મોબાઇલને આપો રજા, ચાલો આપણે કરીએ મજા

આ થીમ સાથે એક પરિવારના ૬૫ જેટલા સભ્યોએ રાખ્યું અનોખું રીયુનિયન, જેની ત્રણ પેઢી વર્ષોથી મુંબઈમાં રહેતી હોવા છતાં છેલ્લાં ૩૦ વર્ષોમાં મોટા ભાગના સભ્યો એકબીજાને મળ્યા નહોતા

reunion

ખાસ બાત - વર્ષા ચિતલિયા

મૂળ અમરેલીના નથુભાઈ જીવરાજ પારેખ પરિવારનું સ્નેહમિલન ૨૬ જાન્યુઆરીએ લોનાવલા ખાતે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પારેખપરિવારના ૬૫ જેટલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્નેહમિલન વિશે માહિતી આપતાં મુલુંડમાં રહેતા દિલીપ પારેખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પારેખફૅમિલીની ત્રણ પેઢી વર્ષોથી મુંબઈમાં રહે છે એમ છતાં છેલ્લાં ૩૦ વર્ષમાં પરિવારના મોટા ભાગના સભ્યો એકબીજાને મળ્યા નહોતા. પરિવારના સભ્યો એકબીજાના પરિચયમાં આવે અને તેમની વચ્ચે ઘરોબો બંધાય એવા હેતુથી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈથી એક બસ અને ત્રણ કાર દ્વારા લોનાવલા જવાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. ૨૬ જાન્યુઆરીએ સવારે છ વાગ્યે કાંદિવલીથી બસ ઊપડી હતી. બોરીવલી, મુલુંડ, ઘાટકોપર, થાણે એમ વિવિધ સ્થળેથી પરિવારના સભ્યો જોડાયા હતા. દોઢ દિવસના આ કાર્યક્રમમાં ભાગ લેવા સુરત અને આણંદમાં રહેતા પરિવારો પણ જોડાયા હતા. ૧૩થી ૮૫ વર્ષની વયના સભ્યોએ આનંદ અને ઉમંગ સાથે વિવિધ ગેમ્સ સહિતની ઍક્ટિવિટીમાં ભાગ લીધો હતો.’

આખા કાર્યક્રમની રૂપરેખા વિશે માહિતી આપતાં અન્ય આયોજક હિમાંશુ પારેખે જણાવ્યું હતું કે ‘પરિવારની દોહિત્રી મીનાબહેનની લાગણીને માન આપી ‘મોબાઇલને આપો રજા, ચાલો આપણે કરીએ મજા’ થીમને અનુરૂપ સમસ્ત કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. ગણતંત્ર દિવસના શુભ અવસરને ધ્યાનમાં રાખી દેશભક્તિનાં ગીતો ગાઈ બધાએ લોનાવલા તરફ પ્રયાણ કર્યું હતું. અગાઉથી બુક કરવામાં આવેલા સ્થળે પહોંચ્યા બાદ સૌ હૉલમાં એકત્ર થયા હતા. નવી વહુને ટ્રેઇનિંગ આપવી, વૉટ્સઍપને કારણે પતિ-પત્ની વચ્ચે થતી તકરાર, પાડોશી વચ્ચે કચરો ફેંકવા બાબતે થતી ઉગ્ર બોલાચાલી, જુનવાણી પિતા અને આધુનિક પુત્રી વચ્ચે થતા ઘર્ષણ વગેરે જેવા રસપ્રદ વિષયોને આવરી લેતી રમતો રાખવામાં આવી હતી. ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે વયસ્ક સાસુએ નવી વહુનો તો નાની ઉંમરની વહુએ સાસુનો રોલ અદા કર્યો હતો. આખા કાર્યક્રમ દરમ્યાન પરિવારની પુત્રીઓએ ભાભીઓને કામમાંથી રજા આપી સ્વેચ્છાએ ચા-નાસ્તાની જવાબદારી ઉપાડી લીધી હતી. ગેમ્સની તૈયારી પાછળ મીનાબહેન અને અન્ય સ્ત્રીઓએ ખૂબ મહેનત કરી હતી.’

દોઢ દિવસના આ કાર્યક્રમમાં નાના-મોટા સૌએ સાચા અર્થમાં મજા કરી હતી. મોબાઇલને ભાગ્યે જ કોઈએ હાથ લગાડ્યો હતો. ગેમ્સમાં જીતનારને ઇનામ આપવામાં આવ્યાં હતાં તો બીજી બાજુ ગેમ્સ દરમ્યાન મોબાઇલને હાથ લગાડનારને પનિશમેન્ટ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા દિલીપ પારેખ, હિમાંશુ પારેખ, જયેશ પારેખ અને અમિત ચિતલિયા છેલ્લા બે મહિનાથી તૈયારી કરતા હતા. કાર્યક્રમના અંતે વડીલોનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પરિવારની વહુ અને પુત્રીને ગિફ્ટ આપવામાં આવી હતી. વડીલોએ વર્તમાન પેઢી વચ્ચે સેતુ બની લાગણીસભર સ્પીચ આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK