ખાસ બાત - બોરીવલીની આ નાનકડી છોકરીએ કર્યું બર્થ-ડેની ઉજવણીમાં વૃક્ષારોપણ

બોરીવલી (વેસ્ટ)ના LT રોડ પર રહેતી નાનપણથી પર્યાવરણપ્રેમી આશ્વી રવાણીએ તેના આઠમા બર્થ-ડેની તેના મિત્રો અને પરિવાર સાથે વીર સાવરકર ગાર્ડનમાં ટ્રી-પ્લાન્ટેશન કરીને ઉજવણી કરી હતી. એ દિવસે આશ્વીએ અલગ-અલગ પ્રકારના ૨૧ છોડ વાવ્યા હતા.




આશ્વીના પર્યાવરણપ્રેમ વિશે માહિતી આપતાં શૅરબજારમાં નોકરી કરતા તેના પિતા કામિલ રવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશ્વી નાનપણથી જ કોઈ વૃક્ષનું નિકંદન થતું જુએ તો દુખી થઈ જતી હતી. તે તરત જ તેનું દુખ અમારી પાસે પ્રગટ કરતી હતી. અમારા બિલ્ડિંગની બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યારે અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. એ સમયે તે હંમેશાં અમારું એના પર ધ્યાન દોરતી હતી.’

આશ્વીને બર્થ-ડેની ઉજવણી માટે અનેક ઑપ્શન આપ્યા હતા. એ સંદર્ભમાં કામિલ રવાણીએ કહ્યું હતું કે ‘૨૬ જૂને તેનો બર્થ-ડે કેવી રીતે ઊજવવો એ માટે અમે તેની સાથે ચર્ચા કરતા હતા. અમે તેની સામે મિત્રો સાથે હોટેલમાં જઈને પાર્ટી કરવી, ઘરે પાર્ટી કરવી, ક્યાંક ફરવા જવું જેવા અનેક ઑપ્શન મૂક્યા હતા. જોકે તેની સામે અમે ટ્રી-પ્લાન્ટેશનની વાત કરી ત્યારે તેણે તરત જ એને સહર્ષ સ્વીકારી લીધી હતી.’

કામિલ રવાણીએ ઉજવણી સંબંધી માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે તેના મિત્રોને મોકલેલા ઇન્વિટેશન-કાર્ડમાં સ્પષ્ટ કર્યું હતું કે ‘કોઈએ ગિફ્ટ લાવવી નહીં. એને બદલે એક પ્લાન્ટેશનના ખર્ચ પેટે ૫૦ રૂપિયા લઈને આવવું. એ મુજબ અમે પાંચ ક્રિસમસ ટ્રી, એક બન્યન ટ્રી, પાંચ કદમ ટ્રી, પાંચ લીમડાંના ટ્રી અને પાંચ ચાપાનાં ટ્રી લાવીને વીર સાવરકર ઉદ્યાનમાં વાવ્યાં હતાં.’

- રોહિત પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK