મળો ભારતના સૌથી નાની વયના લેખકને

નાની ઉંમરે બાળકો સ્કૂલથી આવીને ફ્રેન્ડ્સ સાથે ગેમ્સ રમવામાં કે ટીવી જોવામાં કે પછી હોમવર્ક કરવામાં લાગી જતાં હોય છે ત્યારે અમદાવાદનો સાત વર્ષનો આદિત્ય ખૈરનાર હાથમાં પેન લઈને સાહિત્યનું સર્જન કરવા લાગી જાય છે.


aditya


તમને કદાચ આશ્ચર્ય થશે અથવા તો આ વાત વધુપડતી લાગશે, પરંતુ દાદા–દાદી અને પપ્પા પાસેથી વાર્તા સાંભળતાં-સાંભળતાં આદિત્યને લખવાનો શોખ જાગ્યો અને હમણાં જ તેણે પોતાની ટૂંકી વાર્તાઓનું પુસ્તક બહાર પાડ્યું છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી માધવ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતા આદિત્ય ખૈરનારે માત્ર ૭ વર્ષની વયે ‘સ્માઇલ ઑન ઑલ ફેસિસ : અ કલેક્શન ઑફ શૉર્ટ સ્ટોરીઝ ઑફ લિવિંગ ઍન્ડ અન-લિવિંગ થિંગ્સ’ નામના કથાસંગ્રહનું સર્જન કરીને સૌથી નાની વયના ભારતના પ્રથમ અને વિશ્વના ચોથા લેખક તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ ઉજાગર કર્યું છે.

નાનાં બાળકોને દાદા–દાદી સાથે બહુ ફાવે એમ આદિત્ય તેનાં દાદા–દાદી સાથે આત્મીયતા ધરાવતો, દાદા–દાદી તેને વાર્તા કહેતાં અને તેના પપ્પા પણ તેને વાર્તા કહેતા. આ બધી વાર્તાઓ સાંભળતાં-સાંભળતાં આદિત્ય પોતે વાર્તા લખતો થઈ ગયો. પોતાની કાલીઘેલી ભાષામાં વાત કરતા આદિત્ય ખૈરનારે ‘મિડ-ડે’ને કહ્યું કે મને આઇડિયા આવતા હતા અને હું શૉર્ટ સ્ટોરી લખતો હતો.

આદિત્યને લખવાનો શોખ કેવી રીતે જાગ્યો એ વિશે તેના પિતા ભૂષણ ખૈરનાર ‘મિડ-ડે’ને કહે છે, ‘તેને નાનપણથી વાર્તા સાંભળવાની ટેવ છે. મારી પાસેથી તે વાર્તા સાંભળતો એ ઉપરાંત તેનાં દાદા–દાદી પાસેથી ઉપનિષદ અને બીજી વાર્તાઓ સાંભળતો હતો. તે બે વર્ષનો હતો ત્યારે અમારી પાસેથી વાર્તા સાંભળીને તેની ભાષામાં અમને વાર્તા કહેતો. હું જ્યારે લખવા બેસતો ત્યારે તે આવતો અને હું શું લખું છું એ જોતો હતો. આ રીતે તે શબ્દો શીખ્યો હતો અને ત્યાર પછી તેની રીતે, તેને આવડે એ રીતે લખતો ગયો. બસ, પછી તો તેણે એક પછી એક એમ ધીમે-ધીમે ૨૦ શૉર્ટ સ્ટોરીઝ લખી. આજે આ ૨૦ શૉર્ટ સ્ટોરીઝનું કલેક્શન પુસ્તકરૂપે બહાર પડ્યું છે.’

આદિત્યના પિતા ભૂષણ ખૈરનાર પોતે લેખક છે અને અત્યાર સુધીમાં તેમણે અંગ્રેજી ભાષામાં ૬ પુસ્તકો લખ્યાં છે. એટલે મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે એ કહેવત પ્રમાણે પિતાના પગલે આદિત્ય નાની ઉંમરથી જ ચાલી રહ્યો છે.

- શૈલેશ નાયક

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK