બિલ ગેટ્સને પછાડીને ઍમેઝૉનના જેફ બેઝોસ બન્યા વિશ્વના સૌથી શ્રીમંત

સતત ૧૧ વર્ષથી ભારતના સૌથી રિચેસ્ટ મુકેશ અંબાણી જગતમાં ગયા વર્ષના ૩૩મા ક્રમાંકેથી પહોંચ્યા ૧૯ નંબરે

bezos

વિખ્યાત અમેરિકન મૅગેઝિન ‘ફૉર્બ્સ’એ વર્ષ ૨૦૧૮ની વિશ્વની સૌથી અમીર વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઍમેઝૉનના સ્થાપક જેફ બેઝોસ પ્રથમ નંબરે છે. તેમની વાર્ષિક આવક ૧૧૨ અબજ ડૉલર એટલે કે ૭૨૬૮.૯૭ અબજ રૂપિયા છે. ૧૦૦ અબજ ડૉલર (૬૪૯૦ અબજ રૂપિયા) કરતાં વધુ સંપત્તિ ધરાવતી તેઓ પહેલી વ્યક્તિ છે. તેમણે બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે. અમીરોની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ૧૯મા નંબર પર છે.

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૪૦.૧ અબજ ડૉલર (લગભગ ૨૬૦૨.૫૫ અબજ રૂપિયા) છે. ગયા વર્ષે તેત્રીસમા સ્થાને રહેલા મુકેશ અંબાણીની મિલકતમાં અંદાજે ૮૦ લાખ ડૉલર (૫૧૯૧.૬૪ લાખ રૂપિયા)ની વૃદ્ધિ થઈ છે.

આ વર્ષે ‘ફૉર્બ્સ’ની યાદીમાં વિશ્વના ૨૦૪૩ અબજપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

કોણ છે વિશ્વના ટોચના ૧૦ અબજપતિ?

૧. જેફ બેઝોસ (અમેરિકા), ઍમેઝૉનના સ્થાપક (સંપત્તિ ૧૧૨ અબજ ડૉલર - ૭૨૬૮.૯૭ અબજ રૂપિયા)

૨. બિલ ગેટ્સ (અમેરિકા), માઇક્રોસૉફ્ટના સ્થાપક (સંપત્તિ ૯૦ અબજ ડૉલર - ૫૮૪૦.૬૦ અબજ રૂપિયા )

૩. વૉરન બફેટ (અમેરિકા), બર્કશર હૅથવેના સ્થાપક (સંપત્તિ ૮૪ અબજ ડૉલર - ૫૪૫૧.૨૨ અબજ રૂપિયા)

૪. બર્નાર્ડ આનોર્લ્ટ (ફ્રાન્સ), LVMHના CEO (સંપત્તિ ૭૨ અબજ ડૉલર - ૪૬૭૨.૪૮ અબજ રૂપિયા)

૫. માર્ક ઝકરબર્ગ (અમેરિકા), ફેસબુકના CEO (સંપત્તિ ૭૧ અબજ ડૉલર - ૪૬૦૭.૫૮ અબજ રૂપિયા)

૬. અમૅન્સિયો ઑર્ટેગા (સ્પેન), ફૅશનબ્રૅન્ડ ઝારાના ચૅરમૅન (સંપત્તિ ૭૦ અબજ ડૉલર - ૪૫૪૨.૬૮ અબજ રૂપિયા)

૭. કાર્લોસ સ્લિમ હેલુ (મેક્સિકો), અમેરિકા મોવિલના માલિક (સંપત્તિ ૬૭.૧ અબજ ડૉલર - ૪૩૫૪.૪૯ અબજ રૂપિયા)

૮. ચાર્લ્સ કોચ (અમેરિકા), કોચ-ઇન્ડસ્ટ્રીઝના CEO (સંપત્તિ ૬૦ અબજ ડૉલર - ૩૮૯૩.૭૩ અબજ રૂપિયા)

૯. ડેવિડ કોચ, કોચ-ઇન્ડસ્ટ્રીઝના કન્ટ્રોલર (સંપત્તિ ૬૦ અબજ ડોલર - ૩૮૯૩.૭૩ અબજ રૂપિયા)

૧૦. લૅરી એલિસન (અમેરિકા), ઑરેકલ સૉફ્ટવેરના કો-ફાઉન્ડર (સંપત્તિ ૫૮.૮ અબજ ડૉલર - ૩૮૧૫.૮૬ અબજ રૂપિયા)

ભારતના પ્રથમ પાંચ અબજપતિ

૧) મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના CMD (સંપત્તિ ૪૦.૧ અબજ ડૉલર - ૨૬૦૨.૫૫ અબજ રૂપિયા)

૨) અઝીમ પ્રેમજી, વિપ્રોના ચૅરમૅન (સંપત્તિ ૧૮.૮ અબજ ડૉલર - ૧૨૨૦.૦૪ અબજ રૂપિયા)

૩) લક્ષ્મી નિવાસ મિત્તલ, આર્સેલર મિત્તલના ચૅરમૅન અને CEO (સંપત્તિ ૧૮.૫ અબજ ડોલર - ૧૨૦૦.૫૭ અબજ રૂપિયા)

૪) શિવ નાડર, HCLના ચૅરમૅન (સંપત્તિ ૧૪.૬ અબજ ડૉલર - ૯૪૭.૪૭ અબજ રૂપિયા)

૫) દિલીપ સંઘવી, સન ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક (સંપત્તિ ૧૨.૮ અબજ ડૉલર - ૮૩૦.૬૬ અબજ રૂપિયા)

ભારતમાં અબજપતિઓની સંખ્યા વધી

ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ભારતમાં અબજપતિઓની સંખ્યા વધુ રહી છે. ‘ફૉર્બ્સ’ની યાદી મુજબ ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ૧૮ અબજપતિઓ વધ્યા છે તેમ જ આ અબજપતિઓની કુલ સંપત્તિ પણ ગયા વર્ષના ૧૧૪.૬ અબજ ડૉલર (૭૪૩૭.૦૨ અબજ રૂપિયા)થી વધીને ૪૪૦.૧ અબજ ડૉલર (૨૮,૫૬૦.૫૧ અબજ રૂપિયા) જેટલી થઈ છે.

નીરવ મોદી યાદીમાંથી ગાયબ

ભારતના સૌથી મોટા બૅન્કકૌભાંડના સૂત્રધાર હીરાના વેપારી નીરવ મોદી હવે દેશના ટોચના અબજપતિઓની યાદીમાં સ્થાન પામ્યા નથી. ૧.૮ અબજ ડૉલર (૧૧૬.૮૧ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે ‘ફૉર્બ્સ’ની ૨૦૧૭ની અમીરોની યાદીમાં સ્થાન પામનારા નીરવ મોદી આ વર્ષે ટોચના અમીરોની યાદીમાંથી બહાર ધકેલાઈ ગયા છે.

ડોનલ્ડ ટ્રમ્પની પડતી

અમેરિકાના પ્રમુખપદ પર ચૂંટાઈ આવ્યાના એક વર્ષ બાદ ડોનલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં ૪૦ કરોડ ડૉલર (૨૫૯૫.૮૨ કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. ૩.૧ અબજ ડૉલર (૨૦૧.૧૮ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે ટ્રમ્પ વિશ્વના અબજપતિઓની યાદીમાં ગયા વર્ષના ૫૪૪મા ક્રમ પરથી ૨૨૨ ક્રમ નીચે ઊતરીને સીધા ૭૬૬મા ક્રમે પહોંચ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK