ખાસ બાત - પર્યાવરણશુદ્ધિ અને રોગપ્રતિરોધ માટે મુંબઈમાં પહેલી વાર થશે ૪૦ સ્થળોએ સાર્વજનિક મહાયજ્ઞ

કુર્લા, ઉલ્હાસનગર અને ફોર્ટથી લઈને વસઈ સુધીમાં મુંબઈમાં ૪૦ સ્થળોએ આવતી કાલે પર્યાવરણ માટે સાર્વજનિક યજ્ઞ થશે

yagna


૨૬ જૂને રવિવારે મુંબઈમાં પહેલી વાર પર્યાવરણશુદ્ધિ, રોગપ્રતિરોધ અને સ્વાસ્થ્યવૃદ્ધિ માટે સાર્વજનિક મહાયજ્ઞનું આયોજન આર્ય સમાજ, આર્ય પુરોહિત સભા અને આર્યવીર દળ નામની સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. રવિવારે સવારે ૯ વાગ્યાથી લઈને ૧૨ વાગ્યા દરમ્યાન કુર્લા, ઉલ્હાસનગર, પવઈ, ઘાટકોપર, મુલુંડ, જુહુ સહિત ફોર્ટથી લઈને વસઈ સુધીનાં કુલ ૪૦ સ્થળોએ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે પાંચમી જૂને આર્ય સમાજ દ્વારા દિલ્હીમાં લગભગ ૧૦૦૦ સ્થળોએ પર્યાવરણશુદ્ધિ માટે સાર્વજનિક મહાયજ્ઞનું આયોજન થયું હતું, પણ મુંબઈમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે. આ યજ્ઞમાં સામેલ થવા માટે નાતજાત, ધર્મ કે સંપ્રદાયના કોઈ ભેદભાવ વિના સર્વને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યજ્ઞ માનવમાત્રની ભલાઈ માટે હોવાથી એમાં કોઈ ભેદભાવને સ્થાન આપવામાં આવ્યું નથી. આ મહાકાર્યમાં પોતાનું પ્રદાન આપવા ઇચ્છતી દરેક વ્યક્તિ જે-તે સ્થળ પર જઈને યજ્ઞમાં આહુતિ આપી શકે છે. આહુતિ માટેની સામગ્રી પણ વ્યક્તિએ સાથે લઈ જવાની જરૂર નથી. બધી સગવડ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

પર્યાવરણશુદ્ધિ થાય અને ચોમાસાના રોગો સામે રક્ષણ આપે એવી વનૌષધિઓ, જડીબુટ્ટીઓ, ગાયનું ઘી તથા સમિધાઓ મળીને આહુતિની બધી સામગ્રી સ્પેશ્યલી તૈયાર કરવામાં આવી છે. જંગલમાં જઈને ફૉરેસ્ટ-ઑફિસરોની પરવાનગી સાથે આ ચીજો સ્પેશ્યલી લાવવામાં આવી છે.

મુંબઈના લોકોને આ ઇવેન્ટની જાણ કરવા માટે દરેક સેન્ટર પર બૅનર્સ લગાવ્યાં છે અને લગભગ ૬૦૦૦ જેટલાં પૅમ્ફ્લેટ્સ પણ વેચ્યાં છે. બાકી તેઓ માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી પણ કરી રહ્યા છે.

યજ્ઞથી શું પર્યાવરણ શુદ્ધ થાય? સંસ્થા સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે કે યજ્ઞથી પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે એ બાબત સાયન્ટિફિકલી પ્રૂવ થઈ છે એટલું જ નહીં, મુંબઈ મહાનગરપાલિકાએ અગાઉ ઘાટકોપરના રામલીલા મેદાનમાં જ્યારે સાતકૂંડી યજ્ઞ યોજાયો હતો ત્યારે કેટલાંક ડિવાઇસ મૂકીને પર્યાવરણ કેટલું શુદ્ધ થયું હતું એ માપ્યું હતું. ત્યારે તેમને વાતાવરણ શુદ્ધ થયું હોવાનું માલૂમ પડ્યું હતું.

આર્ય સમાજ દ્વારા યજ્ઞનું આયોજન પર્યાવરણશુદ્ધિ અને રોગપ્રતિરોધ માટે જ નહીં, વરસાદ લાવવા માટે પણ કરવામાં આવે છે. ૨૪થી ૨૯ મે દરમ્યાન વરસાદ લાવવા માટે લાતુરમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત ગયા વર્ષે કચ્છના લુડવા ગામમાં પણ વરસાદ માટે ૭ દિવસનો યજ્ઞ કરવામાં આવ્યો હતો અને એ પછી વરસાદ પડ્યો પણ હતો.

પર્યાવરણની શુદ્ધિ માટે તમે તમારું યોગદાન આપવા ઇચ્છો છો તો તમારે વધુ કાંઈ જ નથી કરવાનું. તમારી નજીક આવેલા સેન્ટર પર જઈને ચાલી રહેલા યજ્ઞમાં આહુતિ આપવા જેટલો સમય ચોક્કસ ફાળવજો અને બને તો સાથે તમારા મિત્રો કે સગાંસંબંધીને પણ એનો લાભ લેવા માટે સાથે જરૂરથી લઈ જજો.

- પલ્લવી આચાર્ય

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK