - મેન્ટલ હૉસ્પિટલના દરદીઓને જમાડીને દિવાળીની ઉજવણી

થાણેનો એક કચ્છી જૈન પરિવાર દિવાળીના તહેવારની ફટાકડા ફોડીને ઉજવણી કરવાને બદલે દિવાળી નિમિત્તે મેન્ટલ હૉસ્પિટલના દરદીઓને એક ટંક જમાડીને ઉત્સવનો આનંદ માણે છે.

mental

રોહિત પરીખ

આમ તો આ પરિવાર દર બે મહિને એક વાર કોઈ પાંજરાપોળમાં જઈને પશુઓ માટે કે મેન્ટલ હૉસ્પિટલમાં જઈને ત્યાંના દરદીઓ માટે જમણવાર રાખે છે.

આ આયોજન બાબતની માહિતી આપતાં સંદીપ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પિતા જયંતીલાલ કરમશી શાહે વર્ષોથી અમારા પરિવારમાં મૂંગાં પશુઓ અને મેન્ટલ હૉસ્પિટલના દરદીઓ સાથે પ્રસંગોની ઉજવણી કરવાનો એક નવો ચીલો પાડ્યો છે. તેમની એવી માન્યતા છે કે આપણે વારતહેવારે જમણવારો કરીને કોઈ ને કોઈ પ્રસંગોની ઉજવણી કરીએ છીએ, જ્યારે મૂંગાં પશુઓ અને મેન્ટલ હૉસ્પિટલના દરદીઓ કોઈ પણ તહેવારની ઉજવણી કરવા અસમર્થ હોય છે. એથી હંમેશાં મૂંગાં પશુઓ અને મેન્ટલ હૉસ્પિટલના દરદીઓ સાથે તહેવારની ઉજવણી એ જીવનનો અણમોલ લહાવો છે. પિતાજીના આ સિદ્ધાંતોનું અને નિયમોનું અમે સાથે રહીને પાલન કરીએ છીએ. એથી જ અમે દર બે મહિને એક વાર કોઈ પાંજરાપોળની મુલાકાત લઈને ત્યાંનાં મૂંગા પશુઓ અને તેમના કર્મચારીઓ સાથે મિષ્ટાન્ન સાથેનો જમણવાર કરીએ છીએ તો ક્યારેક થાણેની મેન્ટલ હૉસ્પિટલમાં અમે આ સેવા આપીએ છીએ.’

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા પરિવારના સભ્યોએ ફટાકડા ન ફોડવાની બાધા લીધી છે એમ જણાવતાં સંદીપ શાહે કહ્યું હતું કે ‘ફટાકડાનો ફાલતુ ખર્ચ કરીને, પૈસાનો ધુમાડો કરીને, અબોલ પશુ-પક્ષીઓને ઘાયલ કરીને તહેવાર ઊજવવાને બદલે અમે ફટાકડા ન ફોડવાનો નિયમ લીધો છે. એને બદલે અમે ગુરુવારે થાણેની મેન્ટલ હૉસ્પિટલમાં જઈને ત્યાંના ૧૬૪૩ દરદીઓ, ડૉક્ટરો અને કર્મચારીઓ માટે ત્રણ મિષ્ટાન્ન, ત્રણ ફરસાણ, ઉત્તપા, બે શાક, રોટલી, દાળ-ભાત અને આઇસક્રીમનો જમણવાર કર્યો હતો.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK