ખાસ બાત - સ્નેહમિલન માટે જ્યારે સાત પેઢી ભેગી થઈ

કચ્છના નાની ખાખરના દેશપરદેશમાં રહેતા સાલિયા પરિવારોનું પ્રથમ સ્નેહમિલન ગઈ કાલે માટુંગાની શ્રી નારાણજી શામજી વાડીમાં યોજવામાં આવ્યું હતું.


family

એમાં બાર સાલિયા પરિવારો તથા સાલિયા પરિવારોની નિયાણી બહેનો, દીકરીઓ, દોહિત્રીઓ, પ્રદોહિત્રીઓ, જમાઈઓ અને ત્રણ વર્ષથી નાના બાળકથી લઈને ૯૦ વર્ષ સુધીના ૬૦૦થી વધુ સભ્યો ભેગા થયા હતા. આ સભ્યોએ એકબીજાનો પરિચય કરાવીને સાથે રાસગરબા રમીને સ્નેહમિલનને યાદગાર બનાવ્યું હતું.

આ અવિસ્મરણીય સ્નેહમિલનના આયોજનની માહિતી આપતાં સાલિયા પરિવારના વડીલ અને મુખ્ય આયોજકોમાંના એક ચંપક સાલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર મહિના પહેલાં અમારા પરિવારના અમુક સભ્યો એક નાના ફંક્શનમાં ભેગા થયા હતા. એ સમયે અચાનક અમારા એક વડીલને સાલિયા પરિવારની સાત પેઢીઓને મળવાનો વિચાર સ્ફુયોર્ હતો. બસ, બીજી જ પળે અમે ટૂંક જ સમયમાં બધા જ પરિવારોનું સ્નેહમિલન યોજવાનો કાર્યક્રમ કરવાનો નિર્ણય લીધો હતો. અમારા એક વડીલ પાસે અમુક પરિવારોના સંપર્કની વિગતો હતી. એના માધ્યમથી અમે અમારા સાલિયાના બાર પરિવારો અને તેમની દીકરીઓના પરિવારો સુધી પહોંચ્યા હતા.’

ગઈ કાલના ફંક્શન વિશેની માહિતી આપતાં અન્ય આયોજક અવનિ સાલિયા-ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા આ સ્નેહમિલનમાં ભાગ લેવા માટે મુંબઈનાં વિવિધ ઉપનગરો, રાજકોટ, કચ્છનાં અલગ-અલગ ગામો, દુબઈ, મસ્કત, અમેરિકાથી પરિવારો આવ્યા હતા. આ બધા જ પરિવારોમાં સ્નેહમિલનમાં અનેરો ઉત્સાહ અને આનંદ હતો. અમારા ૮૮ વર્ષના એક વડીલે તેમના પૌત્રનાં લગ્નમાં હાજરી નહોતી આપી, પણ ગઈ કાલના સ્નેહમિલનમાં પૂરા જોશમાં હાજર રહ્યા હતા.’


એક જ પરિવારના ૧૧૦થી ૧૬૦ સભ્યો હાજર રહ્યા હતા એમ જણાવીને ચંપક સાલિયાએ કહ્યું હતું કે ‘અમે જ્યારે બધા પરિવારોને આમંત્રણ મોકલાવ્યું ત્યારે અમને એવી આશા નહોતી કે સાલિયા પરિવારોની સાથે તેમની નિયાણી બહેનો, દીકરીઓ, દોહિત્રીઓ, પ્રદોહિત્રીઓ, જમાઈઓ આટલી મોટી સંખ્યામાં હાજર થશે. ગઈ કાલના ફંક્શનમાં આ બધાની હાજરી જોઈને અમારા આયોજકોની આંખો હરખનાં આંસુથી ભરાઈ ગઈ હતી. બધા જ સાથે મળીને કચ્છના ભાતીગળના વિશેષ રાસગરબા રમ્યા ત્યારે ઉંમરલાયક વડીલો પણ તાનમાં આવી ગયા હતા.’

- રોહિત પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK