દેશની રક્ષા કરી રહેલા જવાનોને એન્ટરટેઇન કરવા બૉર્ડર પર જઈને ગીતો ગાય છે આ કચ્છી માડું

દેશના સેંકડો જવાનો પોતાના પ્રાણની, ઠંડી-ગરમી કે તડકા-છાયાંનો વિચાર કર્યા વિના દેશની રક્ષા કરી રહ્યા છે એટલે જ કદાચ આપણે અત્યારે રાહતનો શ્વાસ લઈ શકીએ છીએ.

gujju


પોતાની જરૂરિયાતો પૂરી કરવાની અને સપનાંઓ પાછળ દોડવાની હોડમાં આપણા માટે જીવનું જોખમ ખેડી રહેલા લોકોને આપણે ક્યારેય યાદ પણ નથી કરી શકતા. જોકે મુલુંડમાં રહેતા દીપક છેડાએ એ દિશામાં વિચાર્યું અને સક્રિયપણે એમાં કંઈક કરી પણ દેખાડ્યું. ૨૦૦૬ની સાલથી દેશભરની સરહદો પર સ્વખર્ચે જઈને દેશની અને આપણી રક્ષા કરી રહેલા જવાનોને મનોરંજન આપવાનું બીડું તેમણે ઉઠાવ્યું છે. મૂળ એસ્ટેટ કન્સલ્ટન્સી ચલાવતા દીપકભાઈને ગાવાનો શોખ છે. ગીતોના ટ્રૅક પર તેઓ મોહમ્મદ રફી, કિશોરકુમાર અને મુકેશનાં ગીતો ગાય છે. તેમનો કાર્યક્રમ વન મૅન શો જેવો હોય છે. બે સ્પીકર સાથે કનેક્ટ થઈ શકે એવું આઇપૅડ તેમની સાથે હોય, જેમાં ૨૦૦૦થી વધુ ગીતોનો ટ્રૅક છે.

આ સફરની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘૨૦૦૬માં સૌથી પહેલાં કચ્છની સરહદ પર એક જવાનનો પરિચય થયો હતો. એ વખતે વાતવાતમાં મારા સંગીતના શોખ વિશે અને ગીતોના પ્રોગ્રામ વિશે પણ ચર્ચા થઈ અને એ વાતચીતમાં પહેલી વાર મને સમજાયું કે સિવિલિયનો અને દેશ માટે અધ્ધર જીવે રહેતા આ જવાનો આમ જુઓ તો સિવિલિયનો અને તેમના વિશ્વથી કેટલા દૂર છે. રણમાં ભયંકર ગરમી હોય, ધૂળનાં વાવાઝોડાં હોય. એ દરેક વિકટ પરિસ્થિતિમાં જીવતા જવાનોને મજા પડે એવા કાર્યક્રમો થાય તો કેવું? આ વિચારે મને દિશા આપી. એ વખતે અમસ્તા મિત્ર જેવા બનેલા એ જવાનને મેં ફોન કરીને મારો વિચાર કહ્યો. જોકે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સમાં જઈને કોઈ કાર્યક્રમ માટે પરવાનગી મેળવવી આસાન ન જ હોય. લગભગ છ-આઠ મહિનાના પ્રયત્ન પછી મને બોલાવવામાં આવ્યો. ત્યાં પહોંચ્યા પછી પણ મારી બે-અઢી કલાક તપાસ ચાલી અને બૉર્ડર પર પહેલો પ્રોગ્રામ યોજાયો. એ વખતે મને ત્યાંની એક ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જેના બેઝ પર મને અન્ય બૉર્ડર પર કાર્યક્રમ કરવા માટે પરવાનગી મળી.’

અત્યાર સુધીમાં તેઓ જેસલમેર, કારગિલ, સિયાચીન પાસે આવેલી એક સરહદ એમ કુલ નવ સરહદો પર જઈને ૨૦ કાર્યક્રમો આપી આવ્યા છે. વિવિધ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ પાસેથી તેમને છ જેટલી ટ્રોફી મળી છે. પોતાનો કાર્યક્રમ આપ્યા પછી જવાનો સાથે બેસવાનો, જુદી-જુદી બટૅલ્યનની વાતો સાંભળવાનો, તેમના અનુભવો જાણવાનો લહાવો પણ તેમને મળ્યો છે. તેઓ ઉમેરે છે, ‘આર્મીમેનની શિસ્તબદ્ધતા અને ચોકસાઈનો હું બહુ મોટો ફૅન બની ગયો છું. તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. મારા મિત્રએ મારી પાસેથી જાણીને મારા બૉર્ડરના અનુભવોને લખી રાખ્યા છે. હોળી માટે કચ્છની સરહદ પર ૫૦ માણસોને સાથે લઈ જવાનું પ્લાનિંગ હું કરી રહ્યો છું. જો પરમિશન મળશે તો ગીતોનો કાર્યક્રમ કરીને પછી જવાનો સાથે હોળી રમવાની અમારી ઇચ્છા છે.’

અહીં ઉલ્લેખનીય છે કે સંગીતના શોખીન દીપકભાઈએ સતત ૮ કલાક ગાવાનો રેકૉર્ડ બનાવ્યો છે. સરહદના જવાનોને એન્ટરટેઇન કરવા ઉપરાંત પોતાના ગામનાં વડીલો માટે વિવિધ પ્રોગ્રામ કરે છે તેમ જ વૃદ્ધાશ્રમમાં જઈને પણ તેઓ ફ્રી પ્રોગ્રામ્સ આપે છે. કૅન્સરના પેશન્ટ માટે પણ તેમણે પ્રોગ્રામ આપ્યા છે.

- રુચિતા શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK