મુંબઈમાં રહીને ડી. જી. વણઝારા મસ્ત રીતે યોગ કરે છે અને કવિતાઓ લખે છે

સ્પેશ્યલ CBI કોર્ટના આદેશ મુજબ અત્યારે મુંબઈમાં રહેતા ગુજરાતના ભૂતપૂર્વ ત્ભ્લ્ ઑફિસર ડી. જી. વણઝારાની ઓળખાણની કોઈ જરૂર નથી.


vanzara


સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસને કારણે દેશભરમાં જાણીતા થઈ ગયેલા વણઝારાને મુંબઈ છોડીને ન જવાની શરતે ૧૮ ફેબ્રુઆરીએ જામીન મળ્યા છે. સામાન્ય રીતે વણઝારાને મુંબઈમાં ફરવું બહુ ગમતું, પણ તેમના પર હુમલો થવાની પ્રબળ આશંકાઓને કારણે તેમને આપવામાં આવેલી ઝેડ સિક્યૉરિટીને લીધે તેઓ મુંબઈની રજાઓને બહુ માણી નથી શકતા. હા, તેઓ અત્યારે ઘરમાં રહીને મસ્તમજાની કવિતાઓ લખી રહ્યા છે. વણઝારા મુંબઈ આવ્યા ત્યારે બાંદરામાં રહેતા હતા, પણ પહેલી જુલાઈથી સાંતાક્રુઝ (ઈસ્ટ)માં હોટેલ ગ્રૅન્ડ હયાત પાસે આવેલા સૉલિટેર હાઇટ્સ નામના હાઇરાઇઝમાં રહેવા ગયા છે. મુંબઈમાં તેમની સાથે તેમનાં વાઇફ ગૌરીબહેન રહે છે. દીકરો પૃથ્વીસિંહ અને બીજાં સગાંવહાલાંઓ પણ અમદાવાદથી મુંબઈની અવરજવર કર્યા કરતાં હોય છે.

સોમ, બુધ અને શુક્ર એમ વીકમાં ત્રણ દિવસ તેમણે કોર્ટમાં હાજરી માટે જવાનું હોય છે એટલે આમ જોઈએ તો આ દિવસો તો તેમના કોર્ટ અને કેસની વિગતોમાં જ પસાર થઈ જાય છે. બાકીના સમયમાં તેઓ જેટલું પણ સાહિત્યસર્જન થઈ શકે એ કરે છે. મુંબઈ આવ્યા ત્યારથી તેમના ઇન્ટરવ્યુ માટે અનેક નૅશનલ અને રીજનલ મીડિયા તેમની પાછળ પડ્યાં છે, પણ તેઓ એ બધાથી પોતાની જાતને અળગી રાખે છે. વણઝારા કહે છે, ‘અત્યારે મને શાંતિ જોઈએ છે અને આ વાતાવરણમાં મારે કવિતાઓ લખવી છે. સાબરમતી જેલમાં હતો ત્યારે મારા કવિતાના ત્રણ સંગ્રહો પ્રકાશિત થયા. અત્યારે ચોથાનું બધું કામ પૂરું થઈ ગયું છે. ગુજરાત જવાની પરમિશન મળશે ત્યારે એનું પ્રકાશન કરીશ.’

વણઝારાને જૉગિંગની નિયમિત આદત હતી. શરૂઆતના દિવસોમાં તેઓ બૅન્ડ-સ્ટૅન્ડ પર જૉગિંગ માટે જતા અને એક કલાક જૉગિંગ કરતા. એ પછી સિક્યૉરિટી-ઑફિસરના કહેવાથી તેમણે પોતાનું આ રૂટીન બંધ કરી દીધું. તેઓ કહે છે, ‘કુલ ત્રીસ ઑફિસરો તહેનાત હોય છે. એ બધા મારા કારણે હેરાન થાય એવું મારે ન કરવું જોઈએ એવું મને લાગ્યું એટલે હવે ઘરની ટેરેસ પર વૉક કરીને ચલાવી લઉં છું. આ ઉપરાંત મેડિટેશન, યોગ અને કેટલીક રૂટીન એક્સરસાઇઝ કરીને મારી ફિટનેસ અકબંધ રાખું છું.’

ફિલ્મો પહેલેથી જ તેમને ગમતી. હમણાં જ તેમણે ‘બાહુબલી’ જોઈ અને આજે તેઓ ‘બજરંગી ભાઈજાન’ જોવા જવાના છે. તેઓ કહે છે, ‘જાતજાતના કેસ મારા પર છે એટલે એ બધાની તૈયારીઓ, વકીલ સાથે મીટિંગ અને કોર્ટમાં હાજરી વચ્ચે ઘણો સમય પસાર થઈ જાય છે. બાકી જે સમય બચે છે એમાં પણ સિક્યૉરિટી-ઑફિસરના રૂલ્સને ફૉલો કરવાના હોય છે. બાકી મારું ચાલે તો હું મુંબઈનો એકેએક એરિયા અત્યારે ફરવા નીકળી પડું.’

- રશ્મિન શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK