ખાસ બાત - મુંબઈના કચ્છી માડુંએ શિમલાના મસોબરામાં યોજાયેલી 70 KMની મૅરથૉન પૂર્ણ કરી

આ દોડ ૭૨ કલાકમાં પૂરી કરવાની હતી પણ ધીરજ દેઢિયાએ સાડાબાર કલાકમાં પૂરી કરી

dhiraj


દાદરમાં રહેતા વાગડ વીસા ઓશવાળ જ્ઞાતિના મનફરા ગામના ૪૯ વર્ષના ધીરજ શામજી દેઢિયાએ તાજેતરમાં શિમલાના મસોબરામાં યોજાયેલી ૭૦ કિલોમીટરની અલ્ટ્રા મૅરથૉન એના કટ ઑફ ટાઇમમાં પૂરી કરી હતી. દિલ્હીના ગેટ સેટ રન ગ્રુપના સંજય માંગલા દ્વારા આયોજિત આ મૅરથૉનની વિશિષ્ટતા એ હતી કે એ પહાડી એરિયામાં હતી અને એમાં અડધો રસ્તો ડામરવાળો હતો તથા અડધો રસ્તો પથ્થર અને માટી સહિતનો ચઢાણવાળો હતો. મોટા ભાગની બીજી મૅરથૉનમાં સીધા રસ્તે દોડવાનું હોય છે, જ્યારે મૅરથૉનમાં ચઢાણવાળા રસ્તા પર દોડવાનું હતું. આ મૅરથૉનમાં ૧૧ કિલોમીટર, ૧૭.૫ કિલોમીટર, ૩૫ કિલોમીટર અને ૭૦ કિલોમીટર એમ ચાર કૅટેગરી હતી. ૭૦ કિલોમીટરની કૅટેગરી માટે ૧૭ કિલોમીટર ચડીને નીચે ઊતરવાનું અને પાછું ૧૭ કિલોમીટર ચડીને નીચે ઊતરવાનું એમ ૩૫ કિલોમીટરનો રન બે વાર પૂરો કરવાનો હતો. મૅરથૉનમાં ભારતભરમાંથી કુલ ૧૨૪ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ૭૦ કિલોમીટરના રન માટે મુંબઈમાંથી ધીરજ દેઢિયા ઉપરાંત અપેક્ષા વિરલ શાહ અને અન્ય એક-બે પાર્ટિસિપન્ટ્સ હતા. મૅરથૉનનો કટ ઑફ ટાઇમ ૧૩ કલાકનો હતો અને ધીરજભાઈએ એ સાડાબાર કલાકમાં પૂરી કરી હતી. તેમણે સવારે પોણાછ વાગ્યે દોડવાનું શરૂ કર્યું હતું અને સાંજે સવાછ વાગ્યે દોડ પૂરી કરી હતી. આ મૅરથૉનમાં એવા ૭ હાઇડ્રેશન પૉઇન્ટ હતા જ્યાં રોકાઈને રનર પાણી અને ખાવાનું મેળવી શકે.

ધીરજ દેઢિયાએ બે વર્ષ અગાઉ વાગડ રનર ગ્રુપની સ્થાપના કરી હતી. અત્યાર સુધીમાં તેમણે બાવીસ જેટલી હાફ મૅરથૉન, બે ફુલ મૅરથૉન, ૬૦ અને ૭૦ કિલોમીટરની બે અલ્ટ્રા મૅરથૉન, એક ટ્રાયથલોન (૧.૫ કિલોમીટર સ્વિમિંગ + ૪૦ કિલોમીટર સાઇક્લિંગ + ૧૦ કિલોમીટર રનિંગ), ત્રણ ડ્યુએથલોન (૪૦ કિલોમીટર સાઇક્લિંગ + ૧૦ કિલોમીટર રનિંગ), બે ૧૦૦ કિલોમીટર સાઇક્લિંગ અને હિમાલયના બે ટ્રૅક કર્યા છે.

પોતાના આ અનુભવ વિશે જણાવતાં ધીરજભાઈ કહે છે કે ‘અગાઉ મેં સાતારામાં ૨૧ કિલોમીટરની મૅરથૉન ચઢાણવાળા એરિયામાં કરી છે, પરંતુ આ વખતે ૭૦ કિલોમીટરનો રન હોવાથી મેં એ માટે છેલ્લા ચાર મહિનાથી પ્રૅક્ટિસ કરી છે. અમે દર અઠવાડિયે મુંબઈમાં હોઈએ ત્યારે પાલી હિલમાં અથવા લોનાવલા જઈને ચઢાણવાળા વિસ્તારમાં દોડવાની પ્રૅક્ટિસ કરતા હતા. આ પ્રકારની પ્રૅક્ટિસને કારણે જ હું અત્યાર સુધીની દરેક દોડ સમયસર અને કોઈ પણ પ્રકારની ઇન્જરી વગર પૂર્ણ કરી શક્યો છું. કોઈ પણ પ્રકારના સ્ર્પોટ્સમાં આગળ વધવા માટે ફુલ ડેડિકેશન, હાર્ડવર્ક, યોગ્ય ડાયટ અને પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે.’

ધીરજભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ‘આ અનુભવ ખરેખર આનંદદાયક રહ્યો હતો. ધાર્યા કરતાં આ દોડ વધારે ટફ હતી, પરંતુ મેં પાંચથી દસ મિનિટના ચારેક હૉલ્ટ લીધા હતા. જેમ-જેમ ઉપર ચડતા ગયા તેમ ખૂબ રમણીય દૃશ્યો જોવા મળ્યાં હતાં અને સાડાસત્તર કિલોમીટરના યુટર્ન પૉઇન્ટ પર વૉટરફૉલ પણ હતો. રસ્તામાં મને બે સાપ પણ જોવા મળ્યા હતા. ભવિષ્યમાં હું આના કરતાં વધુ લૉન્ગ ડિસ્ટન્સ અલ્ટ્રા મૅરથૉન અને ટ્રાયથલોનમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવું છું. આ મૅરથૉનમાં ભાગ લેવા માટે મને પ્રોત્સાહિત કરવા બદલ હું વાગડ રનર ગ્રુપના સદસ્યોનો આભારી છું.’

- શર્મિષ્ઠા સાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK