ખાસ બાત : ફેસબુક પર કમાલ કરી દીધી આ ગુજરાતી ગર્લે

પ્રભાદેવીમાં રહેતી કરિશ્મા મહેતાએ અઢી વર્ષ પહેલાં ફેસબુક પર હ્યુમન્સ ઑફ બૉમ્બે નામનું એક પેજ બનાવ્યું, જેમાં મુંબઈના સામાન્ય લોકોના જીવનની અસામાન્ય વાતો તેમના ફોટો સહિત શૅર  કરવાનું શરૂ કર્યું. સફળતા, નિષ્ફળતા, પ્રેમ, માનવતા જેવા અનેક રંગોથી ભરેલી આ વાતો એટલી વાઇરલ થઈ કે ૬ લાખ કરતાં વધુ લોકોએ આ પેજ-વિઝિટ કરી લીધી છે. તાજેતરમાં આ પોસ્ટનું સંકલન કરીને ‘હ્યુમન્સ ઑફ ‘બૉમ્બે’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે

karishma mehtaતાજ હોટેલ પર આતંકવાદી હુમલો થયો ત્યારે એમાં કુદરતની કોઈક કરામતને કારણે બચી ગયેલા શેફની વાત, લગ્નજીવનને વષોર્નાં વહાણાં વીતી ગયા પછી પ્રાપ્ત થયેલા માતૃત્વમાં પરિવારના અને પોતાના અભિગમમાં કેવો ફેર પડેલો એ મનમાં ધરબી રાખેલી એક મમ્મીની વાત, નાની ઉંમરમાં પ્રેમલગ્ન કર્યા પછી કેવા પ્રકારના અત્યાચાર સહન કર્યા અને એમાંથી બહાર આવવા માટે કરેલા સંઘર્ષને બયાં કરતી યુવતીની વાત, કેળાં વેચવાની પોતાની કઈ સ્ટાઇલ છેલ્લાં ૪૦ વર્ષથી ગ્રાહકોના દિલને જીતી રહી છે એ દાસ્તાન બયાં કરતા કેળાવાળાની વાત.

આવા તો કંઈકેટલાય લોકોનાં ઇમોશન્સને એક્સપ્રેસ કર્યો છે પ્રભાદેવીમાં રહેતી ૨૩ વર્ષની કરિશ્મા મહેતાએ. અઢી વર્ષ પહેલાં ફેસબુક પર તેણે ‘હ્યુમન્સ ઑફ ‘બૉમ્બે’ નામનું પેજ શરૂ કર્યું હતું જેમાં રોજેરોજ સામાન્ય વ્યક્તિના જીવનની અસામાન્ય વાતો વ્યક્ત કરવાનું શરૂ કર્યું. રસ્તે ચાલતા રાહદારીઓને રોકીને તેમને શૅરિંગ માટે કન્વિન્સ કરવાના, તેમની પાસેથી તેમના જીવનની અનોખી વાર્તા જાણવાની અને તેમનો ફોટો ક્લિક કરવાનો તથા એ ફેસબુક પર લાખો લોકો સુધી પહોંચાડવાનું. જેની સ્ટોરી હોય તેનું નામ આખી વાતમાં ક્યાંય ન હોય. અત્યાર સુધીમાં આવી ૧૦૦૦થી વધુ રિયલ લાઇફ સ્ટોરી તેણે ફેસબુક પર પોસ્ટ કરી છે અને ૬ લાખથી વધુ લોકો તેના પેજ પર વિઝિટ કરી ચૂક્યા છે.

ઇકૉનૉમિક્સમાં માસ્ટર્સ કરનારી અને ત્રણ વર્ષ લંડનમાં જઈને અભ્યાસ કરી આવનારી કરિશ્માને આ પ્રકારનું કંઈક કરવાનો આઇડિયા કઈ રીતે આવ્યો એ વિશે તે ‘મિડ-ડે’ને કહે છે, ‘હ્યુમન્સ ઑફ ન્યુ યૉર્ક’ નામનું એક પેજ ફેસબુક પર ચાલતું હતું અને એ મને બહુ ગમતું હતું. હું એને ઘણા વખતથી ફૉલો કરતી હતી. મારી કૉલેજ પૂરી થઈ અને ફ્રીલાન્સિંગ લેવલ પર હું રાઇટિંગ કરવા માંડી ત્યારે મને વિચાર આવ્યો કે આવું કંઈ મુંબઈમાં કેમ શરૂ ન થઈ શકે? પહેલાં મને લાગ્યું કે કદાચ આપણે ત્યાંના લોકો એટલા ઓપનઅપ નહીં થાય. એ લોકો શું કામ કોઈ અજાણી વ્યક્તિ સાથે પોતાના દિલના ખૂણે સંઘરેલી કોઈ વાત શૅર કરે. જોકે વધુ વિચાર કર્યા વિના મેં શરૂઆત કરી. શરૂઆતમાં લોકો ખચકાતા હતા, પણ મળતા હતા અને પછી ધીમે-ધીમે ખૂલતા ગયા. મેં અનુભવ્યું છે કે દરેક વ્યક્તિ પાસે એક સ્ટોરી છે જે તેમને શૅર કરવી હોય છે, પરંતુ તેમને કોઈ જજ ન કરે અને તેમની વાત તેમની રીતે જ સાંભળે તો. મેં એ જ કર્યું. મોટામાં મોટા વ્યક્તિથી લઈને નાના-નાના લોકો સાથે પણ વાતો કરી. મારો બેઝ ઇકૉનૉમિક્સનો હતો, પરંતુ મેં જે કામ શરૂ કર્યું હતું એને ઇકૉનૉમિક્સ સાથે કાંઈ લેવાદેવા નહોતી. હું ફોટો પાડતી ત્યારે કેટલાક લોકોને શંકા જતી, પરંતુ મારે ધીમે-ધીમે પ્રેમથી તેમને વિશ્વાસ અપાવવો પડતો હતો.’

બે વર્ષથી કરિશ્મા આખો દિવસ આ જ કામમાં મંડી પડી હતી. તેના પરિવારને શરૂઆતમાં શું કરી રહી છે એ સમજાતું જ નહોતું, પરંતુ તેના મિત્રોએ તેને ભરપૂર સપોર્ટ આપ્યો. તેનું કામ ધીમે-ધીમે આગળ વધતું ગયું. સોશ્યલ મીડિયા પર એનું પેજ વધુ ને વધુ વાઇરલ થતું ગયું. લોકોની અંદર હ્યુમન્સ ઑફ બૉમ્બે જાણીતું બન્યું એ પછી કરિશ્માએ એક સામાજિક સંસ્થા માટે ફન્ડ રેઇઝ કરવાનું કામ કર્યું, જેમાં તેને અકલ્પનીય રિસ્પૉન્સ મળ્યો. ઘણા લોકો કરિશ્માને પોતાની સ્ટોરી મોકલવા માંડ્યા. કેટલાક લોકોએ ફેસબુક પર ન મૂકવાની શરતે પણ માત્ર પોતાનું હૈયું ખાલી કરવાના આશયથી પોતાની સ્ટોરી કરિશ્મા સાથે શૅર કરી છે. તાજેતરમાં હ્યુમન્સ ઑફ બૉમ્બેની તેની ટૉપ ૨૫૦ જેટલી સ્ટોરીને સંપાદિત કરીને એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે જેને તેના ફેસબુક-ફ્રેન્ડ્સ કરણ અને અર્જુને પબ્લિશ કર્યું છે. આ પુસ્તકમાં મુંબઈની આઇકૉનિક ઇમારતો, મુંબઈની સ્પેશ્યલ ખાણી-પીણી, મુંબઈની જાણીતી બજારો જેવી બાબતોના ફોટો પણ મૂકવામાં આવ્યા છે. ફેસબુક-પેજ હોવા ઉપરાંત હ્યુમન્સ ઑફ બૉમ્બે નામની તેની એક વેબસાઇટ પણ છે અને આ પુસ્તક એના પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ૧૬૫૦ રૂપિયાના આ પુસ્તકના વેચાણમાંથી ૧૦૦ રૂપિયા મરાઠવાડા વિસ્તારમાં જરૂરિયાતમંદ ખેડૂતોને પહોંચાડવામાં આવશે એવી જાહેરાત કરિશ્મા અને તેની પબ્લિશર-ટીમે કરી છે.

- રુચિતા શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK