પશુઓ ને પંખીઓના સમાગમને કૅમેરામાં કેદ કરવાનું પૅશન છે આ ફોટોગ્રાફરને

ગુજરાતના ખ્યાતનામ ફોટોગ્રાફર ભાટી એન. છેલ્લા બે દિવસથી પુષ્કળ ખુશ છે. તેમની આ ખુશીનું કારણ છે બટરફ્લાય એટલે કે પતંગિયાં.


animal sex





સૌથી સંવેદનશીલ ગણાતાં બટરફ્લાયની જો સહેજ પણ નજીક જવામાં આવે તો એ તરત જ ભાગી જતાં હોય છે અને એટલે જ સતત ભાગાભાગી કરતા લોકોને આપણે પતંગિયાં સાથે સરખાવતા હોઈએ છીએ. આ જ બટરફ્લાય જ્યારે મેટિંગ એટલે કે સમાગમ કરતાં હોય ત્યારે સ્વાભાવિક રીતે ટાંચણીનો એક કણ પડે અને એનો અવાજ આવે તો પણ એ છૂટાં પડીને ઊડી જતાં હોય છે. ભાટી એન.ની ખુશીનું કારણ એ જ છે કે તેમને હમણાં બટરફ્લાયના મેટિંગનો ફોટો પાડવા મળ્યો, મહામહેનતે અને વર્ષોની જહેમત પછી. ભાટી ‘મિડ-ડે’ને કહે છે, ‘લાંબા સમયથી હું બટરફ્લાયના મેટિંગના ફોટોગ્રાફની ટ્રાય કરતો હતો, પણ રવિવારે છેક મને એ ચાન્સ મળ્યો. એવું નહોતું કે મને સ્નૅપ લેવા નહોતો મળતો, પણ મને જોઈતો હોય એવો સ્નૅપ નહોતો મળતો. ફાઇનલી હવે મને એ સ્નૅપ લેવા મળ્યો.’

વાઇલ્ડ-લાઇફ ફોટોગ્રાફી કરતા ભાટી એન.ને આ ફીલ્ડ સાથે સંકળાયેલા લોકો ધ મેટિંગ માસ્ટર કહે છે. ભાટી એન.ના કલેક્શનમાં પ્રાણી અને પક્ષીઓના મેટિંગના બત્રીસ અલભ્ય કહેવાય એવા અને ઓછી મુશ્કેલી સાથે મળી જાય એવા ચાલીસ જેટલા મેટિંગ-ફોટોગ્રાફ છે, જેના માટે તેમણે લગભગ વીસ વર્ષની તપશ્ચર્યા કરી છે. સિંહ-સિંહણના મેટિંગના ફોટોગ્રાફ માટે તો ભાટીએ ખાસ ગુજરાત સરકારની પરમિશન લીધી હતી. જૂના દિવસોને યાદ કરીને ભાટી કહે છે, ‘લાયનના મેટિંગ પિરિયડ દરમ્યાન ગીર ફૉરેસ્ટમાં પ્રવેશબંધી હોય છે. મારે તો એ જ ફોટો લેવો હતો એટલે મારે પરમિશન લેવી પડી. મેટિંગમાં ખલેલ પડે તો સિંહ-સિંહણ તમને જીવતાં ન છોડે. મને પરમિશન આપતી વખતે મારી પાસે લેખિતમાં લેવામાં આવ્યું હતું કે મારી સાથે કંઈ પણ બને તો એનો જવાબદાર હું છું.’

વાઇલ્ડ-લાઇફના ફોટોગ્રાફ્સ માટે ભાટીભાઈ ખભે થેલો મૂકીને ઘરની બહાર નીકળી જાય અને પછી અઠવાડિયાંઓ સુધી પાછા ન આવે. મેટિંગ સ્નૅપ્સ લેવાના તેમના આ શોખને કારણે એવી પરિસ્થિતિ છે કે ભાટી પ્રાણીઓ કે પશુઓનાં શારીરિક વર્તન જોઈને પારખી જાય કે હવે તેમને જોઈએ એવો ફોટો મળવાનો છે.

મોરારીબાપુના પાંચ હજારથી વધુનું, નરેન્દ્ર મોદીના એક હજારથી વધુ ફોટોગ્રાફનું કલેક્શન ધરાવતા ભાટી એન. હવે તેમના આ મેટિંગ કલેક્શનનું એક પુસ્તક તૈયાર કરવાના છે.

- રશ્મિન શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK